લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૩ - ૦૮ જૂન ૨૦૨૪



હેલો મિત્રો કેમ છો બધા? આજે જૂન ૨૦૨૪ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. એમાં પણ આપ સૌનો પ્રેમ હોય અને એમાં જૂન વરસાદ નો મહિનો ચાલી રહ્યો છે ત્યારે બધા જ વરસાદ ની રાહ જોવે છે પણ વરસાદ આ વખતે જાણે થપ્પો રમી રહ્યો છે ત્યારે વરસાદ થી શરુ થયેલ એક નવીન લવસ્ટોરી ને યાદ કરીયે


લવ આપણી કહાની નો હીરો કદાચ જ કોઈ હશે જે આના થી નારાજ હોય બાકી તો બધા જ આને પ્રેમ કરે અને ના પણ કેમ કરે એ હતો પણ એવો જ જાણે કે હરતું ફરતું મસ્તી નું ઉપવન. જેને પણ દુઃખી જોવે તરત જ એના મગજ નો એક જાદુગરી આઈડ્યા કાઢે અને તરત સામે વાળા ના ચહેરા પણ ખુશીઓ લાવી દે. એક બાજીગર જે દરેક જગ્યે જીતે જ. પણ આ લવ એના નામ ની જેમ પ્રેમ ની રમત નો બાદશાહ. દરેક પ્રેમ માં નબળા વ્યક્તિ ને મદદ કરે અને પ્રેમ ની પાઠશાળા ના સ્કોલર બનાવે.


વરસાદ નો એ દિવસ અને આ રોજિંદી મસ્તી માં જ બસ સ્ટેન્ડ પર ઉભો રહેલ ત્યાં જ અચાનક ધોધમાર વરસાદ શરુ થયો અને એકદમ પરી જેવી છોકરી આવી વ્હાઇટ ડ્રેસ માં જાણી લો કે સાક્ષાત પરી જ . લવ ની નજર આના પર પડી  અને એ જોતો જ રહી ગયો. બધા વરસાદ માં ભાગી રહેલ અને કોઈ છત શોધી રહેલ ત્યારે આને વરસાદ ની એક એક બૂંદ ને પોતાના માં ભરવું હતું.લવ ની નજર માં પ્રથમ વખત કોઈ જાદુ કરી રહેલ એટલા માં લવ ની બસ આઈ પણ એ ત્યાં જ ઉભો રહીને એને જોતો હતો પણ આ શું બસ જાય અને એ એને જોવે એ પહેલા જ આ ગાયબ


પણ લવ ની નજરે આ ચડી ગયેલ એ આંખો બંધ કરે તો પણ એને એજ દેખાય. જાણે કે પહેલી નજર નો પ્રેમ. થોડી વાર માં બીજી બસ આવી અને એ એમાં ચડ્યો પણ એની નજરો સામે એ હસ્તી કૂદતી છોકરી જ દેખાય, આખરે કોણ હતી એ જેને લોકો ના મન માં રાજ કરનાર ના દિલ પર જાદુ કરેલ અને એને પાગલ કરેલ. હવે લવ ને ચેન નહોતું એ બીજા દિવસ ની રાહ જોતો હતો.


બીજા દિવસે સેમ ટાઈમે એ ત્યાં ગયો કોલેજ પતાવી ને અને ત્યાં ઉભો રહ્યો પણ એ છોકરી ના દેખાઈ , કોલેજ માં પણ એ સમ રહેવા લાગ્યો મસ્તી નું ઉપવન જાણે કોઈ ગમ માં હોય એમ લાગતું આખી કોલેજ આનું કારણ શોધી રહેલ આખરે લવ ના ગ્રુપ માં આ વાત લવે કઈ અને બધા એને અભિનંદન કહી રહેલ અને એ છોકરી ને શોધવા લાગ્યા.


હવે લવ ની જોડે એના મિત્રો પણ બસ સ્ટેન્ડ પર ઉભા રહ્યા પણ અઠવાડિયા સુધી એ ના આવી આખરે કોલેજ પછી એક દિવસ આ લોકો ચા અને મસ્કાબન ખાવા ગયા ત્યાં આ છોકરી ફરી દેખાઈ અને લવ ફરી સુન થઇ ગયો.એને જોઈને એના મિત્રો સમજી ગયા કે આજ છે એમની ભાભી. એને લવ ને કહ્યું કે ભાઈ તે તો અપ્સરા શોધી છે. આખરે લવને પણ હિંમત આવી અને એ આ છોકરી ની નજીક ગયો એક વાત કહેવાનું રહી ગયું લવ માટે ફક્ત ૩૦૦ સેકન્ડ જરૂરી છે કોઈને પણ જોડે દોસ્તી કરવા બસ આજ જાદુ એનો રાધિકા પર પણ થઇ ગયો. રાધિકા એટલે આ અપ્સરા. હવે બંને દોસ્ત થઇ ગયા અને લગભગ રોજ બંને આ ટાઈમે ચા અને મસ્કાબન પર મળવા લાગ્યા.


ધીરે ધીરે બંને નજીક આવ્યા અને બંને ને એકબીજા માટે લાગણી થઇ અને બંને ને પ્રેમ પણ થયો પણ વિધાતા ને કઈ અલગ જ મંજુર હતું રાધિકા એ કહ્યું કે તું મારો પહેલો અને છેલ્લો પ્રેમ હોઈશ , હું ઈચ્છીશ કે આપણે હંમેશા જોડે રહીયે પણ આ નહીં થાય કેમકે મારી પાસે મારી જિંદગી ફક્ત ૧ મહિનો જ છે મને બ્લડ કેન્સર છે. અને કદાચ આ સાંભળી ને જ લવ ના પગ નીચે થી જમીન જતી રહી લોકો ને હસાવનાર અને લોકો ની તકલીફ દૂર કરનાર પાસે આનું કોઈ જ સોલ્યૂશન નહોતું બંને એક બીજા ને વળગી ને ખુબ રડ્યા અને આ એક મહિનો બંને એ લાઈફ ને ખુબ જીવી અને આખરે એક મહિના પછી રાધિકા આ દુનિયા છોડી ને ગઈ અને લવ ને એકલી મૂકી ને ગઈ.


લવ આજે પણ લોકો ને હસાવે છે પણ એનું દિલ આજે પણ રાધિકા માટે જ છે અને એકાંત માં રડી પણ લે છે તો મિત્રો આ હતી આ વખત ની અધૂરી લવસ્ટોરી ફરી મળીશું આવતા મહિને એક નવી લવસ્ટોરી સાથે.


આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


 


 


 


 


 


ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial


 


 


 


ટિવટર : https://twitter.com/ManthanVThakkar


 


 


 


ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments