લવડોઝ અનલિમિટેડ - ભાગ ૬૦ - ૧૧ જાન્યુઆરી ૨૦૨૫
હેલો મિત્રો કેમ છો બધા? આજે જાન્યુઆરી ૨૦૨૫ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. આજે આપણી આ કોલમ ને ૫ વર્ષ પુરા થયા છે તો એ બદલ હું આપ સૌ નો આભારી છું સાથે સાથે આપણા પ્રેમ નો દિલ થી આભાર વ્યક્ત કરું છું છેલ્લા ૫ વર્ષ માં આપના પ્રેમ ને લીધે જ આજે ૬૦ એપિસોડ સુધી ની આ સફર પૂર્ણ થઇ છે તો ફરી એક વખત આપ સૌ નો દિલ થી આભાર. નવા વર્ષમાં નવી સ્ટોરી અને નવા વાતાવરણ ની જોડે એક નવી સફર શરુ કરીએ.
૨૦૨૫ થી જન્મ લેનાર બાળકો બીટા જનરેશન કહેવાશે પણ લાસ્ટ આલ્ફા અને ખાસ ઝેડ જનરેશન ના જે કિડ્સ અત્યારે આપણી સમક્ષ છે જેઓ કોલેજીસ માં છે અથવા તો હમણાં જ કોલેજીસ થી બહાર આવેલ છે અને પોતાની લાઈફ ને ખુબ આગળ વધારી રહ્યા છે એ લોકો ની એક વાત બહુ ગમી મને કોઈ પણ સંબંધ ને પૂરતો ન્યાય આપે છે અને જોડે પ્રેક્ટિકલ છે આવી જ એક ઝેડ જનરેશન ની વાત આજે કરીએ કે જેમાં પ્રેમ તો ઘણી વાર થયો પણ આખરે પહેલો પ્રેમ જ એને મળ્યો .
રાહુલ આમતો આ નામ ફક્ત જોક્સ માં ચાલે છે પણ ૯૦ ના દાયકા માં આ નામ પણ ફિલ્મો માં બહુ ચાલ્યું અને એ પણ લવસ્ટોરી માં આ લવસ્ટોરી માં પણ આ નામ ચાલ્યું કેમકે ફિલ્મ ની જેમ આ સ્ટોરી પણ જીવાઈ ગઈ. અદિતિ રાહુલ ની સ્કૂલ ફ્રેન્ડ બંને બાળપણ થી જ જોડે રમતા અને સ્કૂલ પણ જોડે જ જતા સમય જતા હાઈ સ્કૂલ માં બંને વચ્ચે પ્રેમ થયો. જીવન નો પેહલો પ્રેમ હંમેશા યાદ રહે છે અને આ બંને નો પ્રેમ પણ એટલો જ યાદગાર લગભગ બંને મેડ ફોર ઈચ અધર પણ જોત જોતામાં બંને કોલેજ માં આવ્યા અને એક કપલ ની જેમ જ જોડે કોલેજ જાય પણ કોલેજ એટલે પંખીઓ નો એ બગીચો જ્યાં રંગબેરંગી પંખીઓ મળે અને પલભર માં જ કોઈ મન ભરી જાય.
ધીમે ધીમે બંને ની લાઈફ માં પણ ૨ નવા પંખી એટલે કે બે નવા પ્રેમી આવ્યા અને આ બંને એ ક્યારેય એક બીજા ને પોતાના દિલ ની વાત કઈ જ નહોતી. અને એટલા માં તો નવા લોકો એમની લાઈફ માં આવી ગયા અને મન પણ મળવા લાગ્યું બે માં થી ક્યારે આ ચાર થઇ ગયા અને ક્યારે બે કપલ થઇ ગયા બંને મિત્રો પોતાના નવા કપલ સાથે ખુબ ખુશ હતા પણ સેકન્ડ યર આવતા એમાં પણ ઝઘડા ચાલુ થયા અને બંને ના એક પછી એક બ્રેકઅપ થઇ ગયા હવે ફરી આ બંને એક મિત્રો ની જેમ જોડે રહેવા લાગ્યા
બંને ના વિચારો અને લાગણીઓ ફરી એક પછી એક મળી રહેલ અને બંને એક બીજા ને ફરી ચાહવા લાગ્યા પણ શબ્દો વ્યક્ત નહોતા થઇ રહેલ આખરે ૧૪ મી ફેબ્રુઆરી એ બને એ એક બીજાને પોતાના દિલ ની વાત કહી અને બંને એક બીજા જોડે જીવનભર ના સાથી બની ગયા. હવે આમની વચ્ચે કોઈ ત્રીજું નહોતું કે આવે એ સ્પેસ પણ નહોતી.
તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી ફરી મળીશું ૧૪ મી ફેબ્રુઆરીએ એક નવી લવસ્ટોરી સાથે. આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment