લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૯ - ૦૭ ડિસેમ્બર ૨૦૨૪

 


 

હેલો મિત્રો કેમ છો બધા? આજે ડિસેમ્બર ૨૦૨૪ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. હમણાં તો ગુલાબી ઠંડી સાથે વર્ષ ચાલુ થયેલ અને જોત જોતા માં વર્ષ પૂર્ણ પણ થઇ ગયું ઘણી યાદો અને ફરિયાદો સાથે વર્ષ તો પૂર્ણ થઇ ગયું પણ આવનારું વર્ષ ખુબ ખુશીઓ લઈને આવે એવી આશા સાથે નવા વર્ષ ને વધાવીએ અને વર્ષને હસ્તે મોઢે વિદાઈ આપીએ.

 

કેશવ એક ચોર પણ એટલો વફાદાર કે ફક્ત એના કામ માટે ચોરી કરે અને એમાં ની બાકી ની રકમ ને દાન પણ કરે અને કેટલાય નિસહાય ની મદદ કરે . આમ તો કૃષ્ણ નું નામ તો માખણ ની ચોરી કરતા અને તમામ એન્ટિક વસ્તુઓ ની ચોરી કરે દુનિયા ના કોઈ પણ ખૂણા માં એવી કોઈ પણ વસ્તુ નહીં હોય જેની આને ના ખબર હોય. કામ ભલે ખોટું કરતો પણ નિયત ચોખ્ખી અને સદાય લોકો ના ચહેરા પર એક સ્માઈલ લાવે.

 

મુંબઈ સપનાની નગરી અને નગરી માં એક રહીશ વ્યક્તિ ના એક ના એક દીકરા ના લગ્ન હતા અને આખા દેશ ના ખાસ આમંત્રિત ને ત્યાં હાજરી આપવાના હતા એક થી એક એન્ટિક વસ્તુ પણ ત્યાં હતી સ્પેશ્યલ પ્રદર્શન માટે. જ્યાં એન્ટિક વસ્તુ હોય અને કેશવ ના હોય એમ બને? કેશવ પણ અહીં વેશપલટો કરીને પહોંચી ગયેલ ટાઈટ સિકયુરિટી વચ્ચે પણ અહીં પહોંચી ગયો. અહીં આવેલ ચોરી કરવા પણ અહીં એનું દિલ ચોરાઈ ગયું. જીવિકા જાણે આનો જીવ લઇ ગઈ. હસ્તી કૂદતી એક છોકરી દુલ્હા ની બેન જે શ્રીમંત ની સાથે સંસ્કારી પણ હતી આને પહેલી નજર માં પ્રેમ થઇ ગયો.

 

હવે એન્ટિક વસ્તુ ને મૂકીને આપનો કેશવ જીવિકા પાછળ લાગ્યો. લોકો ના ચેહરા પર સ્માઈલ લાવનાર ના ચેહરા પર દુઃખ થોડી સારું લાગે એટલું તો મારો હજાર હાથ વાળો દ્વારકાધીશ પણ ધ્યાન રાખે અને જ્યાં પ્રેમ છે ત્યાં સુખ છે ,જ્યાં સુખ છે ત્યાં લડત છે અને એમાં પણ જો લડત પ્રેમ ની બને તો જગત ના નાથ ને ખુદ સારથી બનીને આવું પડે છે. બંને વચ્ચે પ્રેમ તો થઇ ગયો પણ કેશવ ખોટું બોલી ને અહીં આવેલ પણ ખોટું બોલીને કઈ કરવા નહોતો માંગતો જીવિકા ને બધું સત્ય કઈ દેવાનો હતો અને એણે કર્યું પણ એજ એણે કઈ દીધું કે એક ચોર છે . એક પળ માં જાણે જીવિકા ને કોઈ સાતમા આસમાન થી નીચે ફેંકી દીધેલ હોય એમ લાગ્યું પણ અહીં તો હજી લડત શરુ થયેલ અને વખતે તો કૃષ્ણ પોતે સારથી બનેલ તો હાર કે જીત શેની જે પણ થાય બધું મંજુર કૃષ્ણ હતું.

 

જીવિકા કેશવ ને કીધું કે તું વચન આપ કે આજ પછી બધું છોડી ને મારી સાથે રહીશ અને બાજુ કેશવ પણ જીવનમાં ખુબ પૈસા કમાઈ ચૂકેલ અને લોકો ના આશીર્વાદ પણ તો એણે પણ હવે કામ છોડી દીધું અને જીવિકા નો સાથી બની ગયો.

 

આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments