લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૮ - ૦૯ નવેમ્બર ૨૦૨૪
હેલો મિત્રો કેમ છો બધા? આજે નવેમ્બર ૨૦૨૪ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. હમણાં જ દિવાળી પુરી થઇ ને નવા વર્ષ માં આપ સૌ એ ઘણા સંકલ્પ અને સપનાઓ પણ લીધા હશે. ભગવાન ને પ્રાર્થના કે આ બધું જ પૂરું કરે અને આપ સૌ ના ચેહરા પર હંમેશા ખુશીઓ મળે.
કવિતા એજ આઈ.ટી ગર્લ આપણે ટૂંક સમય પહેલા વાત કરેલ અને એની લાઈફ માં આવેલ મિત એ બંને વચ્ચે પ્રેમ થઇ ગયેલ અને બંને પોતાના ઘરે વાત કરે કેમકે કુંડળી મળતી નહોતી પણ મન મળી ગયેલ પણ આ સ્ટોરી માનો એરલી સરળ નહોતી. કદાચ સરળ હોત તો આ કહાની નો ઘી એન્ડ કયારનો આવી ગયેલ હોત . પણ આ બધા ની સાથે પણ આ કહાની આગળ વધી રહેલ.
કવિતા અને મિત ની સફર એક ફિલ્મી ઢંગ થી આગળ વધી રહેલ કદાચ જોઈને પણ એમ લાગે કે મેડ ફોર ઈચ અધર પણ આ વાર્તા માં એક નવો વળાંક આવ્યો. કવિતા ના પપ્પા યુ.એસ.એ થી પરત આવ્યા આ બધી વાત કહી પણ એના મન માં કવિતા ના કોલેજ નો એક છોકરો જે તેના મિત્ર નો છોકરો હતો એ ગમી ગયેલ અને એને ધીરે ધીરે વાત ચાલુ કરી. હવે કવિતા અને આ છોકરો રાજ બંને ખુબ મિત્રો હતા અને રાજે કવિતા ને કોલેજ માં પણ પ્રપોઝ કરેલ તો કવિતા એ સમયે એને કીધેલ કે ટાઈમ જોઈએ છે અને પછી આજ સુધી બંને મિત્રો જ હતા રાજ ને આજે પણ કવિતા ના જવાબ ની રાહ જોવાઈ રહેલ.
રાજ અને કવિતા ની કુંડળી પણ ૩૨ ગુણ મળ્યા હતા . કદાચ એમાં ઉપર વાળા નો કોઈ સંકેત હશે પણ બીજી બાજુ મિત પાગલ થઇ રહેલ . એ દિવસ રાત ફક્ત કવિતા માટે જ પ્રાર્થના અને દુવાઓ કરતો હતો .બંને એક થઇ જાય પણ આખરે પ્રેમ માં નસીબ જોઈએ જે મિત ને હતું જ નહીં. હવે રાજ અને કવિતા એક બીજા ની નજીક આવતા હતા.
રાજ ને કવિતા અને મિત ની ખબર પડી અને એણે મિત ને કોલ કરીને મળવા બોલાયો. રાજે બધી વાત કરીકે કવિતા એનો પહેલો પ્રેમ છે અને એના માટે ભવિષ્યના પ્લાન પણ કરેલ છે સાથે સાથે એના ફાધર ને ૨ એટેક આવી ગયા છે અને જો કવિતા નહીં મળે તો કદાચ એ જીવી નહીં શકે. મિત ભલે ગમે તેવો હોય પણ ફેમિલી એની કમજોરી હતી અને એ સારી રીતે જાણતો કે પહેલો પ્રેમ કેટલો મહત્વનો હોય છે જો ના મળે તો આખી જિંદગી બેરંગી થઇ જાય છે. મિત અંદર થી સામસામી ગયો અને એણે એક વચન આપી દીધી કે કવિતા અને તું આ વીક માં જ સગાઇ કરશે. મિત નું વચન એટલે વચન.
આ બાજુ મીતે કવિતા નું દિલ તોડવા એક પ્લાન બનાવ્યો .પ્લાન મુજબ કવિતા ને મિત પણ શક થાય અને જો એ શક હકીકત માં ફેરવાય તો આ બંને નું બ્રેકઅપ કંફર્મ છે પણ આખરે મીતે કવિતા, રાજ અને એમના પેરેન્ટ્સ તથા ફેમિલી માટે કવિતા નું દિલ તોડવા નું નક્કી કર્યું. આખરે કવિતા નું દિલ તૂટ્યું અને આ બાજુ મીતે કહ્યું કે તને તો રાજ પણ છે શું ખબર તું પણ અને એમ કહીને એણે રાજ પાસે મોકલી અને રાજે મિત નો આભાર માન્યો આ બાજુ બંને એ ૨ દિવસ માં જ ગોળધાણા કાર્ય અને આ બાજુ મિત બધી રીતે તૂટી ગયો. એનો પ્રેમ ફરી એક વખત અધૂરો રહ્યો.
આ બાજુ મિત તૂટી ગયેલ પણ કઈ રસ્તો નહોતો . કવિતા પણ હવે મિત ને નફરત કરી રહેલ પણ એણે અંદર થી મિત પર ભરોસો હતો કે આવું તો એ ન જ કરે પણ હવે એના અને રાજ ના બંને ના ગોળધાણા પણ થઇ ગયા પણ મિત નું શું. શું મિત અને કવિતા એક થશે કે મિત તૂટી ગયો છે અને કદાચ એની લાઈફ પણ ટૂંકાવી નાખશે. રાજ અને કવિતા ની લવસ્ટોરી જીતશે કે પછી મિત ની શ્રદ્ધા અને મંદિરોએ જઈને માંગેલ ભીખ , એ મોડી રાતે પણ બ્રહ્માંડ માં એણે મંગાવી શું એ હરિ જશે કે મારા મહાદેવ કઈ કરશે? કદાચ અત્યારે આનો કોઈ જવાબ નહીં પણ ટૂંકસમય માં પણ પ્રાર્થના કરજો કે જે પ્રેમ માટે લોકો મંદિરો માં જઈને પણ માંગે અને રાત્રે પણ એણે જ માંગે એણે આ પ્રેમ મળી જાય કેમકે અધૂરો પ્રેમ માણસ ને જીવાડે તો છે પણ એનો આત્મા કાઢી લે છે
આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment