લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૫ - ૧૦ ઓગસ્ટ ૨૦૨૪



હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓગસ્ટ ૨૦૨૪ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. એમાં પણ આપ સૌનો પ્રેમ હોય અને એમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે પ્રેમ એક નવા જ રંગરૂપ ને લઇને આવે છે કેમકે વિશ્વ ની સૌથી બેસ્ટ ૨ લવસ્ટોરી એટલે કે મહાદેવજી અને રાધા-કૃષ્ણ ની લવસ્ટોરી અને એના મહિમા નો દિવસો. શ્રાવણ મહાદેવ ને રીઝવવાનો મહિનો તો એમાં જ જન્માષ્ટમી નો પવિત્ર દિવસ.


આજે એક નાની ઝલક જોઈએ વિશ્વ ની સૌ પ્રથમ લવસ્ટોરી કે જેમણે પ્રેમ તો કર્યો પણ લોકો ને પ્રેમ ની એક નવી રીત આપી . પ્રેમ માં એક બીજાની લાગણી વ્યક્ત કરી એક બીજા માટે ઝઝૂમવા અને એક બીજા ની ખુશીઓ માટે ના ત્યાગ અને બલિદાન ની ભાવના સમજાવી. શિવ ક્યારેય એકલા ના હોય શિવ અને શક્તિ હંમેશા જોડે જ આવે. શિવ નું નામ લઈએ ત્યારે અચાનક જ મોઢા માંથી પણ શક્તિ નીકળે પણ આ શક્તિ એટલે કોણ? કેમ શિવ એટલે કે જગત ના દેવો ના પણ દેવ એવા મહાદેવ પણ શક્તિ વિના અધૂરા રહ્યા.


શક્તિ એટલે સતી. રાજા દક્ષ ની પુત્રી દક્ષની . જેના જન્મ પહેલા થી જ દક્ષ અને શિવ બંને એક બીજા ના દુશમન અને જેમ જેમ આ સતી મોટા થતા ગયા તેમ દક્ષે મહાદેવ પ્રત્યે આમને પણ નિંદા અને નફરત જગાવી પણ પ્રેમ તો એકદમ પારદર્શક અને નિસ્વાર્થ હોય છે સમય જતા આ બંનેમાં પણ પ્રેમ થયો મહાદેવ તો પહેલા જ જાણતા હતા પણ સતી પણ ધીમે ધીમે એમના માં જોડાયા પણ આ વાત દક્ષ ને ના ગમી તેમણે શિવ નો બહિષ્કાર કર્યો શિવ ને પોતાના જમાઈ તરીકે પણ સ્વીકાર્ય નહીં અને પોતાના ઘરે આમંત્રણ પણ ના આપ્યું


સતી પોતાના પતિ એટલે કે મહાદેવ થી ઝગડી ને પોતાના પિતા ને ત્યાં ગયા પણ ત્યાં પોતાના પતિ એટલેકે એમના અર્ધ નારેશ્વર પ્રત્યેના નફરત જોઈને એમને મનમાં જ અફસોસ થયો પોતાના પતિ ની બેઈજ્જત જોઈને તેઓ મનમાં સમસામી ગયા અને તેઓ ખુબજ ક્રોધ માં આવી ગયા અને પ્રલયકારી સ્વરૂપ લઇ લીધું અને તેઓ એ આત્મવિલાપ કર્યું અને શિવ ને આ વાત ની જાણ થતા જ તેઓ ખુબ ગુસ્સા માં આવી ગયા આખું બ્રહ્માંડ પણ તેમના પ્રકોપ ને શાંત કરવા અસમર્થ હતું તેઓ દોડતા સતી ને ઘરે ગયા અને એમને પોતાના હાથ માં લઈને ખુબ રડ્યા અને બીજી બાજુ એમના આ પ્રકોપ માં ઘણા લોકો ત્રસ્ત થઇ ગયા પણ પ્રેમ તો એમનો પણ સાચો હતો.


પ્રેમ માં જો કોઈ માટે રડી તો એમને પણ રોવું પડે. અને પ્રેમ ની સાચી મજા તો મળવા કરતા વિરહ અને કોઈ ની રાહ જોવા માં છે અને આ માટે જ શિવ ની આ જ અધૂરી લવસ્ટોરી બીજા જન્મે પણ અવિરત રહે છે અને પાર્વતી સ્વરૂપે આજ સતી ફરી જન્મ લે છે અને બીજા જન્મે એમની જોડે લગ્ન કરે છે અને આ જ જોડી અર્ધનારેશ્વર બનીને જગત ને પ્રેમ ની રીત શીખવે છે અને એ પછી તો લવગુરૂ કૃષ્ણ સાક્ષાત પ્રેમ ની રીત અને પ્રેમ નો મહિમા સમજાવા અવતાર લે છે અને લોકો ને પ્રેમ કરતા તો પ્રેમ નો અર્થ સમજાવે છે .


આજે ફક્ત આ દિવ્ય ભગવાન કે જેઓ સાક્ષાત પ્રેમ ની શોધ કરી અને લોકો ને પ્રેમ ની સમજ આપી તેમને દિલ થી વંદન અને હર હર મહાદેવ , ૐ નમઃ શિવાય અને રાધે રાધે .


આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

 

 

  

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments