મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૪ - ૦૭ જુલાઈ ૨૦૨૪

 


 

હેલો કેમ છો મિત્રો ,૨૦૨૪ ના જબરદસ્ત જુલાઈ ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા?  વખતે જુલાઈ ની શરૂઆત માં એટલે કે આજ નો પવિત્ર દિવસ  ભગવાન શ્રી જગન્નાથ ની રથયાત્રા છે તો જબરદસ્ત થઇ ગયો સાથે બીજી વાત કે મહિને મારી ફિલ્મ ૨૬ મી જુલાઈ ના રોજ રજુ થાય છે તો જબરદસ્ત થઇ ગયો સાથે વરસાદ ની મીઠી લહેર પણ ઘણું યાદ અપાવી જાય છે તો બીજી ઘણી મીઠી યાદો છે. હવે આપણી સ્ટોરી ને આગળ વધારીએ .

 

લાસ્ટ ટાઈમે જોયેલ કે કઈ રીતે એક નવી સફર શરુ થયેલ પણ સફર ગુજરાતી ની સફર શરુ થશે કે અંગ્રેજી સફર જોવાનું હતું. આખરે કોમર્સ લઈને હું નવા રસ્તે નીકળી પડેલ રસ્તે પડવાનું તો ઘણું હતું પણ શીખવાનું પણ ખુબ હતું, પડવાનું એટલે કે જ્યાં મન ના હોય ત્યાં જઈએ તો પડે બસ હું પણ છેલ્લા વર્ષ થી સાયન્સ ના સપના જોઈ રહેલ અને અચાનક કોમર્સ જોઈન કરેલ.

 

હવે કોમર્સ તો લઇ લીધું પણ હું બેલેન્સ શીટ મેળવીશ કે મને જોવાનું હતું, કોમર્સ નો પહેલો દિવસ નવી સ્કૂલ , બધું નવું અને ટાઈમે તો મારા મન ની હાલત ના લીધે એક સાઇલેન્ટ બોય તરીકે મેં એન્ટ્રી લીધી પણ અહીં તો રોજ એક ન્યુ જંગ શરુ થવાની હતી . પ્રથમ દિવસે સ્કૂલ માં ગયો અહીં પ્રેયર પણ સ્વામિનારાયણ ની હતી અને એક લેક્ચર પછી ઘરે જવાનું હતું. કેમકે દિવસે ફક્ત ઓનબોર્ડ હતું પ્રોપર સ્કૂલ નેક્સટ વીક થી શરુ થવાની હતી.

 

હવે દિવસે તો અડધો કલાક માં ઘરે જવા નીકયળો. એક રીતે મજા આઈ કે વાહ પણ જંગ તો હવે શરુ થવાની હતી. ઘરે આઈને બૂક્સ તો લઇ આયો પણ કાલા અક્ષર ભેંસ લાગી રહેલ. હવે ધીમે ધીમે ભણવા પણ ફોક્સ કરવો હતો પણ કેમ કરું ખ્યાલ નહોતો આવતો. બીજા વીક ની શરૂઆત થવાની હતી પણ પહેલા મારે મારી જાત ને માટે તૈયાર કરવાની હતી પણ મન અને દિલ હજી પણ જુના વિચારો લડી રહેલ.

 

મન ને ફોક્સ કાર્ય પછી પણ જૂની જગ્યે જઈ રહેલ પણ તોય મારે આગળ ના ભવિષ્ય ને જોવાનું હતું પણ હવે મન અને દિલ માં કોઈ રેસ ભણવાને લઈને નહોતી . પાસ થવાનું મન માં હતું કેમકે બધા થી નફરત થઇ ગયેલ પણ બીજી બાજુ પણ હતું કે જો નહીં માર્ક્સ આવે તો એમ.સી. માં એડમિશન કોણ આપશે અને શું હું કોમ્પ્યુટર એન્જીનીર બની શકીશ કે નહીં ? સવાલો ઘણા પણ જવાબ એક પણ નહીં. બધા સવાલો ના ઝંઝાવાત માં હું બહાર નીકળવાના બદલે ફસાઈ રહેલ અને ઉપર થી અંદર જઈ રહેલ.

 

તમને શું લાગે છે આમાંથી બહાર આઇશ? કેટલો ટાઈમ જશે. જવાબ આવતા મહિને મળશે. આવતા મહિના  સુધી આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

 

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

 

 

 

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments