મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૧ - ૦૬ એપ્રિલ ૨૦૨૪

 


 

હેલો કેમ છો મિત્રો ,૨૦૨૪ ના એક્ટિવ એપ્રિલ ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? એપ્રિલ એટલે નવા નાણાકીય વર્ષ ની શરૂઆત અને આખા વર્ષ ના નવા સંકલ્પ ની શરૂઆત પણ મારા અને મારા ફેમિલી  માટે એક પાર્ટી ટાઈમ. ફેમિલી મારા સાથે જોડાયેલ તમામ લોકો , આપ સૌ ફેન્સ , આપ સૌ મિત્રો અને તમામ જે કોઈ ને કોઈ રીતે મારી સાથે જોડાયેલ છે તો આપ સૌ   સેલિબ્રેશન ના ભાગ બનશો પણ પહેલા આજે આપનો ૫૧ મોં  એપિસોડ છે તો   બદલ હું આપ સૌ મિત્રો નો આભાર માનું છું છેલ્લા વર્ષ માં આપ સૌના સાથ સહકાર બદલ હું હંમેશા આભારી રહીશ.

 

હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી શરુ કરીયે. લાસ્ટ ટાઈમ આપણે જોયેલ  કે કઈ રીતે એક પછી એક દિવસો પસાર થઇ રહેલ અને ૧૨ માં ની વિધિ નજીક આવી રહેલ. હું રાતે સહજાનંદ વાળા ઘરે સુવા ગયેલ. અને સવારે વાગ્યે જાગીને બધા તૈયારી માં લાગી ગયેલ હું હજી સૂતો હતો અને વાગ્યે હું જવાનો હતો. હું જયારે ઘરે પહોંચ્યો તો બધા તૈયારી માં હતા.  ઘરે પૂજા અને અન્ય વિધિ ની તૈયારી શરુ થઇ ગયેલ તો બીજી બાજુ કમ્પાઉન્ડ અને રસોડા માં રસોઈ ની તૈયારી ચાલી રહેલ.  હું અને સંકેત પણ ફટાફટ નાહી ને તૈયારી માં જોડાઈ ગયા કોઈ ગેસ્ટ ને લેવા જવાનું હોય કે અન્ય કોઈ પણ કામ હોય અમે આગળ રહેતા. એક બાજુ શોક હતો તો બીજી બાજુ અમુક પરિવારજન ને પ્રથમ વખત મળવાનો મોકો પણ હતો .

 

દિલ બેચેન પણ હતું તો બીજી બાજુ કામ અને અન્ય રીત નો ઉત્સાહ પણ હતો. હું બધું ભૂલી ને મહેમાનો ની તૈયારી માં લાગી ગયેલ બાજુ  એક પછી એક મહેમાનો આવી રહેલ અને પ્રસાદી લઇ રહેલ તો અન્ય વિધિ પતાઈને લાસ્ટ માં અમે પરિવાર વાળા પણ પ્રસાદ લીધો અને લગભગ સાંજે વાગ્યે બધું પૂરું થયું અને પછી અમે બધા ધીરે ધીરે છુટા પડ્યા. અમે લોકો હવે સહજાનંદ રહેવા ગયા પણ હજી જમવાનું અને અન્ય અહીં ચાલી રહેલ. અને હવે વર્ષી ની તૈયારી કરવાની હતી પણ વચ્ચે થોડો સમય હતો અને સમય માં હું મારી જાત ને પણ તૈયાર કરવા માંગતો હતો કઈ નવું શીખવા તો કઈ નવું જીતવા પણ લાઈફ મને કોઈ અલગ દિશા માં લઇ જવા મથી રહેલ. હું કઈ જગ્યે થી શરુ કરું વિચાર માં મારા દિવસો અને રાત પસાર થઇ રહેલ અને અચાનક એક સાંજે બોબી ની એન્ટ્રી થઇ.

 

બોબી ની એન્ટ્રી માં મેં કીધું કે હું મજાક ના મૂડ માં છું કોઈ જોક ના કરીશ અને આવીને કહે હા ખ્યાલ છે એટલે મળવા આયો છું એમ કહીને ગળે લાગ્યો તો એવું થયું કે કઈ અધૂરું હતું જે એકાદ પળ માટે પૂરું થયું હોય અને અમારી ઇડિયટ ની વાતો ફરી તાજી થઇ લગભગ એકાદ કલાક અમે જોડે રહ્યા અને પછી હું એની જોડે બહાર આંટો મારવા ગયો અને જૂની અમુક વાત પણ તાજી થઇ અને સમયે મેં ફરી કઈ જાદુ મહેસૂસ કર્યો પણ અફસોસ ખાલી મારો ભ્રમ હતો. હકીકત માં કઈ થાય એમ નહોતું. સમય અને નિશાન બંને ચુકી ગયેલ. લાઈફ ની એક પછી એક ટર્નિંગ પોઇન્ટ અને ઝટકા આપવાની આદત મને ધ્રુજાવી રહેલ પણ હું હજી તોફાન સામે મક્કમ બની ને ઉભેલ પણ મને નહોતી ખબર કે હવે ત્સુનામી આવાની છે એમાં હું તણાઈ જઈશ

 

મને તોફાન વિશે એટલો પણ ખ્યાલ નહોતો કે મારી લાઈફ અને મારા ગોલ ને બધી રીતે તોફાન લઇ જશે અને હું એટલો તૂટી જઈશ કે ઉભા થવા માટે વર્ષો લાગી જશે કદાચ મને સમયે પહેલથી થોડો પણ અણસાર આવત તો હું મારી જાત ને થોડો તૈયાર કરી શકત પણ અમુક વસ્તુ અજાણ માં થાય અને લાઈફ જયારે પરીક્ષા લે ત્યારે ઘણી વાર તૈયારી નો પણ સમય નહીં આપતો એનું જીવંત ઉદાહરણ મેં જોયેલ. પણ કયું તોફાન હતું જોઈશું મહા મેં માં.

 

આવતા મહિના  સુધી આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments