મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૨ - ૦૧ માર્ચ ૨૦૨૫


હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના ત્રીજા  મહિને અને ફાગણ ના લહેરાતા મોસમ માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું સાથે સાથે બીજી એક હર્ષ ની વાત કે આજે ફાગણ બીજ છે. બારબીજ ના ધણી અને રામદેવપીર ની મહિમા નો દિવસ. આપ સૌને જય રામાપીર . બીજી વાત રાધા કૃષ્ણ એ ગુપ્ત વિવાહ કરેલ આ વાત કેટલી સત્ય છે એ નહીં ખ્યાલ પણ એમના પ્રેમ અને વિવહ નો દિવસ પણ આજે જ છે તો આપ સૌને જય શ્રી રાધા કૃષ્ણ  તો હવે આવો આપણી કહાની જ્યાંથી અટકેલ ત્યાંથી શરુ કરીએ.


લાસ્ટ ટાઈમ આપણે જોયું કે કઈ રીતે ત્યાં ફેબ્રુઆરી ની શરૂઆત થઇ રહેલ અને પેલી મ્યુઝિક સીડીએ મને પણ ડાન્સ ફ્લોર પર સોર્રી મગજ ના ડાન્સ ફ્લોર પર લઇ ગયેલ. ભણવામાં ફોક્સ એમ પણ હટી ગયેલ સાથે સાથે બીજી વાતો માં રસ વધતો જઈ રહેલ પણ આ બધા ની વચ્ચે પણ મારો ગોલ નક્કી થવાનો હતો જેના થી હું અજાણ હતો મને મારા લીધેલ કોમર્સ ના નિર્ણય પર ફરી એક વખત અભિમાન થવાનું હતું. 


હું ધીરે ધીરે આગળ વધી રહેલ અને ફેબ્રુઆરી એમ પણ શોર્ટ મહિનો હોય છે આ સમયે આવનાર સમય માં બોર્ડ ની પરીક્ષાઓ શરુ થવાની હતી તો સંકેત તો રેડી જ હતો અને બધાને એના થી ખુબ આશાઓ પણ હતી અને મને ફુલ વિશ્વાસ કે મારા જેવું તો નહીં થાય એ આ બધા ની અપેક્ષાઓ પર સાચો થશે જ હું ખુશ હતો સાથે થોડું ટેંશન પણ .તેમ છતાં હું બેફિકર મારી લાઈફ માં આગળ વધી રહેલ દિવસો કપાઈ રહેલ અને આ બાજુ બોર્ડ ની પરીક્ષાઓ નજીક આવી રહેલ તો સાથે સાથે એની પાછળ મારે પણ પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરુ થઇ રહેલ. સમય ચક ખુબ ઝડપથી આગળ વધી રહેલ. દિવસો ગણ્યા જાય એ રીતે ઘટી રહેલ. હું મન માં વિચાર કરતો કે આ વખતે પરીક્ષા માં મન લાગીને ભણવું છે પણ મન લાગે જ નહીં.


બધા હવે ઘરે આવીને વિશ કરવા લાગેલ. મને મારા દિવસો યાદ આવી રહેલ તો બીજી બાજુ મને એ તમામ ક્ષણો યાદ આવી રહેલ અને હું એ બધા સાથે મારા ૧૧ માં ની પરીક્ષાઓ ની તૈયારી માં લાગ્યો. કેમકે મારે એક નવું જ કુરુક્ષેત્ર થવાનું હતું. આ બાજુ ૧૨ માં ના ક્લાસ પણ ચાલુ થવાના હતા અને હું પણ જ્ઞાનદીપ જોઈન કરવાનો હતો . હું પેરેન્ટ્સ જોડે ત્યાં પૂર્વ એડમિશન પ્રક્રિયા માટે ગયો ત્યાં ભરત ભાઈ એ મને કીધું કે કોમર્સ લીધું બેસ્ટ છે અને તું તો સંકેત નો ભાઈ છે બંને ભાઈઓ ના ફોટો અહીં લાગશે. તું સંકેત નો ભાઈ છે તો તું એક કામ કર એડવાન્સ માં લેક્ચર ભર હું તને ફ્રી લેક્ચર આપી રહ્યો છું તું એ ભરી જો અને પછી ડિસાઈડ કર કે ૧૨ માં માં તારે અહીં જોઈન કરવું કે બીજે. મને પણ સારું લાગ્યું કે બોસ આ તો કઈ અલગ જ ઓફર છે ફ્રી ટેસ્ટિંગ માં કરો. એકદમ લાઈક પહલે યુઝ કરો ફિર વિશ્વાસ કરે આપણે પણ એમાં માની ગયા અને પહોંચી ગયા ૧૧ માં ના એ ૨ ફ્રી ક્લાસ્સ માં. પહેલો જ ક્લાસ ઈકોનોમી નો હતો શર્મા સર . ફુલ તૂ કોમેડી વિથ ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ . મને થોડા ટાઈમ માટે મજાક લાગી કે બોસ અહીં તો આપણી મજાક કરે છે પણ એમણે જે ઇકોનોમિક્સ ને ભણાયું મેં હાથ જોડી દીધા આજ સુધી કોઈ એ એટલું સરળ સમજાવેલ જ નહીં જાણે કે કડવી દવા ને મીઠાઈ માં નાખીને પીવડાઈ દીધી. પછી થી ખ્યાલ આયો કે આતો ઈકોનોમિસ્ટ છે અને ૧૧/૧૨ ની ટેક્સટબૂક પણ આજ લખે છે ગજબ . મને એક નવી કિક મળી.  હવે બીજો લેક્ચર હતો એકાઉન્ટ નો રાજા સર નો . જે પોતે જ જ્ઞાનદીપ ના ઓનર હતા. આ થોડા સ્લોવ્ હતા  પણ એમણે પણ બધું જ સરળ રીતે સમજાયું અને આ મારો ૧૧ માં  નો લાસ્ટ ફ્રી લેક્ચર હતો. હવે મારા ફ્રી સેશન ની વેલિડિટી પી ગયેલ અને આ દરમ્યાન મને મળ્યા ૨ લોકો જે અલરેડી ૧૨ માં માટે રજીસ્ટર કરેલ નીરજ અને પ્રકાશ. અહીં થી આ લોકો ના અધ્યાય શરુ થવાના હતા. આ લોકો મારી લાઈફ માં કેટલા મહત્વના થશે કેટલી મારી મારશે અને કેટલી વાર હું એમને બચાઈશ એ બધું જ અનપ્રેડિક્ટેબલ હતું પણ એક વસ્તુ નક્કી હતી મારા નેટવર્કિંગ ની પ્રથમ શરઆત અહીં થી થયેલ.


હવે બીજા દિવસે દાદા ના ખાસ બાળપણ ના મિત્ર અમારા ઘરે આવાના હતા એ પણ સુરત થી . હું થોડો એક્સસાઈટેડ હતો. પણ એ મારા કોમર્સ ના નજરિયા ને બદલી દેવાના હતા કઈ રીતે એ જોઈશું આઓઉટસ્ટેન્ડિંગ એપ્રિલ માં. ત્યાં સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments