લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૨ - ૧૧ મે ૨૦૨૪



હેલો મિત્રો કેમ છો બધા? આજે મે ૨૦૨૪  નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. એમાં પણ આપ સૌનો પ્રેમ હોય અને એમાં પણ આ વિકેન્ડ બહુ જ  ખાસ છે કેમકે ગઈકાલે ૩ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઇ એમાં થી ૨ લવસ્ટોરી છે બહુ જલ્દી એનો રીવ્યુ પણ લખીશ પણ અત્યારે શરુ કરીયે આપણી આજની લવસ્ટોરી.


રાજ આપણી લવસ્ટોરી નો હીરો. લોકો ના દિલ ની ધડકન. તમને યાદ જ હશે એને પોતાના મિત્ર ને ખુબ મદદ કરેલ અને એનો મિત્ર જેને પ્રેમ કરતો હતો એણે એને કહેલ કે તું તને જે હેલ્પ કરે છે એને લઇ ને આવ અને એ લવસ્ટોરી ત્યાં થી જ અટકી ગયેલ બસ આજે એ જ સ્ટોરી ને આગળ લઇ જવી છે. 


રાજ હવે રાહુલ ને મદદ કરવાની ના પાડે છે કેમકે એ પોતે સમજી ગયેલ કે પ્રિયા ને રાજ પર શક છે અને જો આ જ શક હકીકત માં ફેરવાઈ ગયું તો કદાચ રાજ ની જિંદગી દાવ પર આઈ જશે. મિત્ર ની મદદ કરતા પોતે અસંખ્ય વખત ભરાયેલ પણ આ વખતે પરિસ્થિતિ કઈ જુદી જ હતી. કદાચ આ જ વાર્તા નો એક અલગ ટર્નિંગ પોઇન્ટ હતો જે બધા ને અલગ લઇ જશે. પણ રાજે પ્રિયા જોડે વાત કરવાનું બંધ કરી દીધું બીજી બાજુ રાહુલ અને પ્રિયા પણ છુટા પડી ગયા કેમકે પ્રિયા કોઈ જવાબ જ નહોતી આપતી. અને રાજ અને રાહુલ ની મિત્રતા પણ તૂટી ગયેલ . 


રાજ ને ખુબ દુઃખ થઇ રહેલ પ્રિયા અને રાહુલ માટે પણ હવે એ જગ્યે ઉભો હતો કે ત્યાં થી એ કોઈ પણ દિશા માં પગ મૂકે તો એના માટે મોત જ હતું. જાણીલો કે એ મધદરિયે ઉભો છે અને આગળ જહાજ ડૂબી રહ્યું છે . રાજ અને પ્રિયા ની વાતો પણ બનધ થઇ ગઈ પણ રાજ ના મન માં ખુબ જ પસ્તાવો હતો કે શું થશે આગળ પણ એ પ્રિયા ની સામે જવાથી પણ ડરતો હતો. બીજી બાજુ રાજ ના મિત્રો એને કઈ રહેલ જે થયું એ ભૂલી જા અને પ્રિયા ને તારી કરી લે.


રાજ બસ રોજ પ્રિયા ને જોઈ રહેલ પણ એની સાથે વાત કરતા પણ ડરતો હતો. લગભગ એક મહિનો આમ ચાલ્યું અને આની પછી ૧ એપ્રિલ નો એ દિવસ બંને ને થોડો નજીક લાયો. બંને એક બીજા ને જોઈ રહેલ અને પ્રિયા એ આંખો થી એની જોડે વાત ચાલુ કરી. રાજ ના મન માં એક સાથે ઘણા ઘોડા દોડ્યા પણ આખરે એની હિંમત ના થઇ. એ પછી રાજ અને પ્રિયા બંને એક બીજા ને જોઈ રહેલ. વારંવાર બંને એક બીજા ને જોઈ ને વાત કરવા માંગતા પણ કોઈ પહેલા નહોતું કરતુ. 


આખરે એક વીક પછી ખુબ હિંમત સાથે રાજે વાત કરવાનું વિચાર્યું અને આ બાજુ પ્રિયા એ પણ એને સ્માઈલ આપી અને રાજ એના પર મોહી ગયો અને વાત કરવા ની કીધું પણ એ એટલો મોહી ગયેલ કે રાજ બીજા મિત્ર જોડે વાત કરતો ચાલ્યો ગયો અને કદાચ કલાક પછી રાજ ને યાદ આવ્યું અને એણે પ્રિયા ને ઓફિસ ના સ્કાઇપ માં હૈ કરીને મળવા બોલાવી પણ પ્રિયા નું રિએક્શન કઈ અલગ જ હતું એને ના પડી દીધી આ બાજુ રાજ ના છક્કા છૂટી ગયા. એ સમજી નહોતો શકતો કે શું થઇ રહ્યું છે. એ આખો દિવસ એના જ વિચારો માં રહ્યો અને તાવ પણ આઈ ગયો.


આખરે ૨ દિવસ પછી રાજ ના બર્થડે પર પ્રિયા નો મેસેજ આયો અને હવે રાજ ગુસ્સા માં હતો એણે અજાણ્યા જેવું બિહેવ કર્યું અને અલગ થયો. એને બ્લોક પણ કરી. પણ પછી થોડો ગુસ્સો શાંત થતા એ ધીમો પડ્યો અને અનબ્લોક કરી અને એને માફ કરી પણ હવે રાજ એની જોડે કઈ વાત કરવા નહોતો માંગતો પણ પ્રિયા એની પાછળ પડેલ એ વારંવાર એની પાછળ લાગેલ. એ ઓફિસ  માં વાત નહોતી કરી શક્તિ પણ વૉટ્સએપ પર વાત કરતી અને પર્સનલ મળવા માંગતી. પણ રાજ એને ઇગ્નોર કરતો.


આખરે વિકેન્ડ માં જબરદસ્તી પ્રિયા રાજ ના હેન્ગઆઉટ પ્લેસ પર ગઈ અને રાજ ને દબોચીને અલગ લઇ ગઈ અને રોઈ અને કહ્યું કે એ રાજ ને પ્રેમ કરે છે રાજ ને ફરી તાવ ચડ્યો એને રાજ ને કહ્યું કે એ એને ક્યારની લાઈક કરે છે ક્યારની એને કેહવા માંગતી પણ એ રાહુલ ને હેલ્પ કરતો હતો તોય એ ચૂપ રહી એને ગુસ્સો હતો કે પોતે રાહુલ ને મારા માટે પસંદ કરે.  એક બાજુ એને એની આ ખુમારી ગમી તો બીજી બાજુ ગુસ્સો પણ આવેલ. અને આખરે પ્રિયા એ રાજ પાસે પોતાના પ્રેમ નો જવાબ માંગ્યો આ બાજુ રાજ દુવિધા માં હતો કેમકે એનો પાસ્ટ એને યાદ કરાવી રહેલ કે એ જેને પ્રેમ કરે છે એ મરી જાય છે અને હવે રાજ પ્રિયા ને ગુમાવા નહોતો માંગતો રાજ માટે પ્રિયા એક મિત્ર જ હતી પણ એને ક્યારેય પ્રેમ વળી લાગણી નહોતી થઇ અને જો લાગણી વિના મન જોડાય તો પ્રેમ કેમ કહેવાય. બસ એવું જ કઈ ચાલી રહેલ રાજ ના મન માં.


તમને શું લાગે છે રાજ નો શું હશે જવાબ. રાજ હા કેહ્શે કે ના. કે પછી પ્રિયા નો પ્રેમ પણ એક બનાવટી છે કે એની કોઈ ચાલ છે? સવાલો ઘણા છે પણ ફરી એક વખત આ અધૂરી સ્ટોરી ને આગળ રાજ ના જવાબ ની રાહ માં છોડીયે.


તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી , આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

 

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments