લવડોઝ અનલિમિટેડ - ભાગ ૬૨ - ૦૮ માર્ચ ૨૦૨૫


હેલો મિત્રો કેમ છો બધા? આજે મસ્ત માર્ચ ૨૦૨૫ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની.  આ વિકેન્ડ મારા માટે સૌથી ખાસ હતું કેમકે ગઈકાલે  મારા પેરેન્ટ્સ ની લગ્ન વર્ષગાંઠ અને આજે મારા મમ્મી નો બર્થડે . આ ખાસ દિવસો માં આપ મિત્રો નો જે પ્રેમ અને આશીર્વાદ  મળ્યા એ બદલ આપ સૌનો દિલ થી આભાર


આજે એક ત્રિકોણીય પ્રેમ ની વાત કરીએ. સમય ,સીમા અને સાજન ની . સાજન એક આમિર બાપ નો છોકરો. સ્વભાવ થી નવાબી અને નસીબ જોકે બધું એને આસાની થી મળી ગયું. કોલેજ માં પણ ખુબ જલસા કરવા જોઈન કરેલ અને ત્યાં જ સીમા આવી . કોલેજ ના પ્રથમ વર્ષ માં જ ફ્રેશર પાર્ટી માં જ સાજન ની નજર સીમા પર પડી. અને અહીં થી જ સાજન સીમા ની પાછળ પડ્યો . નાની નાની વાતો માં એને ઈમ્પ્રેસ કરે અને આખરે ૩ વર્ષ ની મહેનત પછી સીમા એ એને મિત્રતાનું સ્થાન આપ્યું. આમ તો મિત્રતા તો પહેલા જ થઇ હતી પણ ખાસ મિત્ર માં એને પહોંચતા ૩ વર્ષ થયા ધીમે ધીમે સાજન એ એના દિલ ની વાત કરી અને નાની નાની વાતો માં એને ગિફ્ટ આપે. સીમા માટે આ બધું નવું હતું એને સાજન ના પૈસા ને એ બધું ગમતું પણ ક્યારેય એટલો પ્રેમ નહોતો થયો પણ ધીરે ધીરે એ એની નજીક આવવા લાગી. 


કહાની આમ જ ચાલી રહેલી અને ૭ વર્ષ થઇ ગયેલ આ સમયે સીમા ની લાઈફ માં એક નવો વળાંક આયો અને એ વળાંક હતો સમય . સમય ઠીક ઠાક મિડલ ક્લાસ પરિવાર નો છોકરો પણ મહેનતુ. આમ તો એ મિડલક્લાસ હતો પણ એનું રહસ્યય થી બધા અજાણ હતા. એ મિસ્ટ્રી મેન હતો. એક વખત સીમા ની નજર સમય પર પડી અને અચાનક એને એ જોવો ગમ્યો કેમકે સમય ખુબ વિનમ્ર  હતો. સમય એની ધૂન માં જ મસ્ત હતો પણ લગભગ ૭ મહિના પછી કઈ એવું થયું કે એને પણ સીમા ગમી ગઈ. અને હવે સમય સીમા ને પસંદ કરી રહેલ. સીમા એને જોતી હતી અને એક વખત સમય એ પણ હિંમત કરીને વાત કરી પણ એના થી એક ભૂલ થઇ ગઈ ઉતાવળ માં અને સીમા ગભરાઈ ગઈ અને પછી સમય ને પણ અફસોસ થયો કે વાત જ ના કરત તો સારું પણ આખરે પ્રેમ માં તો પાગલ પણ હોય જ .


સમય અને સીમા બંને ના મન માં એક યુદ્ધ ચાલી રહેલ. સમય ને સીમા થી પ્રેમ થઇ ગયો આ બાજુ સીમા સાજન એની લવસ્ટોરી ચાલુ થઇ ગયેલ. હવે આ ત્રિકોણીય સફર એક નવી જગ્યે પહોંચી રહી હતી. સીમા અને સાજન બંને સગાઇ કરે છે અને આ બાજુ સમય તૂટી જાય છે. આમ તો સમય દરિયો હતો પણ સાજન ની જોડે સીમા ને જોઈને આ દરિયો તૂટી ગયેલ તો બીજી બાજુ એની લાઈફ માં ત્સુનામી પણ આવેલ. એક બાજુ દરિયો ખાલી થઇ રહેલ તો બીજી બાજુ એ પ્રેમ પણ કરતો હતો એને ખુશ જોવા માંગતો હતો. એક બાજુ સાજન ને બરબાદ કરવા માંગે છે તો બીજી બાજુ સીમા અને એના પરિવાર ને જોઈને એ બધું જ ભૂલી જાય છે . 


આ કહાની આમ જ ચાલત અને કદાચ સાજન અને સીમા એક થઇ જાત પણ પ્રેમ સાચો હોય અને જો પ્રેમ ની લડત હોય તો જગત ના નાથ ને પણ રસ્તો કરવા આવું પડે છે અહીં સમય પાસે ખુદ જાણે ભગવાન આવ્યા હોય સીમા ને સમય ની હકીકત ખબર પડી કે એ ખાલી દેખાય છે મિડલ ક્લાસ અને એનો ઢોંગ કરે છે પણ એ હકીકત માં ઘણા સામાજિક સંસ્થા માં દર વર્ષે લખો રૂપિયા દાન કરે છે. દેશ ના મોટા મોટા લોકો પણ એને મળવા માટે રાહ જોવે છે રાજકીય, કોર્પોરેટ દરેક જગ્યે એનું માન છે અને તોય એ ક્યારેય અભિમાન નહીં કરતો ફક્ત એક કોમન મેન ની જેમ જીવે છે અને એને પ્રેમ કરે છે પણ એને ખુશ જોવા બધું કુરબાન કરી રહ્યો છે જયારે સાજન ફક્ત એને પૈસા નું જ સુખ આપી શકશે પ્રેમ કરતા વધુ એને મોહ છે આ વાત સીમા જયારે સમજી એણે સાજન જોડે બ્રેકઅપ કરે છે સગાઇ તોડે છે અને સમય ને પ્રેમ કરે છે એ વાત કરે છે કે મારે પૈસા નહીં પણ પ્રેમ જોઈએ છે .


આ બાજુ સમય માટે આ બધું જ એક જાદુઈ ઘટના હતી. સમય એને સમજાવે છે કે સાજન તારો પહેલો પ્રેમ હતો અને નસીબદાર છે એ લોકો જેને પોતાનો પહેલો પ્રેમ મળે છે તું મારી નહીં પણ એની છે પણ સીમા હકીકત જાણી ગયેલ અને એને કીધું કે સાજન પહેલા મને એક સમય તું ગમી ગયેલ એને દિલ જીતવા માં ઘણો ટાઈમ કરેલ પણ તે ફક્ત ૭ સેકન્ડ માં મારુ દિલ જીતેલ તો મારો પહેલો પ્રેમ તું છે. અને હવે સમય અને સીમા બંને એક બીજા જોડે લગ્ન કરે છે અને એક ખુશ પારિવારિક લાઈફ જીવે છે.


તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી ફરી મળીશું એપ્રિલ માં એક નવી લવસ્ટોરી સાથે.  આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.




 




 




 




 




ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial




 




ટિવટર : https://twitter.com/ManthanVThakkar




 




ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments