મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૬૦ - ૦૪ જાન્યુઆરી ૨૦૨૫
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૫ ના જબરદસ્ત જાન્યુઆરી માં આપ સૌનું સ્વાગત છે . પ્રથમ વિકેન્ડએ આપસૌને આવકારતા આનંદ અનુભવું છું સાથે સાથે બીજી એક હર્ષ ની વાત કે આજે આ પ્રથમ વિકેન્ડએ આપણી આ કોલમ ને ૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તો આ બદલ આપસૌનો દિલ થી આભાર, શરુ થયેલ નવું વર્ષ આપ સૌ ના જીવન માં ખુબ ખુશીઓ લાવે અને આપના તમામ સપનાઓ આ ૨૦૨૫ ના વર્ષ માં પૂર્ણ થાય એવી આશા સહ આજની વાત આગળ કરીએ.
લાસ્ટ ટાઈમે જોયેલ કે કઈ રીતે ૨૯ મી તારીખ મારી વાટ લગાઈ રહેલ અને આજે ફરી ૨૯ મી એ અમે બહાર જઈ રહેલ. હું બી.આર.ટી.એસ માં ઉભેલ અને અહીં રમૂજી પ્રસંગ પણ બન્યો. અંજલિ સર્કલ આવાની તૈયારી હશે અને એ પહેલા એક રીક્ષા વાળો બસ ની આગળ ઉતર્યો અને ડ્રાઈવરે જોરદાર બ્રેક મારી અને હું કદાચ મારી જગ્યા થી થોડો આગળ ખેંચાઈ ને પડ્યો , હું જ નહીં પણ ઉભેલ તમામ લોકો અને કદાચ બેથેલ પણ પોતાનું બેલેન્સ ગુમાવી ગયા મને મન માં જ ગુસ્સો આવ્યો કે આ ડ્રાઈવર છે કે કોણ છે કઈ રીતે બ્રેક મારે છે પણ ત્યાં જ કોઈ ના મોબાઈલ માં ફોન ની રિંગ વાગી જોર કા ઝટકા હાઈ ઝોર સે લગા ... અને બધા ને હસવું આવ્યું હા કેમકે ત્યારે હજુ એક્શન રિપ્લે ફિલ્મ રિલીઝ જ થયેલ અને લોકો માં નવી ફિલ્મ ના મ્યુઝિક અને ડાન્સ ટ્રેક ના રિંગટોન ની બહુ ધૂન ઉપડેલ
જેમતેમ કરીને અમે ધરણીધર દેરાસર ઉતર્યા અને ત્યાં થી પપ્પા અમને પીક કરવા અવાના હતા અને અમે ત્યાં થી આગળ ગયા.અમે રિસેપશન પતાવીને ઘરે આવી રહેલ અને મનમાં મને થોડો ડર અને રાહત વળી પણ એજ સમયે ત્યાં અચાનક પાછળ ના ટાયર માં પંચર પડ્યું અને લગભગ એકાદ કિમિ સુધી કોઈ જ દુકાન નહીં આખો રોડ સુમસામ અને મિયાં નો એરિયા અને એમાં પણ કુતરા ભસવાનો અવાજ એક બાજુ ફાટી પડેલ બીજી બાજુ અંદરનો યુવા તરવરાટ બહાર આવી રહેલ. આખરે અમને એક પંચર વાળો મળ્યો અને અમે ઘરે પહોંચ્યા.થોડો રાહત નો શ્વાસ લીધો અને પછી બીજા દિવસે સવારે સ્કૂલ જવાનું હતું.
દિવસો આમ જ પસાર થઇ રહેલ અને ડિસેમ્બર ની એ સવાર પડી વાતાવરણ ગુલાબી થઇ રહેલ અને લાઈફ માં બધું પ્રોપર ચાલી રહેલ પણ પ્રોબ્લેમ આવાનો હતો જે મારી અંદર ના યુવા જુસ્સા ને અલગ રીતે ઢાળશે એ મને નહોતી ખબર પણ હું અજાણ માં આગળ વધી રહેલ ધીમે ધીમે મારી લાઈફ ને એક નવા મૂડ મેં ફેરવી રહેલ. એ સમયે દાદા જાત્રા પર નીકળેલ અને ક્રિસમસ પર પાછા ફરવાના હતા તો અને એમાં પણ સ્કૂલ માં વેકેશન નહોતું પણ વેકેશન જેવો જ માહોલ ચાલી રહેલ તો હું એ મસ્તી માં મસ્ત હતો. એ વખતે તીસ માર ખાન રિલીઝ થઇ રહેલ તો દરેક ના અંદર એક તીસ માર ખાન પેદા થઇ રહેલ અને એ જ સમયે દાદા જાત્રા થી રિટર્ન થયા અને અમારા માટૅ એ તીસ માર ખાન માં જેવા હૂડી હતા એવા રંગ ના જ હૂડી લઇ આવ્યા હવે મારી અંદર અક્ષય કુમાર આવી ગયેલ, કેમકે એ ફિલ્મ મને ૨ કારણ થી જોવાની ઈચ્છા હતી એક કેટરીના અને એક ફરાહ ખાન નું દિગ્દર્શન. ફરાહ ની અગાઉ ની ફિલ્મો ૐ શાંતિ ૐ અને મેં હૂં ના મને ગમેલ અને આમાં તો કેટરીના પણ હતી તો વાત જ કઈ અલગ હતી.
આખું શહેર કાર્નિવલ ના રંગે ચડેલ અને બધા ફિલ્મી મૂડ માં હતા ઠંડી પણ એનો સવારનો ગુલાબી રંગ રાતે અલગ કરી રહેલ બીજીબાજુ ઉતરાયણ નો માહોલ પણ બની રહેલ.આ બધા ની વચ્ચે એક અલગ જ માહોલ બની રહેલ જે મને એક અલગ દિશામાં લઇ જવાનું હતું. જેની કલ્પના ની બહાર હતો હું એવું શું થવાનું હતું એ જોઈશું આવતા મહિને ત્યાં સુધી આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ અને ઉતરાયણ આવે છે તો હેપ્પી એન્ડ સેફ ઉતરાયણ
આજે અહીં સુધી જ. આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment