મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૮ - ૦૨ નવેમ્બર ૨૦૨૪
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૪ ના નવીન નવેમ્બર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે ગુજરાતી નવા વર્ષ સાથે દિવાળી ના દિવસો આગળ વધી રહ્યા છે ત્યારે આપ સૌ ને દિવાળી ના પર્વ અને આજ ના બેસતાં વર્ષ ના રામ રામ અને નૂતન વર્ષાભિનંદન . આશા છે કે આ દિવાળી માં આપ સૌ આપના પરિવારજનો સાથે કુશળ મંગલ હશો અને પ્રકાશપર્વ ની ઉજવણી કરતા હશો. હવે બહુ સમય ના લેતા આગળ વધીએ
લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે હું ફર્સ્ટ બન્ક મારીને સોમવાર ની સવારે સ્કૂલ ગયેલ થોડો ડર પણ હતો અને થોડો સંકોચ પણ . ભગવાને બચાવી લીધો અને હું નીકળી ગયો અને આખા દિવસ માં કઈ જ ના થયું અને મેં થેન્ક ગોડ કહ્યું. કહેવાય છે જે મજા બગડવામાં છે એ સુધારવામાં ક્યાં થી? હવે મને એક નવું તોત ચડેલ હું ફરી મનમાં આગળ કોઈ દિવસ બન્ક મારવાના પ્લાન બનાવ લાગ્યો. એક પછી એક દિવસો પસાર થઇ રહેલ અને ધીમે ધીમે માં જગદંબાની આરાધના ના દિવસો અવાના હતા તો બીજી બાજુ એ રિઝલ્ટ પણ .
સુખ અને દુઃખ એક સિક્કા ની બે બાજુ છે એમ જ નવરાત્રી અને એની જોડે રિઝલ્ટ . સ્કૂલ નવી , ફિલ્ડ પણ નવું અને એમાં નવા નિયમો. અહીં રિઝલ્ટ જોવા વાલીઓ એ ફરજીયાત જઉં પડે કોઈ પણ બહાના ના ચાલે. આખરે રિઝલ્ટ નો એ દિવસ આવી ગયો અને મારે મમ્મી પપ્પા જોડે રિઝલ્ટ જોવા જવાનું હતું. પહેલા સંકેત નું રિઝલ્ટ જોવા ગયો એ તો ઓલ્વેઝ દર વખત ની જેમ ફર્સ્ટ જ આવેલ અને આખી સ્કૂલ માં એનું નામ થઇ ગયેલ એના માટે પણ બધું નવું જ હતું તો પણ એ ફર્સ્ટ આવેલ અને એના ક્લાસ ટીચર તો એના પર ફિદા થઇ ગયેલ મને અને મમ્મી ને પણ અનેરો આનંદ થયો. હવે મારો વારો હતો.
અમે મારા ક્લાસ માં પ્રવેશ્યા અને મારા બધા પેપર લીધા ઓવરઓલ તો બધે સારું હતું ૭૦ અરાઉન્ડ પણ ઇકો માં આપણે માંડ માંડ કાચબા ગતિ એ નીકળેલ અને ધાર્યા કરતા એકાઉન્ટ માં પણ લો હતા એટલે આમ તો સારો સ્કોર હતો પણ ધાર્યા જેટલો નહીં. મમ્મી એ ક્લાસ ટીચર ને કહ્યું કે એકાઉન્ટ અને ઇકો માં બહુ લો છે અને ક્લાસ ટીચરે એટલું જ પૂછ્યું કે ટ્યૂશન જાય છે બસ અહીં મારી ફાટી પડી. પણ તોય ઘીના થામ માં ઘી ભળી ગયું . ફર્સ્ટ ટાઈમ મને લો રિઝલ્ટ થી પણ કોઈ ફેર નહોતું અને નસીબ જોવો એટલું લો રિઝલ્ટ તોય પણ ક્લાસ માં ટોપ ૧૦ માં મારુ નામ હતું મને હજી પણ એ વિશ્વાસ નહીં થતો કે હું હોશિયાર હતો કે ઠોઠ ના ક્લાસ માં. બધું જ એક ફિલ્મ જેવું લાગી રહેલ
હવે ગરબા ટાઈમ એક નવો જ અધ્યાય શરૂ થવાનો હતો. ઘણું બધું અજાણતું થઇ રહેલ પણ લાઈફ માં નવી કિક મળવાની હતી. નવરાત્રી નો પહેલો દિવસ નીચે મલ્લા માતા ની ઉજવણી અને એની પૂજા નો સમય, આરતી ને થાળ પત્યા પછી અમે પ્રસાદ લઇ ને જતા હતા ત્યારે એક મિત્ર એ કહ્યું મને કે ભાઈ બધા માં ભળવાનું મજા આવશે. મને એ ડાયલોગ જુના દિવસો યાદ અપાઈ ગયા કેમકે હું મારા પોતાથી જ ખોવાયેલ હતો અને મને અહીં કદાચ નવી કિક મળી હું મારી લાઈફ ના નાના નાના પ્રસંગો માં અને નાની વાતો માં પણ જીત અને ખુશી શોધવા લાગેલ.
નવરાત્રી માં આ ટાઈમે મણિયારા ના પાસ પણ મળેલ અને હવે તો એમાં જઉં પણ હતું. અને ત્યાં મારો આ ભાઈ જેવો મિત્ર પણ મળ્યો અને ધીમે ધીમે હું ફરી પાસ્ટ ની ગુડ મેમરીઝ લેવા લાગ્યો.પણ એકાદ વીક માં મને ફરી એ જૂનો આઘાત યાદ આવા લાગેલ આમ તો ઘણું કરવું હતું પણ તોય જાણે નહીં કેમ આ દિલ બહુ ડરતું હતું અને હવે નવરાત્રી પુરી થઇ ને દિવાળી ના દિવસો આવાની તૈયારી હતી.
આમ તો દિવાળી પ્રકાશ પર્વ છે પણ એ સમયે બા ના અવસાન પછી ની પ્રથમ દિવાળી હોવા થી અમારે નહોતી મનાવાની અને એમાં પણ કઈ એવું થયું હતું જેને આખો ઉત્સાહ તોડી નાખેલ. એ શું હતું એ જોઈશું આવતા મહિને આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment