લવડોઝ અનલિમિટેડ - ભાગ ૬૧ - ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૫
હેલો મિત્રો કેમ છો બધા? આજે ફેન્ટાસ્ટિક ફેબ્રુઆરી ૨૦૨૫ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. આજે વેલેન્ટાઈન વીક નો ખાસ દિવસ એટલે કે પ્રપોઝ દિવસ છે તો શું તમે કોઈ ને પ્રપોઝ કર્યો કે નહીં? મને પર્સનલ માં જણાવજો . જયારે બધી બાજુ પ્રેમ ની મોસમ ખીલી હોય અને બધે એક રંગ જામી રહેલ હોય ત્યારે એક ગુલાબી લવસ્ટોરી ની શરૂઆત કરીએ.
કેશવ નામ શ્રી કૃષ્ણ નું હોય અને એના જીવન માં રાધા ના હોય અને એ પણ ગોપીઓ વગર એમ તો કેમ ચાલે પણ શું આ કેશવ ને એની રાધા મળશે? કેશવ શહેર ના મેયર નો દીકરો , ગુણવાન , રૂપવાન અને સંસ્કારી પણ . દરેક ની રિસ્પેક્ટ કરે અને હંમેશા એની આજુબાજુ છોકરીઓ ફરે પણ ક્યારેય કોઈ ની સાથે લિમિટ ક્રોસ નહીં કરી હોય. ઘણી ગર્લ્સ ને કેશવ થી પ્રેમ હતો તો ઘણી ને એના પૈસા અને સ્ટેટસ થી પણ આ બધા માં કેશવ ની રાધા કોઈ નહોતી.
અચાનક એક દિવસ કોલેજ માં એક નવી છોકરી વૃંદા આવી. વૃંદા આમ તો બહુ ચંચળ હતી પણ પ્રેમાળ પણ એટલી જ અને કોઈ થી પણ ડરે નહીં. કોલેજ માં એન્ટ્રી લેતા જ નફ્ફટ છોકરાઓ સાથે એમને ઝઘડો થયો અને વૃંદા એ છોકરા ને સીધા કરી દીધા. કેશવ આ બધું જોઈ રહેલ.અને એક પળ માં જ એને એની રાધા મળી ગઈ આમ તો વૃંદા પણ શ્રી રાધા રાની નું જ નામ છે ને. પણ કેશવ એને કહે કઈ રીતે એ દુવિધા હતી પણ નિયતિ પહેલેથી જ નક્કી હોય છે કોઈ ને પણ કારણ વિના નથી મેળવતા.
ધીમે ધીમે નિયતિ એ પણ આ લોકો ને મેળવ્યા અને કેશવ તો પેહલા જ વૃંદા ને દિલ આપી ચૂકેલ પણ આ મુલાકાત બાદ વૃંદા ને એવું જ લાગ્યું જાણે એ કેશવ ને વર્ષો થી નહીં પણ જન્મો જન્મ થી ઓળખે છે અને બંને એક પળ માં જ એકબીજા ને પોતાનું દિલ આપી બેઠા, ધીમે ધીમે બંને એક બીજા ની નજીક આવવા લાગ્યા ઘણા લોકો ને આ ખુંચી રહેલ પણ બીજી બાજુ આ બંને એક બીજા ને ચાહવા લાગેલ. એક દિવસ પણ જો ના મળે તો નહોતું ચાલુ પણ પહેલ કોણ કરે એ વિચારો માં મહિનાઓ જવા લાગ્યા.
આખરે આવ્યો પ્રેમ નો મહિનો ફેબ્રુઆરી અને આજ ની જ તારીખ એટલે કે પ્રપોઝ ડે ના દિવસે કેશવ ધરી ને આવ્યો કે આજે તો કઈ જ દઉં અને આ બાજુ વૃંદા પણ પોતાના દિલ ની વાત કેશવ ને કહી દેવા માંગતી હતી અને આખરે એને કઈ દીધી કેશવ એક સેકન્ડ ઝાટકો લાગ્યો કે શું તે કોઈ સ્વપ્ન નહીં જોઈ રહ્યો ને જે વાત એ કહેવાનો હતો એ સામે થી એને સાંભળવા મળેલ. બહુ લકી હોય છે એ છોકરાઓ જેને છોકરીઓ સામે થી પોતાના દિલ ની વાત કરે છે.
હવે તો એમના માટે સાચે જ વેલેન્ટાઈન થઇ ગયો અને બંને હવે એક બીજા ના દિલ ની જોડે એક બીજા ની જોડે રહેવા માંગતા હતા અને એમને પોતાની વાત એમના ઘરે પણ કઈ અને ઘર વાળા પણ માની ગયા અને નક્કી કર્યું કે કોલેજ માં એક વર્ષ બાકી છે એ પછી બંને ના લગ્ન કરાવે પણ તડપ બહુ જ અઘરી વસ્તુ છે આ બંને એક બીજા વિના રહી શકે એમ નહોતા તો એમને ઘરે કહ્યું અને વેકેશન માં જ બંને ની સગાઇ પણ કરી દીધી આજે ૫ વર્ષ પુરા થયા છે આ વાત ને અને બંને લોકો ખુબ ખુશ છે.
તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી ફરી મળીશું ૧૪ મી ફેબ્રુઆરીએ એક નવી લવસ્ટોરી સાથે. આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment