લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૬ - ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૪
હેલો મિત્રો કેમ છો બધા? આજે સપ્ટેમ્બર ૨૦૨૪ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. લાસ્ટ યર આજ દિવસે રાધા કૃષ્ણ નો દિવસ એટલે કે જન્માષ્ટમી હતી અને આજે પણ એક ખાસ પવિત્ર દિવસ એટલે કે ભાદરવા સુદ ચોથ એક બાજુ રામાપીર ની નવરાત્રીના પવિત્ર અને ભક્તિ ના દિવસો તો બીજી બાજુ આજે ગણપતિ બાપાનું આગમન થઇ રહ્યું છે તો રામદેવ પીર અને ગણેશ જી આપ સૌની બધી મનોકામના પૂર્ણ કરે અને દરેક કર્યો માં સફળતા મળે એવી શુભેચ્છાઓ સાથે આગળ વધીયે
કવિતા એક મોડર્ન ફેમિલી માં ઉછરેલ થોડી સંસ્કારી તો બીજી બાજુ અમીરો સાથે ઉછરેલ એટલે થોડી ઘમંડી અને સાથે રૂપવાન તો થોડું અભિમાન પણ ખરું. કોર્પોરેટ કંપની માં જોબ કરે અને ત્યાં જ આપણો હીરો એટલે કે મોહન એન્ટ્રી મારે છે. મોહન નો એક લંપટ મિત્ર અને કવિતા એક બીજા ના ઘર થી નજીક રહેતા તો નોર્મલ વાતચીત થાય પણ ખાસ ફ્રેન્ડશીપ નહીં. એક દિવસ આ મિત્રે મોહન ને કહ્યું તારા માટે જો આ પરફેક્ટ છે આમિર પણ અને સુંદર પણ . મોહને કવિતા ને સાઈડ થી જોઈ ને ના કઈ દીધું.
કદાચ આ ટાઈમ મોહન ખોટો હતો એને એ ખબર પણ નહોતી કે જેના માટે એનો મિત્ર ૨ મહિના થી કેહતો હતો એને ફર્સ્ટ ટાઈમ માં જોઈને ના કીધી વિધાતા એની જોડે જ એને પ્લાન કરી રહેલ છે પણ હવે શું . પણ વિધાતા એ જેને અત્યાર સુધી જોયા નહોતા એને વારંવાર એકબીજા ની સામે લાવ્યા. અને સડન્લી એક કોમ્પિટિશન દરમ્યાન મોહને કવિતા ને શુભેચ્છા મેસેજ કર્યો એને જ નહી પણ દરેક પ્રતિસ્પર્ધી ને કરેલ કેમકે મોહન દિલ નો સાફ અને ખેલદિલી વાળો હતો. અને ખાસ તો એ રિયલ નેટવર્ક માં માનતો હતો. તો આ સમયે બધા સાથે એ મિત્ર કરવા માંગતો પણ વિધતા ની કસોટી જોવો. કવિતા સિવાય બધા જોડે એની મિત્રતા થઇ ગઈ.
હવે આને થોડું આકર્ષણ થયું કવિતા ને ૨-૩ ટાઈમ સારા મોકા ની તલાશ માં એને મેસેજ કર્યો પણ કવિતા નો કોઈ રિસ્પોન્સએ નહીં કેમકે કવિતા આને ઓળખતી જ નહીં એક વાર બંને મળ્યા અને નોર્મલ મોહને કહ્યું કવિતા ? મારે કામ છે તમારું એક મિનિટ આવું પણ પછી અચાનક મોહન વાતો માં જતો રહ્યો અને કવિતા ત્યાં જ રહી પણ પછી મોહને એને પાછો મેસેજ કર્યો કે સોરી હું મળ્યા વગર ગયો મારે તમારું કામ છે અને થોડો ટાઈમ જોઈએ છે મળવું છે પણ કવિતા એ એને ના કઈ દીધું ગુસ્સા માં કેમકે એને ખબર પડી ગઈ કે આ એજ હરામી છે જે એને મેસેજ કરતો હતો ને કદાચ એને મન માં ખોટી ધારણા બાંધી લીધી હશે.
આ બાજુ મોહન ને ફર્સ્ટ ટાઈમ કોઈએ ના કીધું હશે કોઈ કામ માટે તો એક બાજુ એને ગુસ્સો પણ આવ્યો અને દિલ થી વિચાર્યું તો એને પોતે જ રોન્ગ લાગ્યો હવે મોહન એ કવિતા ને જોવાનું બંધ કરી દીધું અને એના થી દૂર જવા લાગ્યો પણ ક્યાં સુધી? મોહન જેટલો દૂર જતો એટલો જ એ એની નજીક આવી રહેલ . આ બાજુ કવિતા પણ એને જોતી અને ઇગ્નોર કરતી પણ આખરે વિધાતા ના લેખ એમને નજીક લાવી રહેલ . બંને ફરી વાર મળ્યા આ ટાઈમે મોહન એ એને ઇગ્નોર કરી અને કવિતા ને ખોટું લાગ્યું પણ ફરી મુલાકાત થઇ રહી હતી મોહન એ સ્માઈલ કરી અને સોર્રી કહ્યું કે એ દિવસે મારો કોઈ રોન્ગ ઈંટેંશન નહોતો પણ જો તમને ખોટું લાગ્યું હોય તો પ્લીસ માફ કરજો અને સડન્લી કવિતા ને પણ આના માટે ની લાગણી બહાર આઈ અને કહ્યું કે આપણે મળી શકીયે થોડી વાર માટે?
અહીં થી બંને ની કહાની શરુ થઇ અને બંને કેન્ટીન માં જ મળવા લાગ્યા અને એકબીજા ની જોડે દોસ્તી થઇ અને ટૂંક સમય જ પ્રેમ થયો અને બંને લગ્ન ના બંધન માં પણ બઁધાઈ ગયા. કહેવાય છે ને કોઈ ને દિલ થી માંગો તો એ મળે જ છે. બસ અહીં મોહન અને કવિતા એક થઇ ગયા મહાદેવ જી આવા હઝારો ને મેળવે એવી પ્રાર્થના સાથે આજે અહીં છૂટા પડીયે.
આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment