મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૫ - ૦૩ ઓગસ્ટ ૨૦૨૪


હેલો કેમ છો મિત્રો ,૨૦૨૪ ના અફલાતૂન ઓગસ્ટ  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા?  ઓગસ્ટ આમ તો તહેવાર નો મહિનો છે એટલે કે રજા નો મહિનો અને આપણા પ્રિયજન સાથે નો સમય વિતાવવા નો મહિનો. આપ સૌને આવનાર તહેવારો ની ખુબ શુભેચ્છાઓ અને આવનાર મહિને એટલે કે પવિત્ર શ્રાવણ માં મહાદેવ આપ સૌની બધી મનોકામનાઓ પૂર્ણ કરે એવી આશા સાથે મહાદેવ હર.


લાસ્ટ ટાઈમ જોયેલ કે મારી નવી સ્કુલ શરુ થઇ ગયેલ અને મારે હવે સ્ટડી પર ફોક્સ કરવાનું હતું. અને સાથે સાથે બીજા માંથી મન કાઢવાનું હતું. નવા મિત્રો પણ બનાવના હતા અને લાઈફ ની નવી એક શરૂઆત કરવાની હતી. આ કદાચ મારી લાઈફ નો સૌથી બેસ્ટ ટાઈમ હતો કેમકે બધું ગુમાવી ને નવી દોડ હતી , ઘણા સપનાઓ  તૂટી પડેલ અને સપનાઓ કરતા પણ વધુ હું તૂટી પડેલ અને હવે ઉભા થવાનું હતું મારા પોતાના માટે, મારા પોતાના લોકો માટે પણ કહેવાય છે ને લોકો પણ ઉગતા સૂરજ ને પૂજે છે હું તો જાતે જ અસ્ત થઇ ગયેલ એક હારેલ યોદ્ધા ની કોઈ કદર નહીં કરતુ. મન ના એક ખૂણે હજુ પણ એ તૂટેલા સપનાઓ પડ્યા છે તો બીજી બાજુ મન હારીને બેથેલ. નવા લોકો , નવી જગ્યા અને નવા વાતાવરણ માં મારે સેટ થવાનું હતું અને હું એજ પ્રયાસ માં લાગેલ.


મારા માટે સૌથી મોટો પડકાર હવે શરુ થતો હતો એક ગુંડારાજ માં એ શરીફાઈ સાથે આગળ વધવાનું . બધા એક બીજા ના પગ ખેંચે ત્યાં હું મારા મિત્રો બનાવ નીકળેલ પણ અઘરું હતું કેમકે એ સમયે હું બધું હારીને બેથેલ તો મન માં જ હું મૂંઝાઈ રહેલ પણ જે જંગ માં લડવાની કોશિશ કરે એને તો સાક્ષાત કૃષ્ણ પણ સાથ આપે અને હું આ જંગ માં ઉતરેલ રોજ કોઈ નવા મિત્રો બનવા મથી રહેલ અને ધીમે ધીમે એકાદ વીક માં ૪-૫ નવા મિત્રો બનાયા પણ એ સેલ્ફ કિક નહોતી મળતી. જ્યાં બધું જ કઈ શકીયે. 


બીજી બાજુ કોમર્સ લઈને બેઠેલ તો ત્યાં પણ ફોક્સ કરવાનું હતું. ઈકો અને બોમ મારી લાઈફ ના સૌથી મોટા બૉમ્બ હતા. જે ગમે ત્યારે ફૂટીને મારી લાઈફ ને ત્રસ્ત કરે એમ હતા.આ બધા ની સાથે મારી લાઈફ આગળ વધી રહેલ ઉપર થી તૂટેલ સપનાનો ભાર અને પારિવારિક જવાબદારી માં પણ હવે ખરું ઉતરવાનું હતું. હું રોજ નવી હિંમત સાથે દિવસ શરુ કરી રહેલ અને સાંજ થતા હું ક્યાંક થાકી જતો હતો તો ક્યાંક મારી હિંમત. પણ હાર્યા વગર હું એક  લડવૈયા ની જેમ રોજ તૈયાર રહેતો. ક્યારેક કચાટ મને તો ક્યારેક પરાણે પણ હું ફરી જીવન ના જંગ માં લડી રહેલ.

 

તમને શું લાગે છે આમાંથી બહાર આઇશ? કેટલો ટાઈમ જશે. આ જવાબ આવતા મહિને મળશે. આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

 

 

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

 

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

 

 

 

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments