મારુ મન તારું થયું

 


૨૦૨૪ ના શરૂઆત થી ગુજરાતી ફિલ્મ નો જયારે રાફડો ફાટી નીકળ્યો હોય એમ લાગે છે અને અલમોસ્ટ તમે જોશો તો એવરી વીક ઓછા માં ઓછી એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે જયારે શુક્રવારે તો ગુજરાતી ફિલ્મ રિલીઝ થઇ ખરેખર જોઈએ તો ખુબ ગર્વ ની લાગણી થાય અને બીજી બાજુ જયારે સારી ફિલ્મો એક સાથે અથડાય અને એમને ક્યારેક શૉ ના મળે અથવા તો શોર્ટ ટાઈમ માં ફિલ્મ ને ઉતારી લે ત્યારે દુઃખ થાય. પણ વાત કરીયે શુક્રવાર ની રિલીઝ થયેલી ફિલ્મ જિમ્મી ઇન્સ્યોરન્સ , મારુ મન તારું થયું , s2g2. આમ તો MMTT ને પણ M2T2 કઈ શકાય પણ બને ત્યાં સુધી ફૂલ ફોર્મ લઈએ. આમ તો બંને  s2g2 અને મારુ મન તારું થયું માં લવસ્ટોરી એક કોમન પોઇન્ટ છે પણ અત્યારે વાત કરીયે મારુ મન તારું થયું.

 

રિલબૂક ફિલ્મ્સ ના બેનર માં તૈયાર થયેલી ફિલ્મ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ અને એન્ટરટેઇન છે. પણ ફર્સ્ટ નજરે જોઈએ તો આજે બધી ફિલ્મ જયારે કલાક માં પૂર્ણ થઇ જાય ત્યારે ફિલ્મ :૩૦ કલાક ની છે માયનસ પોઇન્ટ લાગે પણ જેવી ફિલ્મ શરુ થાય અને પતે ત્યાં સુધી ઓડિયન્સ ને જે રીતે જકડી રાખે છે કે એક પળ માટે પણ ના લાગે કે ફિલ્મ પુરી રીતે માયનસ પોઇન્ટ કઈ ના શકાય.

 

ફિલ્મ ના પ્રોડ્યૂસર રૂપેશ મેહતા , ચેતન ભગુ અને રવિ પટેલ ઇન્ડસ્ટ્રી ના નવા એક્કા સાબિત થશે. કેમકે એક પ્રોડ્યૂસર તરીકે ગુજરાતી ફિલ્મ ને બનાવી રિસ્ક માં લોકો દરે છે પણ આમણે નાની નાની વાત માં દિલ થી પૈસા ખર્ચી ને ફિલ્મ ને દિલ થી બનાઈ છે . સ્ક્રીન પર જોઈએ તો લાગે ૧૦ મિનિટ નો સીન્સ છે પણ દસ મિનિટ નો સીન્સ કેટલો મોંઘો હોય છે કદાચ ઓડિયન્સ ને ખ્યાલ પણ ના આવે.

 

સિદ્ધાર્થ ત્રિવેદી એમને રોમિયો રાધિકા ફિલ્મ થી ઓળખું છું પણ કદાચ ફિલ્મ ને લઈને એમને ફર્સ્ટ ટાઈમે મળ્યો. મળ્યો ત્યાં સુધી મારા મગજ માં એમને લઈને ઘણા સવાલ હતા કે કેવા માણસ હશે પણ મળ્યા પછી એક પણ મિનિટ એવું ના લાગે કે કોઈ અજાણ વ્યક્તિ છે. એવું  લાગે કે આપણા પરિવાર ના છે અને કદાચ વાત એમની ફિલ્મ ને યાદગાર બનાવે છે કેમકે આટલી મલ્ટીસ્ટારકાસ્ટ ને લઈને ગુજરાતી ફિલ્મ બનાવી એમાં પણ ઘણા સિનિયર કલાકારો અને બધા પાસે થી અનએક્સપેકટેડ તો ઘણા લોકો ને પોતાના વ્યક્તિત્વ થી અલગ કામ કરવું ઘણું અઘરું કામ હોય છે જે આમણે બહુ સુંદર રીતે પાર પડ્યું છે. ફિલ્મ ને ડિરેક્ટ જે રીતે કરી છે આપણે ભૂલી જઇયે કે આપણે ફિલ્મ જોઈએ છે પણ લાગે કે આપણી આસપાસ ની ઘટના છે. હેટ્સ ઓફ સિદ્ધાર્થ ભાઈ

