મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૩ - ૦૧ જૂન ૨૦૨૪
હેલો કેમ છો મિત્રો ,૨૦૨૪ ના જોરદાર જૂન ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? જોરદાર જૂન એટલે કે જૂન માં ઘણી નવી શરૂઆત થાય . સ્કૂલ અને કોલેજ માં નવા સત્ર ની શરૂઆત , ઘણા નવા મિત્રો પણ આ ટાઈમે બને અને લાઈફ માં આ શરૂઆત ની જોડે જ બીજા પણ ઘણા નવા સંકલ્પ ની શરૂઆત થાય સાથે જ વરસાદ ની પણ શર્રત થાય અને વરસાદ ની નવી શરૂઆત , મીઠી મહેક અને આ બધા ની જોડે કઈ નવી લવસ્ટોરી પણ શરૂઆત થાય પણ અત્યારે હવે આપણી આ સ્ટોરી ને આગળ વધારીએ .
લાસ્ટ ટાઈમે જોયેલ કે કઈ રીતે હું તૂટી પડેલ અને બધા ના સમજાવ્યા પછી પણ હું સમજી નહોતો શક્યો. મગજ અને દિલ બંને કઈ અલગ દિશા માં જઈ રહેલ અને આ બંને ની વચ્ચે મારી જંગ ચાલુ થઇ ગયેલ. બીજા દિવસે સાંજે મામા પણ આવેલ ઘરે એ પણ મને એમની રીતે સમજાવી રહેલ પણ હું કઈ સમજી શકું એ હાલત માં જ નહોતો તો બીજી બાજુ મને હવે મારા પોતાના પર જ વિશ્વાસ નહોતો રહ્યો . દિવસો આમ જ પસાર થઇ રહેલ અને બીજી બાજુ જીવન વધુ જ કઠિન થઇ રહેલ પણ હવે સમજવાનું મારે હતું.
લગભગ એકાદ વીક પસાર થઇ ગયું અને હવે સ્કૂલ ની શરૂઆત થવાની હતી તો મેં પણ એડમિશન પ્રોસેસ માટે ચાલુ કર્યું પણ હું હજી પણ ખુબ જ કન્ફ્યુઝ હતો કે શું કરું શેમાં એડમિશન લઉ પણ
કઈ જ સમજ નહોતું આવતું. જેમતેમ કરીને સ્કૂલ પહોંચ્યા અને પછી પણ આજ કન્ફ્યુંસન ને લઈને મેં સાયન્સ અને કોમર્સ ના બંને ના ફોર્મ ભર્યા અને ઘરે આવ્યા કેમકે મેરીટ લિસ્ટ બે દિવસ પછી લાગવાના હતા. હવે ૨ દિવસ નો રાહ જોવાતી હતી.
આખરે ૨ દિવસ પછી અમે સ્કૂલ ગયા અહીં જોયું તો મારુ નામ બંને મેરીટ લિસ્ટ માં હતું. સાયન્સ અને કોમર્સ . કોમર્સ માં ટોપ ૫ માં અને સાયન્સ માં પણ ફર્સ્ટ મેરીટ લિસ્ટ માં જ લગભગ ૧૫ મુ નામ હશે આ જોઈને પપ્પા એ થોડી હિંમત આપતા કહ્યું પણ હવે મારી લાઈફ ને મારે કઈ નવું આપવું હતું અને સાયન્સ થી દૂર જવાનું મેં વિચાર્યું અને કોમર્સ લીધું. કોમર્સ ઇઝી તો નહોતું પણ લાઈફ ને કઈ બાજુ લઇ જાઉં એ પણ નહોતો સમજી શકતો . આખરે કોમર્સ લીધું અને વિચાર્યું કે હવે અહીં થી જ નવી સફર શરુ કરું.
એ સમયે મને અનિલ કપૂર ની ફિલ્મ નું ગીત યાદ આવી રહેલ કે જિંદગી હર કદમ એક નયી જંગ હૈ પણ બીજી બાજુ વિચારેલ કે એ જ અનિલ કપૂર બોલે તો જક્કાસ પણ કહે છે તો બસ મારે પણ આ જંગ માં ઉતરી ને મારી લાઈફ ને હવે જક્કાસ બનાવી છે અને મેં આગળ ની જર્ની શરુ કરી. પણ આ સફર મારા માટે એટલી સરળ નહોતી ઘણું સહન કરવાનું હતું તો ઘણું બદલાવવાનું પણ હતું અને અહીં થી શરુ થવાની હતી મારી લાઈફ ની એક નવી દિશા. પણ એ બધું આવતા મહિને.
આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment