મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૨ - ૦૧ માર્ચ ૨૦૨૫

હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના ત્રીજા મહિને અને ફાગણ ના લહેરાતા મોસમ માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપ સૌને આવકારતા આનંદ અનુભવું છું સાથે સાથે બીજી એક હર્ષ ની વાત કે આજે ફાગણ બીજ છે. બારબીજ ના ધણી અને રામદેવપીર ની મહિમા નો દિવસ. આપ સૌને જય રામાપીર . બીજી વાત રાધા કૃષ્ણ એ ગુપ્ત વિવાહ કરેલ આ વાત કેટલી સત્ય છે એ નહીં ખ્યાલ પણ એમના પ્રેમ અને વિવહ નો દિવસ પણ આજે જ છે તો આપ સૌને જય શ્રી રાધા કૃષ્ણ તો હવે આવો આપણી કહાની જ્યાંથી અટકેલ ત્યાંથી શરુ કરીએ. લાસ્ટ ટાઈમ આપણે જોયું કે કઈ રીતે ત્યાં ફેબ્રુઆરી ની શરૂઆત થઇ રહેલ અને પેલી મ્યુઝિક સીડીએ મને પણ ડાન્સ ફ્લોર પર સોર્રી મગજ ના ડાન્સ ફ્લોર પર લઇ ગયેલ. ભણવામાં ફોક્સ એમ પણ હટી ગયેલ સાથે સાથે બીજી વાતો માં રસ વધતો જઈ રહેલ પણ આ બધા ની વચ્ચે પણ મારો ગોલ નક્કી થવાનો હતો જેના થી હું અજાણ હતો મને મારા લીધેલ કોમર્સ ના નિર્ણય પર ફરી એક વખત અભિમાન થવાનું હતું. હું ધીરે ધીરે આગળ વધી રહેલ અને ફેબ્રુઆરી એમ પણ શોર્ટ મહિનો હોય છે આ સમયે આવનાર સમય માં બોર્ડ ની પરીક્ષાઓ શરુ થવાની હતી તો સંકેત તો રેડી જ હતો અને બધાને એના થી ખુબ આશાઓ પણ હતી અન...