 

ભરત ચાવડા આમના વિષે અગાઉં પણ મેં ઘણું કહ્યું છે પણ આમ કઈ હટકે છે છેલ્લે એક લવસ્ટોરી તરીકે હૂં તારી હીર અને હવે મારુ મન તારું થયું જે રીતે પ્રેમ ની પ્રસ્તુતિ કરી છે અમેઝિંગ. શુભારંભ , તંબુરો , છૂટી જશે છક્કા , તારી માટે વન્સ મોર અને સિવાય પણ ઇન્ડિયન ટેલિવિસન માં સ્ટાર પલ્સ . સોની ટીવી , કલર્સ પર ઘણા રોલ પ્લેય કર્યા પણ આમાં ઓમ નો રોલ ખુબ વાસ્તવિકતા રજુ કરે અને ખાસ કરીને આજે જયારે લોકો ને સ્ટડી કે જોબ માટે ઇન્ડિયા છોડી ને બહાર જાઉં છે ત્યારે વ્યક્તિ પોતાના દેશ પ્રેમ ને રજુ કરે છે ફોરેન માં ભણીને પણ પોતાના લોકો માટે કઈ કરવા માંગે છે , પ્રેમ માં કુરબાની આપે છે. અને ઘણી એવી વાતો જે ફિલ્મ જોયા પછી તમને મજા આવશે.

 

હિના જયકિશન એટલે કે હિના વરદે જે કદાચ લાસ્ટ એક વર્ષ માં ખુબ જાણીતું નામ થઇ ગયું કેમકે ભાગ્યે કોઈ એક્ટ્રેસિસ આટલી ફિલ્મો આપી હશે. કચ્છ એક્સપ્રેસ, મીરા , કઈ દે ને પ્રેમ છે, વેલકમ પૂર્ણિમા , નાસૂર અને ઘણી ફિલ્મો અને આમાં તો એક દબંગ ગર્લ . એની એન્ટ્રી રોયલ એન્ફિલ્ડ થી થાય પોળ ની ગલીઓ માં પવન ની જેમ બુલેટ પર નીકળે અને એન્ટ્રી પર ડાયલોગ પણ એવો છે કે જાણે પોળનું ધબકતું હ્ર્દય એટલે વેદિકા. આખી પોળ ને પોતાની કરીને ચાલે. જે એક્ચ્યુઅલ પોળ કલચલ રજૂ કરે છે.

 

રાહુલ રાવલ આની કોઈ ઓળખાણ ની જરૂર નહીં . ગુજરાતી રંગમંચ હોય કે ફિલ્મો માં છેલ્લો દિવસ, શું થયું , વાંધા વિલાસ અને બીજી ઘણી ફિલ્મો માં તમે જોયા હશે. પણ એક વાત કરીશ કે જેવો રોલ છેલ્લો દિવસ માં હતો ને એવો સીધો સાદો વ્યક્તિત્વ રિયલ લાઈફ માં છે પણ ફિલ્મ માં બહુ અલગ રોલ પ્લેય કર્યો છે ઓલ્વેઝ ગુસ્સા માં , પાર્ટી અને હેન્ગઆઉટ અને બાપ ના પૈસે જલસા કરવા , પોતાના દેશ માં કામ ના કરવું અને બહાર જઈને કમાવાની ઘેલછા બહુ પ્રોપર રજૂ કરે છે.

 

મુકેશ રાવ જો બેકા , દાવ થઇ ગયો યાર અને સિવાય ઘણી ફિલ્મ માં જોયા. પણ એમની એક વસ્તુ ઓલ્વેઝ ગમે અને છે એમનું કોમિક ટાઈમિંગ. આમાં સરળ સંવાદ ને અલગ થી કોમેડી પાંચ આપ્યા છે અને ચિકા ના રોલ માં હિટ સાબિત થાય છે.

 

સિવાય સપોર્ટિંગ માં મિત્રેશ વર્મા સિદ્ધાર્થ અંકલ તરીકે , ભારત ઠક્કર મનુ માસા તરીકે , કોમલ પંચાલ વેદિકા ના મમ્મી , અતુલ લાખાણી વેદિકા ના મામા, કિન્નલ નાયક લતા માસી ,પરેશ શુક્લ રાજ ના પપ્પા , વિશ્વ સુથાર કિંજલ તરીકે જેને અગાઉં સોરઠ ની મિસિસ સિંઘમ માં જોયેલ પણ આમાં અલગ રીતે છે , ઉર્વશી ગોલતર ખુશી તરીકે ,મેઘ ગજ્જર જીગી , રશ્મિ જી દિવ્યાબેન ના રોલ માં દરેક કલાકારે પોતાના રોલ ને બહુ મહેનત ની નિભાવેલ છે.

 

ફિલ્મ ની સ્ટોરી છે સંજય પ્રજાપતિ જેને લગભગ દરેક સબ્જેક્ટ પર ફિલ્મ લખી છે અને એક ઉત્તમ સ્ટોરી આપે છે ખાસ કરીને આમાં વન લાઈનર્સ અને વચ્ચે વચ્ચે મરીઝ અને બીજી અન્ય શાયરી દમદાર રીતે રજૂ કરી છે મારી ફેવરિટ મરીઝ સાહેબ ની લાઈન % કાફી છે મોહબબત માં બાકીના ૯૯% ખર્ચી નાખ હિંમત માં. .લિરિક્સ મિલિન્દ ગઢવી ના છે . મ્યુઝિક દર્શન શાહ નું છે જે એક અલગ વાઈબ્સ ફીલ કરાવે છે. સિનેમેટ્રોગ્રાફી રૂપાંગ આચાર્ય ની છે અને એડિટિંગ માં પાર્થ ભટ. બંને લોકો અમદાવાદ અને ખાસ કરીને પોળ ને રીતે રજૂ કરી છે વર્લ્ડ હેરિટેજ સીટી ની એક્ચ્યુલ ઓળખ લોકો ને ફિલ્મ થી મળશે. કોરીઓગ્રાફી રિધમ ભોજક ની છે અને પોસ્ટર ડિઝાઇન અજય ચાંચડીયા જે લગભગ ૧૦૦ થી ૯૦ ફિલ્મો ના પોસ્ટર કરે છે. અને રવીશ જૈન પ્રોડક્શન મેનેજર . ફિલ્મ ના સ્ટાર્ટિંગ થી લઈને પ્રીમિયર ના પ્લાન , માર્કેટિંગ સ્ટ્રેટેજી અને અન્ય બાબતે પણ રવીશ જૈન ની મહેનત મેં પોતે જોઈ છે. સો હેટ્સ ઓફ ટૂ ઓલ ટીમ મેમ્બર્સ.

 

સોન્ગ્સ ટોટલ છે એમાં વિદાઈ ટાઈમનું છે અને અન્ય લવ વાઈબ્સ ના છે એમાં મારુ ફેવરિટ વરસાદી સોન્ગ જેના પર ઓલરેડી સોકલાલ મીડિયા માં ઘણી રીલ્સ બની ચુકી છે.

 

ફિલ્મ ના ઓવરઓલ વાત કરીયે તો પોળ નું શૂટિંગ , મ્યુઝિક અને સ્ટોરી મેચઅપ આઉટસ્ટેન્ડિંગ .વન લાઈનર્સ અગેઇન રોક ટૂ સ્ક્રિપ્ટ, સૌથી ફેવરિટ થીંગ સપ્તપદી ના સાત વચન નો અર્થ પણ સમજાયો છે બધા પલ્સ પોઇન્ટ છે ફિલ્મ ના તો મારી દરેક ગુજરાતી ને એક રિકવેસ્ટ એમાં પણ ખાસ અમદાવાદી ને કે આપણી પોતાની ફિલ્મ છે તો જરૂર જોવા જાવ. તમને જેવી પણ લાગે તમારો રીવ્યુ ચોક્કસ શેર કરો.

 

 

Comments