લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૪ - ૧૩ જુલાઈ ૨૦૨૪

 


 

હેલો મિત્રો કેમ છો બધા? આજે જુલાઈ ૨૦૨૪ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. એમાં પણ આપ સૌનો પ્રેમ હોય અને એમાં જુલાઈ વરસાદ નો મહિનો ચાલી રહ્યો છે ત્યારે વરસાદ ની મીઠી લહેર સાથે પ્રેમ ની પણ મીઠી લહેર જોડાઈ તો મજા જ કઈ અલગ હોય છે.

 

રાજવીર એક દ્બન્ગ પોલીસ ઓફિસર જેના નામ થી જ લોકો માં ફફડાટ મચે. એમાં પણ એ એના બુલેટ પર સવાર થઇ ને નીકળે એટલે દૂર દૂર સુધી આરોપીઓ દેખાય નહીં. ક્રાઇમ ને ઝીરો કરવામાં એક માત્ર નામ એટલે કે રાજવીર. પોતાની વર્દી માટે જાન  લેનાર અને જાન આપનાર.

 

ઈશા એક ચંચળ અને કોમળ સાથે સાથે માસૂમ છોકરી. જેના ચેહરા અને દિલ માં થી જ એ માસૂમિયત દેખાય. કહેવાય છે વિધાતા પહેલેથી જ લેખ રહીને રાખે છે બસ નિયતિ એક ચોક્કસ સમયે એમને મેળવી દે છે એમાં પણ એવું જ કઈ થાય છે

 

ઈશા સિટી મોલ માં શોપિંગ કરી રહેલ અને અચાનક અમુક ગુંડાઓ એની છેડતી કરે છે અને આ સમયે રાજવીર ત્યાં પહોંચે છે. રાજવીર કોઈ પણ સ્ત્રી ને છેડતી કરનાર ને તરત સજા આપતો એ પણ મોત. મોલ માં ઈશા ને રડતી જોઈને રાજવીર વચ્ચે પડ્યો અને પકડ્યા કે ભાઈ શું થયું કેમ તમારી બહેન ને રડાવો છો. ગુંડાઓ એ કહ્યું એ હીરો સાઈડ માં જા નહીં તો મોંઘુ પડશે , રાજવીર કહ્યું કે મને એમ પણ સસ્તું પસંદ નહીં ત્યાં જ એક ગુંડા એ રામપુરી કાઢીને એના ગળા પર મુકવા ગયો પણ રાજવીરે એ જ સમયે એ રામપુરી થી એનું ગળું કાપી નાખ્યું . આખો મોલ ચક થઇ ગયો અને હવે એક્શન શરુ.

 

રાજવીરે બે-ચાર જન ને ત્યાં જ પટક્યા અને હવે આ બધા નો સરદાર ભાગ્યો પણ ત્યાં જ રાજવીરે સેકન્ડ ફલૂર થી કૂદ્યો અને પકડી ને એને પણ એરેસ્ટ કર્યો અને બીજા ની બોડી પોસ્ટમોર્ટમ માં મોકલી. આ બધું જોઈને ઈશા બેહોશ થઇ ગયેલ અને એને પણ હોસ્પિટલ લઇ જવાઈ અને બીજી બાજુ ન્યૂઝ માં રાજવીર અને ઈશા છવાયેલ હતા . રાજવીર ને સિટી સુરક્ષા માં એવૉર્ડ આપ્યો પણ ઈશા હાજી ડઘાયેલ હતી પણ બીજી બાજુ એના મન માં આ હીરો છવાયેલ હતો. તો રાજવીર ને પણ ઈશા નો એ માસૂમ ચહેરો ગમી ગયેલ.

 

રાજવીર ને કામ માં ઈચ્છા જ ન થાય અને એ આખરે ઈશા ને મળવા એને ઘરે ગયો આ બાજુ ઈશા પણ એને જોઈને સ્તબ્ધ થઇ ગઈ અને બંને ની આંખો એક બીજા ને જોઈ રહેલ. આ બન્ને એક બીજા ને જોઈ ને જ પ્રેમ કરી બેથેલ અને આખરે ઈશા ના મમ્મી પપ્પાએ એને પોતાનો જમાઈ બનવાની વાત કરી પણ રાજવીરે કહ્યું કે એ અનાથ છે પણ વચન છે કે ઈશા ને કોઈ તકલીફ નહીં આવે. અને બસ બંને એ વિધાતા ના લખેલ લેખ ને નિભાવી ને આગળ વધ્યા. બંને ના મેરેજ થયા અને થોડા જ સમય માં એક વીર પુત્ર ને જન્મ આપ્યો અને આજે પણ બન્ને ખુશ છે .

 

આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments