મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬1 - ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫

 


 

હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના બીજા મહિને અને ફુલ રોમાન્સ ની સીઝન માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપસૌને આવકારતા આનંદ અનુભવું છું સાથે સાથે બીજી એક હર્ષ ની વાત કે આજે વસંત પાંચમી છે આજે માં સરસ્વતી ની પૂજા નો ખાસ મહિમા સ્કૂલ અને કોલેજ ની સ્ટુડન્ટ લાઈફ માં ખાસ દિવસ પણ સિવાય આજનો દિવસ ધંધાદારી અને બીજા સૌ માટે પણ ખુબ મહત્વનો છે . આજે કૃષ્ણ ના કલયુગ અવતાર ખાટું શ્યામ ની પૂજા નો પણ ખાસ મહત્વ છે. સાથે બીજી બાજુ પ્રેમ ની સીઝન શરુ થઇ રહી છે તો આવો આપણી કહાની જ્યાંથી અટકેલ ત્યાંથી શરુ કરીએ.

 

લાસ્ટ ટાઈમ આપણે જોયેલ કે ૨૦૧૧ ના જાન્યુઆરી ની સવાર શરુ થઇ રહેલ અને બીજી બાજુ ઉતરાયણ પણ ખુબ નજીક આવી રહેલ ત્યારે સૌ તરફ એક અલગ ઉત્સાહ હતો તો બીજી બાજુ પરીક્ષાઓ શરુ થઇ ગયેલ. ત્યારે હું પરીક્ષાઓ ની તૈયારી માં લાગી પડેલ. તો બીજી બાજુ ચંચળ મન ઉતરાયણ ની રાહ જોઈ રહેલ વખતે ઉતરાયણ મનાવવાની નહોતી પણ તોય ખબર નહીં કેમ દિલ એની રાહ જોઈ રહેલ. એક પછી એક એમ કરીને બધી પરીક્ષાઓ પુરી થઇ ગઈ અને હવે દિવસ બાકી હતા. સૌરાષ્ટ્ર માં ફક્ત એક દિવસ ની ઉતરાયણ હોય છે અને વખતે ઉતરાયણ મનાવવાની નહોતી તો અમે ત્યાં ગયા.સવારે જાગ્યા પણ અહીં એવો કોઈ માહોલ ના લાગ્યા ધીમે ધીમે ૧૧ પછી ઉતરાયણ જામી પણ મૂડ ના આવે અમે એમ ત્યાં ગયા અને ત્યાં થી મામા ના ઘરે ગયા.

 

ત્યાં થોડું માજા આવે એમ હતું. ધીમે ધીમે ત્યાં થોડા આકાશ ને રંગબેરંગી જોયું અને પછી ત્યાં થી અમે બીજે ફરવા ગયા પણ મને કોઈ ખાસ મૂડ નહોતો.જેમ તેમ કરીને દિવસ પસાર કર્યો અને પછી પાછા ફર્યા. દિવસે રાતે સર્કલ સુધી આંટો મારવા ગયા અને ત્યાં મને થોડી મજા આવી પણ હજી મન કઈ અલગ માંગી રહેલ ખબર નહીં શું. ખબર નહીં દિલ ફરી કોઈ ભૂલ કરવા તો નહોતું માંગતું ને સવાલ ઘણા હતા પણ બાજુ જવાબ નહોતો. હઝારો સવાલ અને એની સામે જવાબ માટે હું નિશબ્દ હતો.

 

બીજા દિવસે અમે પાછા અમદાવાદ આવા નીકળ્યા અને લગભગ સાંજે અહીં પહોંચી પણ ગયા બીજા દિવસ થી રૂટિન માં લાગી ગયા. અને થોડા દિવસ માં ફરી રિઝલ્ટ પણ આવાનું હતું . સમયે ખબર નહીં શું થવાનું હતું. કેમકે રહેલ હોપ પણ અહીં નીકળી પડેલ પણ તોય આપણે હજી આપણી ધૂન માં આગળ વધી રહેલ અને સમયે એન્ટ્રી થઇ આમ તો એન્ટ્રી ક્યારની થઇ ગયેલ પણ સમયે નજીક આવી ગયો મિત્ર અને પછી અમે એક બીજા ના અંદર ખુબ ભળી ગયા. વખતે એને મને એની લેટેસ્ટ મ્યુઝિક સીડી પણ આપેલ અને બીજી બાજુ સમયે યમલા પગલાં દીવાના આવી ગયેલ અને હું મારી સ્કૂલ લાઈફ ને લઈને આગળ વધી રહેલ પણ મારુ નસીબ મને ભણવાના બદલે કઈ બીજે લઇ જય રહેલ જે સમજવામાં મને ખુબ લેટ થયું પણ આજે બધા પ્રસંગો અને યાદો મારી ખાસ સુવર્ણ ક્ષણો છે જે યાદ કરતા હસવું પણ આવે છે અને અફસોસ પણ થાય છે અમુક વાતો ને લઈને આજે બધું હોવા છતાં પણ એમાં નું અમુક ખૂટે છે શું જોઈશું આવતા મહિને.

 

આજે અહીં સુધી . આવતા મહિના  સુધી આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments