લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૧ - ૧૩ એપ્રિલ  ૨૦૨૪

 


 

હેલો મિત્રો કેમ છો બધા? આજે એપ્રિલ ૨૦૨૪  નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. એમાં પણ આપ સૌનો પ્રેમ હોય અને આપણે લવસ્ટોરી ને ૫૦ એપિસોડ પુરા કરીને ૫૧ માં આગળ વધી રહેલ હોય , એપ્રિલ એક ઉજવણી નો મહિનો છે મારા અને મારા પરિવાર માટે એમાં આપ સૌનો પ્રેમ વધારો કરી રહ્યો હોય ત્યારે દિલ થી આપસૌ નો હું આભારી છું  અને વર્ષે આપણું SGMF વર્ષ પૂર્ણ કરી રહ્યું છે તો જશ્ન માં આપસૌ નો સાથ ખુબ મહત્વનો છે પણ હવે વધુ ટાઈમ ના લેતા આગળ વધીએ .

 

અર્ચન એક ધાર્મિક નામ પણ ક્યારેક ભગવાન તો કયારેક રાક્ષસ નું રૂપ લઈલે પણ મિત્રો માટે હંમેશા કૃષ્ણ ની જેમ મહાભારત કરી લે તો દરેક જગ્યે પોતાનો એક પરિવાર બનાવી લે અને એના જીવન ની સૌથી મોટી ભૂલ અને સફળતા પણ . બીજી બાજુ કવિતા એક ફ્રીડમ ગર્લ ડાન્સિંગ એની હોબી અને બાળપણ થી એના સ્કૂલ , કોલેજ અને અન્ય જગ્યે ડાન્સ માં ખુબ આગળ.ડાન્સ ની કોઈ પણ કોમ્પિટિશન હોય એમાં પાર્ટ લે .

 

સમયચક્ર બંને ને એક કોર્પોરેટ વર્લ્ડ માં લઇ આવેલ. અર્ચન એની ધૂન અને એના સ્વભાવ મુજબ દરેક જગ્યે બધા ને ફેમિલી બનાવી દે. અને લીધે ધીમે ધીમે કોર્પોરેટ વર્લ્ડ ની ન્યુ જગ્યે પણ બધા એના ફેમિલિ બનવા લાગ્યા. અને બીજી બાજુ એના એક મિત્ર એને મજાક માં કવિતા બતાઈ કે જો સારી છોકરી છે તું વિચાર કઈ તારા માટે બધી રીતે પરફેક્ટ છે પણ આને નજર અંદાજ કરી. અને થોડા સમય માં એક ડાન્સ કોમ્પિટિશન આઈ એમાં કવિતા ટોપ માં હતી અને કદાચ અર્ચન નું ધ્યાન પણ એના પાર પડ્યું અને એણે એક સામાન્ય રીતે એને શુભેચ્છા આપી સ્કાયપે પર. બાજુ કવિતા ને પણ સારું લાગ્યું પણ પછી બંને નો કોન્ટેક્ટ છૂરી ગયો.

 

વાત આમ ચાલત પણ અર્ચન ની ફ્રેન્ડશીપ ની લત એને અલગ ટ્રેક પર લઇ આવી. અને લગભગ મહિના પછી બંને ફરી એક બીજા ની સામે આવી ગયા. એક અગત્ય ની વાત રહી ગઈ અર્ચન આમ સાદો પણ બીજી બાજુ એક ફિલ્મ મેકર અને ક્રીયેટર્સ હતો જે અહીં શાંત થઇ ને બેથેલ અને બીજી બાજુ એક ફિલ્મ બનાવી રહેલ અને લગભગ ૫૦૦+ ઓડિશન લીધેલ પણ એને મજા નહોતી આવતી અને અચાનક એને કવિતા યાદ આઈ પણ હવે વાત કેમ કરવી.

 

આખરે એક દિવસ લંચ માં બંને સામે આવી ગયા અને એક બીજા ને સ્માઈલ કરી અને અર્ચન ને થયું કે રાઈટ ટાઈમ છે કહાની આગળ લઇ જવા. અને એણે કવિતા ને કહ્યું કે મારે તારું કામ છે હું આવું. પણ પછી અર્ચન વાતો વાતો માં મળ્યા વગરજ જતો રહ્યો. અને લગભગ કલાકે એને યાદ આવ્યું કે વાત કરવાની રહી ગઈ પણ એક બિન્દાસ્ત જીવડો એને ફરી એકવાર સ્કાયપે કરી કે ફ્રી છે? અને એને કહ્યું કે ડાન્સ ટાઈમે આપણે વાત થયેલ અને આજે લંચ માં તો મારે મિનિટ મળવું છે પણ કવિતા ને ઓકવર્ડ ફીલ થયું કે ખબર નહીં એણે એને ના પડી દીધી કે એને કોઈ ઇંટ્રેસ્ટ નહીં બાજુ અર્ચન ને પણ એક ઝાટકો લાગ્યો કે આજ સુધી એને કોઈ ના પડી નહોતી કોઈ પણ કામ માં  અને આને ના પડી દીધી પણ નોર્મલ ફ્રેન્ડલી મીટ માં.

 

આમ તો કોર્પોરેટ વર્લ્ડ માં બહુ ડેન્જર હોય કોઈ પણ પ્રોફેશનલ વાત સિવાય ની વાત કરવા ની પણ તોય અર્ચન પર્સનલ વાત કરેલ હવે જો કવિતા વાત ને અલગ લઇ લેત તો અર્ચન ની જોબ જાય એમ હતી પણ અર્ચન ભગવાન પર છોડી દીધું અને આગળ વધ્યો બાજુ કવિતા પણ વિચાર્યું કે શું કરું પણ હવે ના પડ્યા પછી એની ફરી વાત કરવાની ઈચ્છા કે હિંમત નહોતી. અર્ચન લાસ્ટ માં સોરી એન્ડ થેન્ક યુ  કહિને આગળ વધ્યો અને એણે બીજા ઓડિશન લીધા અને હવે બંને એક બીજા ને મળવા માંગતા હતા ખાસ કરીને કવિતા પણ અર્ચન એના રાક્ષસ લૂક માં હતો અને જાણી જોઈને કવિતા ને ઇગ્નોર કરતો હતો.

 

જોઈને કવિતા ને અફસોસ પણ થયો પણ બંને ના સંજોગ અલગ હતા અને અર્ચન એના ડિસિશન નો પાવરફુલ હતો. હવે કવિતા ને મળવા માંગતો હતો પણ એની જીદ એને રકોઈ રહેલ બંને એક બીજા ની નજીક હોવા છતાં દૂર હતા અને આખી સ્ટોરી અધૂરી રહી ગયેલ. કોઈ પણ સફળ સંબંધ  ને પણ એક ઈગો તોડાવી જાય છે અને અર્ચન પણ કરી રહેલ બાજુ અર્ચન અને કવિતા બંને એક બીજા ના હોવા છતાં અધૂરા રહી ગયેલ.

 

તો મિત્રો હતી વખત ની લવસ્ટોરી , આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

 

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments