Skip to main content
લવડોઝ અનલિમિટેડ - ભાગ ૫૦ - ૦૯ માર્ચ ૨૦૨૪
હેલો મિત્રો કેમ છો બધા? આજે માર્ચ ૨૦૨૪
નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે
બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. એમાં પણ ગઈ કાલે જયારે શિવરાત્રી નો તહેવાર ગયો હોય ત્યારે મહાદેવ અને પાર્વતી જી ની પ્રેમ કહાની તો યાદ કરીયે જ . સાથે બીજી એક ખાસ વાત આજે આપણે ૫૦ એપિસોડ પુરા કર્યા છે તો આ મારા માટે ખાસ ખુશી ની વાત છે જોડે જોડે આપ સૌનો જે પ્રેમ મને એટલા વર્ષો માં મળ્યો અને આ મુકામે પહોંચ્યા એ બદલ હું આપનો આભારી છું. હવે બહુ ટાઈમ ના લેતા ચાલુ કરીયે આગળ ની વાત.
આજે વાર કરીશું એક લવ ટ્રાઇંગલ ની . મિત આઈ.ટી. કંપની માં સિનિયર સોફ્ટવેર એન્જીનીયર.
કવિતા એની જ જોડે એની જ કંપની માં સોફ્ટવેર એન્જીનીયર ની જોબ કરે. મિત ને ક્યારેય એના માટે લગાવ નહોતો પણ એનો એક મિત્ર વિરાટે એને બતાઈ અને કીધું તારા માટે પરફેક્ટ છે પણ એને ના પડી દીધી. પણ કવિતા ની સિંગિંગ અને ડાન્સિંગ સ્કિલ થી મિત એનો ફ્રેન્ડ બન્યો અને દોસ્તી નો હાથ વધાવ્યો અને બંને મિત્રો થઇ ગયા. હવે નવરાત્રી ના દિવસો અવાના હતા અને મિત એના જુના મિત્રો જોડે ગયો ત્યારે મિત્રનો મિત્ર કિશન પણ એને મળ્યો અને એને કીધું કે એને કવિતા ગમે છે પણ કહેતા બીવે છે તું કઈ હેલ્પ કરીશ.
મિત ને થયું મારે તો એમ પણ કઈ છે નહીં લાવ કિશન ને જ મદદ કરું. અને એણે કિશન ને હેલ્પ કરવાની ચાલુ કરી. ધીમે ધીમે કિશન અને કવિતા એક બીજા ના મિત્રો બન્યા અને નજીક આવવા લાગ્યા. કિશન ખુશ હતો અને આ બાજુ મિત ને પણ ખુશી મળી કે ચાલો કોઈ ને એનો પ્રેમ મળી રહ્યો છે કારણકે મિત ની લાઈફ બહુ અઘરી હતી. છેલ્લા ઘણા વર્ષો માં જે રીતે એની લાઈફ ટર્નિંગ પોઇન્ટ આપતી હતી એમ આ ભાઈ અંદર થી તૂટી ને પણ લોકો માટે જીવતા જ્યાં જાય ત્યાં પરિવાર બનાવી ને રહે. આ બાજુ કિશન અને કવિતા નજીક આવતા હતા એ રીતે મિત ખુશ થતો હતો.
કિશન પ્રેમ માં ઢીલો હતો પણ મિત ના સપોર્ટ ને લીધે કિશન પ્રેમ માં પાક્કો થઇ રહેલ. કિશન એક પછી એક સરપ્રાઈઝ આપીને કવિતા ને ઈમ્પ્રેસ કરતો હતો પણ બધો આઈડિયા તો મિત નો જ હતો. મિત ના દરેક આઈડિયા કામ કરતા અને હવે બંને એક બીજા ની નજીક હતા અને આખરે વેલેન્ટાઈન નો એ દિવસ આઈ ગયો. કિશન એ કવિતા ને મૂવી અને ડિનર નો પ્લાન આપ્યો.અને કવિતા આવી પણ ખરી અને પ્લાન મુજબ કિશને કવિતા ને પ્રેમ નો એકરાર કર્યો.
કવિતા એક પળ માટે ખુશ હતી પણ બીજી બાજુ ખબર નહીં એને મનમાં શું થયું અને એણે કહ્યું કે ના તું એટલું બધું ના વિચારી શકે કદાચ તારો પ્રેમ સાચો હશે. પણ મને તારા પ્રેમ માં અને આપણી ફ્રેન્ડશીપ થી બધું જ કોઈ નો પ્લાન લાગે છે સાચું કહે કે આ તારો આઈડિયા છે કે તે કોઈ ની હેલ્પ લીધેલ અને કિશને સાચું કઈ દીધું. બસ એ જ ક્ષણે કવિતા એ કહ્યું કે તું એ વ્યક્તિ ને લઈને આવ પછી જ હું તને તારો જવાબ આપીશ. આ બાજુ કિશને મિત ને બધી વાત કરી અને બીજી બાજુ મિત અને કિશન ની દોસ્તી પણ ખતરામાં આવી. મીતે કહ્યું કે હું એને નહીં મળું તારે સાચું નહોતું કહેવાનું.
બીજી બાજુ ધીરે ધીરે મિત ને પણ કવિતા ગમવા લાગી હતી અને એ એને હકીકત જાણવા માંગતો હતો શું થશે શું મિત ખરેખર કવિતા ને પ્રેમ કરી બેઠો છે? શું કવિતા મિત ની હકીકત જાણીને એને માફ કરશે? શું કવિતા અને કિશન ફરી એક થશે? ઘણા સવાલો છે પણ આ બધા જ અધૂરા સવાલો છે અને એનો જવાબ હજી પણ શોધાઈ રહ્યો છે. જવાબ મળ્યા પછી જરૂર જણાવીશું.
તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી , આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ
વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક :
https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર :
https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment