મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૬ - ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૪
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૪ ના સોલિડ સપ્ટેમ્બર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું . કેમ છો બધા ? ઓગસ્ટ પછી ના બધા મહિના આમ તો તહેવાર ના જ છે . ઓગસ્ટ માં શ્રાવણ હોય અને એ પછી સપ્ટેમ્બર માં મોસ્ટલી ગણેશ જી ના અને રામદેવ પીર ની નવરાત્રી ના પવિત્ર દિવસો અને એ પછી ઓક્ટોબર માં દિવાળી અને માં આદ્યશક્તિ જગદંબા ના મહિમા ના પવિત્ર દિવસો . આપ સૌ ને આ પવિત્ર દિવસો માં ખુબ શુભેચ્છાઓ અને આપ સૌ ને ભગવાન ના ખુબ આશિર્વદ મળે એવી શુભેચ્છાઓ અને પરમાત્મા ને પ્રાર્થના . હવે આપણે જ્યાંથી અટકેલ ત્યાં થી શરુ કરીયે . લાસ્ટ ટાઈમ જોયેલ કે હું કઈ રીતે કોમર્સ ના મધદરિયે જવા નીકળેલ અને ધીમે ધીમે કિનારે થી દૂર નીકળી રહેલ . સ્કૂલ ચાલુ થયેલ ને ૨ વીક થવા આવેલ પણ મારા મગજ માં હજી એકલતાનું જંગલ હતું . આ જંગલ માં જયારે આગ લાગે ત્યારે દાવાનળ ફાટે પણ એ બધા થી ઉપર એક દિવસ સાંજે અમે ઘોડાસર ગયા એ કમાલ ની સાંજ હતી . ધીરે ધીરે મારા ...