મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૪ - ૦૩ મે ૨૦૨૫
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના પાંચમા મહિને અને મહાન મે માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું. મહાન મે કેમકે મેં મહિના માં બધું જ મોટું હોય ગરમી પણ જોવો કેટલી વધી ગઈ છે તો વેકેશન ની રજાઓ પણ તો ધમાલ પણ મોટી. એન્ટરટેઇન્મેન્ટ પણ મોટું પણ આ મે આવો આપણી લાઈફ ને પણ મહાન બનાવી મેનિફેસ્ટેશન , મેજિક અને મહેનત થી. હવે બહુ સમય ના લેતા શરુ કરીએ આજ ની વાત જ્યાં લાસ્ટ ટાઈમે અટકેલ ત્યાં થી.
લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે એક બાજુ વર્લ્ડકપ ફીવર હતો તો બીજી બાજુ ૧૧ માં ની પરીક્ષાઓ શરુ થવાની હતી. ઇન્ડિયા એક પછી એક બધી મેચ જીતી રહેલ અને મારા ફેવરિટ ધોની ની કેપિટનશીપ મોખરે હતી. હવે સેમિફાઇનલ સુધી આવી ગયેલ અને આ બહુ જ રોમાંચક મોમેન્ટ હતી કેમકે ઇન્ડિયા અને પાકિસ્તાન એક બીજા ની સામે હતા એક બાજુ માર્ચ એન્ડિંગ તો બીજી બાજુ સેમફાઈનલ એ પણ વર્લ્ડકપ ની એમાં બે દુશમન દેશ ની ટક્કર.
આખો દેશ જ નહીં પણ આખી દુનિયા આ મેચ ની રાહ જોઈ રહેલ અને લોકો ને ફાઇનલ માં કોણ જહસે એની રાહ જોવાતી હતી. એ સમયે ઈન્ટરનેટ એટલું પણ આગળ નહોતું કે લોકો કોઈ ઓ.ટી.ટી. પર મેચ જોવે. એ વખતે તો ફક્ત અમુક ટી.વિ. ચેનલ તો યૂટ્યૂબ માં લાઈવ આવતી અને બાકી સ્પેશ્યલ આયોજન ના ભાગરૂપે દરેક સોસાયટી ના નાકે મોટા ટીવી લાગે ને આનું જશ્ન ચાલતું. આ જશ્ન મારી પરીક્ષા ના દર સામે કઈ વધુ હતું અને હું પણ આ મેચ જોવા આતુર હતો આખરે એ દિવસ આઈ ગયો અને મેચ શરુ થઇ એક એક મિનિટ લોકો માટે મહાન હતી જાણે કોઈ જંગ બોર્ડર પર ચાલતી હોય અને એનું લાઈવ જોતા હોય તેમજ અહીં ચાલી રહેલ જો કે આ પણ ફાઇનલ માટે ની એક જન્ગ જ હતી.નવી ટીમ નવા ખેલાડીઓ અને એક સફળ કેપિટન ની સફળ ઇંનિંગ. ખુબ રોમાંચક માહોલ અને વચ્ચે અમુક ટેંશન ની પળો સાથે સેમી ફાઇનલ મેચ પુરી અને આખરે ઇન્ડિયા ફાઇનલ માં પ્રવેશી ગયું.
લોકો ના ઉત્સાહ નો પાર નહોતો તો બીજી બાજુ પાકિસ્તાન માં ટી.વી. તોડવા માં આવી રહેલ અને બીજી પણ ઘણી એવી વસ્તુ થઇ હતી પણ ઇન્ડિયા માં લોકો ના દિલ જીતી રહેલ લોકો નાચી રહેલ બધી જ બાજુ એક જશ્ન નો માહોલ હતો આ બધા ની સાથે ફાઇનલ ની તૈયારી પણ ચાલી રહેલ ટીમ ઇન્ડિયા ની આકર્ષક જીત અને હવે વર્લ્ડ ચેમ્પિયન થી ફક્ત એક જ કદમ દૂર પણ આ સમયે એક સ્ટ્રોંગ ટીમ શ્રીલંકા સામે હતી ફરી થી એજ રામ રાવણ નું યુદ્ધ જેવી પરિસ્થિતિ.
લોકો બહુ જ અંદાઝ લગાવેલ કે જીતશે જ તો કોઈ કહે ના ફાઇનલ માં આવીને પણ હારશે શ્રીલંકા મજબૂત છે તો કોઈ કહે ના ઇન્ડિયા છે ને સચિને સેહવાગ ની ભાગીદારી તો હતી પણ સામે ઘણા નવા ખેલાડીઓ જે આજે લોકો ના દિલ જીતે છે અને જાણીતા છે એવા રોહિત , વિરાટ આ બધા ને લાવનાર ધોની પણ એ સમયે ના કોઈ જાણતું હતું કે આ દેશ નો ઇતિહાસ રચશે. શું થશે ૨જી એપ્રિલ ફાઇનલ માં. શું ઇન્ડિયા જીતશે? શું ઇન્ડિયા હારશે? આ બધા ની સામે વેપારીઓ અને આખા દેશ માં ટીમ ઇન્ડિયા ના જીત ની અલગ તૈયારીઓ હતી લોકો ને વિશ્વાસ હતો કે જીતશે જ.
આ બધા વચ્ચે તે સમયે એક બ્રાહ્મણ ગર્લ પૂનમ પાંડે રાતો રાત મીડિયા માં ચર્ચિત થઇ આજે તો એ સેક્સ બૉમ્બ છે પણ તે સમયે કોઈ જાણતું નહોતું આ મોમેન્ટ એને મીડિયા માં વાયરલ કરી એને પોસ્ટ કરી કે જો ટીમ ઇન્ડિયા જીતશે તો એ સમગ્ર ટીમ સામે નગ્ન થશે . આખો દેશ માં આ ન્યૂઝ વાયરલ થયા તો બીજી બાજુ એની સામે ઘણા સમાજ અને સંસ્થા એ વિરોધ પણ કર્યો. આ બધા માહોલ માં આખરે ફાઇનલ નો દિવસ આઈ ગયો ઇન્ડિયા ની પહેલા બોલિંગ આઈ અને શ્રીલંકા ની બેટિંગ સ્ટાર્ટ થઇ . ધીરે ધીરે પણ શ્રીલંકા સારું રમી રહેલ એન્ડ હવે ઇન્ડિયા ની બેટિંગ સ્ટાર્ટ થવાની હતી બધા ને એક ઉમંગ તો થોડો ડર હતો. આ બધા સાથે સચિન સહેવાગ ની પાર્ટનરશીપ શરુ થઇ પણ આજે એ બહુ કમલ ના કરી શકી ટૂંક સમય માં જ એ તૂટી અને હવે ગંભીર રમી રહેલ પણ હાલત થોડી ગંભીર હતી એક પછી એક રન રોકાઈને પણ આ લોકો રન માર્ટા હતા યુવરાજ પણ આવ્યા અને એ રમી રહેલ આખરે અને હવે ધોની એ ગ્રાઉન્ડ માં એન્ટ્રી કરી કેપિટન કૂલ અને હવે એને ગંભીર સાથે સારી પાર્ટનરશીપ કરી હારેલ ગેમ ને જીત માં બદલી આખરે ગંભીર ૯૭ માં આઉટ પણ તોય ધોની હજી પણ પીચ પર હતા અને એ તેમના મેજીકલ શોટ મારી રહેલ અને આખરે ટીમ ઇન્ડિયા ખુબ ઓછા રન થી દૂર હતું એક પછી એક રન બાદ ધોની ની કેપિટનશીપ અને પાવરફુલ બેટિંગ એ મેચ જીતાડી અને ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન ઓહ માય ગોડ વૉટ આ મોમેન્ટ. આઉટ સ્ટેન્ડિંગ લોકો ના ઉત્સાહ નો પર નહોતો લોકો ઝૂમી રહેલ અને આ બધા વચ્ચે વાયરલ ગર્લ પૂનમ પાંડે રાતો રાત ગાયબ થઇ ગયેલ.
આ એ દિવસ હતો જયારે ઇન્ડિયા એ આખી રાત ઉજવણી કરી કોઈ સૂતું નહીં હોય બધા ના દિલ માં એક અલગ જ ઉત્સાહ હતો એક જોશ અને ધોની એ સફળ સુકાની ના લિસ્ટ માં આવી ગયેલ એના ડિસિશન અને એની લગન કામ આવેલ . આ માહોલ આ રીતે જ વધી રહેલ પણ આનું સેલિબ્રેશન અઠવાડિયા સુધી ચાલ્યું અને આખરે પરીક્ષાઓ સ્ટાર્ટ થઇ ગયેલ તો પાછળ આઈ.પી.એલ પણ હતી હવે પરીક્ષાઓ કઈ રીતે રહી અને આઈ.પી.એલ કેવી રહી એ જોઈશું આવતા મહિને.
ત્યાં સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment