મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૨ - ૦૪ મે ૨૦૨૪



હેલો કેમ છો મિત્રો ,૨૦૨૪ ના મહા મેં  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? મહા મેં હા આમતો સ્કૂલ લાઈફ માં આ મહિને વેકેશન હોય તો એમ જ મહા થઇ ગયો પણ આ ટાઈમે આજ મહિના માં સૌથી અગત્યનો તહેવાર એટલે કે લોકશાહીનો તહેવાર છે. તો મહા મતદાન ના પર્વ ને લીધે મહા મેં . આજ ની વાત શરુ કરતા પહેલા મારી આપ સૌ મિત્રો ને એક નમ્ર વિનંતી કે આ લોકશાહીના પર્વ ને આપ સૌ ઉજવો. આપ આપનો વોટ જરૂર આપ ના યોગ્ય ઉમેદવાર ને આપો અને બોગસ મતદાન થી દેશ ને બચાવો


લાસ્ટ ટાઈમે આપણે જોયેલ કે મારી લાઈફ માં ફરી એક મોટું તોફાન આવાનું હતું જે મને અલગ જ દિશા માં લઇ જવાનું હતું. અને એ ધીમે ધીમે મારી નજીક આવી રહેલ. બા ની બધી મૃતક વિધિ પતિ ગયેલ અને હવે જૂન ની સ્ટાર્ટિંગ થઇ રહેલ. બસ ૨ દિવસો જ બાકી હતા મારા બોર્ડ ના રિઝલ્ટ ના ઘણી આશાઓ અને ઘણા સપના સાચા થવાના હતા.  એક બાજુ ખુશી હતી તો બીજી બાજુ ગમ પણ . આખરે એ દિવસ આઈ ગયો આખા ફેમિલી માં મારા વિજયનાદ ની રાહ જોવાઈ રહેલ અને હું પોતે પણ મારા સપના ને સાચા જોવાની રાહ જોઈ રહેલ. સવાર થી સર્વર બીઝી હતું બહુ ટ્રાઈ પછી પણ મારુ રિઝલ્ટ નહોતું આવતું.


આ બાજુ બીજા બધા પણ મોબાઈલ થી અને લેપટોપ થી મચી પડેલ. ત્યાં જ યુ.એસ.એ. થી માસી ને મળ્યું અને એણે ફોન કરીને જણાવ્યું અને એક જ પળ માં મારા બધા સપનાઓ તૂટી ગયા. ડિસ્ટિંકટ તો કર્યું પણ ૯૦ ના ૭૫ માં જ અટકી ગયો. મેથ્સ માં છતી ઠોકીને સ્યોર હતો કે ૧૦૦ પુરા ત્યાં ૯૭ જ, હું શ્વાસ વગર જીવી રહેલ પૂતળું બની ગયેલ. મને નહોતી ખબર કે શું આ સાચું છે કે સપનું, મારી સાથે મારા પરિવાર માં પણ બધા ને ઝટકો લાગેલ અને મારા એક જ પળ માં બધા જ સપનાઓ તૂટી ગયેલ. પગ નીચે થી જમીન પણ ખસી ગયેલ. હું ફક્ત રડી રહેલ અને મને શાંત કરી રહેલ મમ્મી પપ્પા દાદા . દાદા મને શાંત કરવા મારા માટે એક ગિફ્ટ અને મીઠાઈ લઈને આવેલ પણ હું તો હારી ગયેલ. સમજી નહોતો શકતો કે મારી જીતેલ બાજી એક જ પળ માં કઈ રીતે હાર માં પલટાઈ ગઈ.


મેં ફરી દાદા ના વોડાફોન નમ્બર થી ટેક્સ્ટ કરીને મારા રિઝલ્ટ ને ચેક કર્યું પણ સેમ જ . હું બધું બાજુ થી તૂટી ગયેલ ત્યાં જ બોબી આયો હસતો કૂદતો કે પાસ થઇ ગયો અને ચેતન પણ એને મારાથી ૨% વધુ હતા એ ખુશ હતો પણ હું હજી રડી રહેલ મને એને અને એની બહેન એ  શાંત કરવાનો પ્રયાસ  કર્યો કેમકે મારે સ્કૂલ માં પણ હાર્ડકોપી લેવા જવાનું હતું પણ હું એક જીવતા શબ ની જેમ ફરી રહેલ. સ્વામિનારાયણ પાર્ક માં ઘુસ્તા જ લોકો મને કોંગ્રેટ્સ કરી રહેલ પણ હું તો તૂટી ગયેલ. કોઈને મોં બતાવા નહોતો માંગતો ત્યાં જ મયુર સામે આવ્યો મને ઉંચકી લીધો અને થેંક્યુ ના નાદ લગાવી રહેલ કે દોસ્ત તું ના હોત તો હું પાસ જ ના થાત એ ખુબ ખુશ હતો પણ હું ફરી તૂટી ગયેલ. એની ખુશી માં પણ હું સામેલ ના થઇ શક્યો કે ના હું એને કોંગ્રેટ્સ કરી શક્યો એક પળ માં જ મારુ બધું ખતમ થઇ ગયેલ. 


સ્કૂલ રિઝલ્ટ લીધા પછી પણ ઘણા મને થેન્ક્સ કઈ રહેલ અને મને અભિનંદન પણ હું નિશબ્દ હતો. મારા શબ્દ ને કોઈ વાચા જ નહોતી. મન માં જ હું મારી જાત ને કોશી રહેલ. શું થશે આગળ , મારા અધૂરા સપના અને ઘણી બધી વાતો એક સાથે મારા મન માં ચાલી રહેલ. આની સાથે સ્કૂલ લિવિંગ સર્ટી પણ લેવાનું હતું હું એટલો ડીપ્રેસ્સ હતો કે મને જાણ જ નહોતી કે મારુ અગાઉ થી જ લઇ લીધેલ અને હું ૩૦ મિનિટ લાઈન માં ઉભો રહ્યો અને ત્યાં પણ ક્લાર્ક સાથે ઝઘડ્યો. પણ ત્યાં મારી સાથે ઉભા રહેવા ઘણા હતા બધા મારા પક્ષમાં બોલવા લાગ્યા કેમકે હું ત્યાં એક બાદશાહ હતો. જે લોકો ના દિલ જીતી ને ઉભેલ પણ પોતાની નજર માં જ હારી ગયેલ. એ પછી બધા એક બીજા ને મળી રહેલ , મને લોકો સામેથી મળવા આવી રહેલ પણ હું તો પોતાથી જ હારેલ હતો જેની સાથે આખી દુનિયા હોવા છતાં જ એ હારી ગયેલ. મારી આંખો માં હું ફક્ત પાણી ને રોકી ને બેઠેલ પણ અંદર થી આખો દરિયો વહી રહેલ. કદાચ લાસ્ટ ૪ મહિના માં આ વધુ એક ઝટકો હતો.


હવે બધા ને મૂકીને હું એકલો જ ચાલી રહેલ પણ કહેવાય છે ને કે અમુક કહાની ભગવાન લખે છે મારી કહાની પણ એ લખી રહેલ એને એ સમયે મારા પર વિશ્વાસ હતો કે આ દર્દ થી જ હું કઠણ થઈશ પણ હું તો મારી જાત ને અરીસા માં પણ નજર નહોતો મિલાવી શકતો. હું બધી જ બાજુ થી તૂટી ગયેલ. લોકો જશ્ન માનવી રહેલ પણ હું બધું જ હારી ગયેલ. એક બાજુ લોકો મને અંદર થી આશીર્વાદ આપી રહેલ તો બીજી બાજુ હું ફક્ત મારી જાત અને મારા નસીબ ને દોષિત ગણતો હતો. પણ એમાં વાંક તો મારો જ હતો.બસ ફક્ત એક કાયર ની જેમ મારા નસીબ ને દોષિત ગણી રહેલ. મારી લાઈફ ના એક નવા વળાંક સામે હું મજબુર હતો મને નહોતી ખબર કે શું થશે ભગવાન પર થી પણ ભરોસો ઉઠતો હોય એમ લાગતો હતો તોય ભગવાન મને સ્માઈલ આપી રહેલ.


જેમ તેમ કરીને ઘરે આવ્યો અને પરિવાર ના મનાવા થી થોડો સ્વસ્થ થઈને હું જમીને સુઈ ગયો. પણ સાંજે ઉઠી ને ફરી એજ વિચારો મને કોરી ખાતા હતા. આજે પણ લખતા મારી સામે એ ઘટના આવતા હું રડી રહ્યો છું અને બીજી બાજુ મારી એ મૂર્ખતા પર હસી પણ રહેલ છું. સાંજે અર્પણ સરે એક કરિયર સેમિનાર રાખેલ હું ગયો પણ મારી અંદર જવાની હિંમત જ ના થઇ અને હું બહાર રહ્યો બીજા મિત્રો જોડે. બધા ને ઝટકો પણ લાગેલ તો અમુક ખુશ પણ હતા કે  સારું આ આગળ ના વધી શક્યો. મને પૂછતાં કે સાયન્સ મેં કીધું હવે હું સાયન્સ નહીં કરી શકું. મને કે સાયન્સ માં તારે સારા માર્ક્સ છે અને તું સ્કોલર છે થાય એવું તો પણ એનો અર્થ એ નહીં કે તું હારી જાય. મેં કીધું ના મારે એમ.સી.એ કરવું છે મને તો અર્થ પણ નહોતો ખબર મેં તો અંધારા માં તિર મારેલ. પણ કદાચ ભગવાને એ જ સમયે તથાસ્તુઃ કીધું હશે. લગભગ ૧૨ વાગે મિટિંગ પતિ મમ્મી પપ્પા એ કીધું કે કેમ ના આયો મેં કીધું મૂળ નહોતો. અર્પણ સારે પણ મને સમજાવ્યો પણ હું તૂટીને બેઠો હતો અને પછી ઘરે આઈને સુઈ ગયો અને બીજા દિવસ થી એક ન્યૂ જંગ શરુ થવાની હતી.


આગળ ની મારી લાઈફ રોજ એક નવી ચેલેંજ સાથે આવાની હતી જે મને સાવ તોડી નાખશે અને હારેલ બાજી ફરી જીતવા ઉભો કરશે પણ એ બધું આવતા મહિને. 


આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments