મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૩ - ૦૫ એપ્રિલ ૨૦૨૫
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના ચોથા મહિને અને ચૈત્ર નવરંગી મોસમ માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું સાથે સાથે બીજી એક હર્ષ ની વાત કે આજે ચૈત્રી આઠમ છે. શક્તિ નો મહિમા તો બીજી બાજુ શનિદેવ અને હનુમાનજી ના આરાધના માટે નો ખાસ દિવસ. આમ તો ચૈત્ર મહિનો બાળપણ થી મને ગમતો કેમકે આ સમયે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હોય અને એક ખુબ જ મોટું વેકેશન ચાલુ થવાનું હોય તો રજા ની મજા ના દિવસો ની રાહ જોવાના ખાસ દિવસ આ હતા પણ આજે મોટા થયા પછી હવે વેકેશન થોડું અઘરું છે. પણ હવે બહુ સમય ના લેતા શરુ કરીએ આજ ની વાત જ્યાં લાસ્ટ ટાઈમે અટકેલ ત્યાં થી.
લાસ્ટ ટાઈમે જોયેલ કે કઈ રીતે હું ૧૨ માં ના ટ્યૂશન માટે ના ટેસ્ટિંગ લેક્ચર્સ ભરી રહેલ અને હવે મેં એડમિશન કંફર્મ કરેલ કે અહીં જોઈન કરીએ તો બીજી બાજુ એ જ દિવસે દાદા ના ખાસ મિત્ર સુરત થી અમારા ઘરે અવાના હતા દાદા એ એમની બહુ વાતો કરેલ તો હું ખુબ જ આતુર હતો એમને મળવા. એ ૬૦ ના જમાના માં સી.એ. કરેલ એ પણ મેટ્રિક પરીક્ષા માં તાવ આવેલ છતાં પણ ટોપ કરીને તો મને થોડી ઉત્સુકતા વધુ હતી કે કઈ રીતે એટલું ડેડિકેશન . હું એ સમયે ડેડિકેશન થી આઉટ થઇ ગયેલ તો મારા માટે આ થોડું અઘરું હતું મને એક નવી કિક મળવાની હતી.
સાંજે એ આવ્યા ત્યારે હું બસ ટ્યૂશન જવાની તૈયારી કરી રહેલ તો બહુ વધુ સમય એમની જોડે બેસવા ના મળ્યું પણ એમને મને કહ્યું કે તારે બહુ સરસ લાઈન છે મારા સમયે મેં પણ કોમર્સ લીધેલ અને હું ઓછી મહેનત સાથે અને પુરા લગન થી સી.એ થયો .આંકડા માં ખુબ ચોકસાઈ જોઈએ અને બીજી એવી ઘણી વાતો જે મને એક નવી ઉર્જા આપી ગઈ. પછી હું એ જ ખુશીઓ સાથે જ્ઞાનદીપ ગયો અને ત્યાં ૧૨ માં નો ફર્સ્ટ લેક્ચર હતો. ઇંગલિશ નો લેક્ચર હતો. બુક તો હજી આવેલ પણ તોય બધું નવું હતું . ઉપર થી મનુભાઈ એ ઈંગ્લીશ ના સર હાર્દિક ને મારો ઈન્ટ્રો આપ્યો કે આ સંકેત નો ભાઈ છે ખુબ હોશિયાર છે એની જેમ થોડું ફોક્સ આપજો.
આ ચક્કર માં મારે પણ થોડું એક્ટિવ રેહવું પડે એમ હતું ઉપર થી સાવધ પણ. ધીમે ધીમે લેક્ચર ચાલુ થયો પણ બધાના ફોક્સ ફક્ત મારા પર જ. મને એક સાઈડ ગર્વ થઇ રહેલ તો બીજી બાજુ મારી ફાટી પણ રહેલ. કે શું સાચે હું આ બધા ના વિશ્વાસ માં ખરો ઉતરી શકીશ કે નહીં અને બીજી બાજુ મારે માટે એક અંતર યુદ્ધ શરુ થઇ રહેલ . એક બાજુ વર્લ્ડકપ ચાલુ થઇ રહેલ તો બીજી બાજુ મારા મગજ મા પ્રશ્નો અને મૃગજળ સમી ઘેલછાઓ ની એક નવી દોડ
આ દોડ અને જંગ વચ્ચે ઘણા નવા મિત્રો અને નવી સફર શરુ થઇ રહેલ એ મારા માટે એક અલગ જ રોમાંચ લાવવાની હતી પણ એ પહેલા તો મારા માટે અત્યારે વર્લ્ડકપ એક નવી આગ લાવી રહેલ ઇન્ડિયા વર્લ્ડકપ અને ૨૦૧૧ ની એ મોમેન્ટ કદાચ કોઈ ના ભૂલી શકે અને અત્યારે હજી ઇન્ડિયા એક પછી એક મેચ જીતી ને ફાઇનલ માટે લડી રહેલ પણ કોને ખ્યાલ હતો કે ઇન્ડિયા ફાઇનલ માં આવશે અને વર્લ્ડકપ જ નહીં લોકો ના દિલ પણ જીતી લેશે
પણ હવે બોર્ડ ની પરીક્ષાઓ ચાલી રહેલ અને ૧૧ માં ની પરીક્ષાઓ પણ શરુ થવાની હતી બસ વર્લ્ડકપ ની રાહ જોવાઈ રહેલ એ પતે પછી ચાલુ થશે એના ચક્કર માં અહીં ૧૨ માં ના ક્લાસ પણ બંધ કરેલ તો બીજી બાજુ ઘણી નવા જૂની પણ થવાની હતી. ઘણી આગ પણ લાગવાની હતી પણ આ બધું જ આવતા મહિને. ત્યાં સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment