મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૫૦ - ૦૨ માર્ચ ૨૦૨૪


હેલો કેમ છો મિત્રો ,૨૦૨૪ ના મોંઘેરા માર્ચ  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છુંકેમ છો બધા? માર્ચ એટલે નાણાકીય વર્ષ નો છેલ્લો મહિનો અને બધા પોતાના એકાઉન્ટ ને સેટ કરીને ટેક્સ બચવા માં પડ્યા હોય પણ આપણે ટાઈમે આપણા લેખ ના ૫૦ હપ્તા પુરા કર્યા છીએ  અને હજી આગળ વધી રહ્યા છીએ તો સૌ પ્રથમ ૫૦ એપિસોડ પુરા કરવા બદલ હું આપ સૌ મિત્રો નો આભાર માનું છું છેલ્લા વર્ષ માં આપ સૌના સાથ સહકાર બદલ હું હંમેશા આભારી રહીશ.

 

હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી શરુ કરીયે. લાસ્ટ ટાઈમ આપણે જોયેલ કે કઈ રીતે અમે લોકો શોક માં હતા પણ તોય ચા પીને છુટા પડ્યા અને પછી ઘરે જઈને એક શોકમય વાતાવરણ માં અમે લોકો સ્નાન કરીને જમવા બેઠા. આમતો જમવાનું ગળે થી નીચે નહોતું ઉતરતું પણ તોય જમી રહેલ અને રાત ના થાક ને દૂર કરવા થોડી વાર અમે સુતા. અને સાંજે વાગે ફરી જાગીંને નિયમિત કામ માં લાગી ગયા. હવે એક પછી એક સમ્બન્ધીઓ ઘરે આવી રહેલ. અને દિવસ પછી બેસણું હતું તો એની તૈયારી માં પણ લાગી ગયેલ.

 

રાતે જમીને આજે થોડી વાર માટે સુઈ ગયા. સવારે વહેલા જાગીંને બીજા દિવસ ની તૈયારી માં લાગી ગયા અને હું સહજાનન્દ વાળા ઘરે પણ ગયો. ત્યાં જઈને હું સંકેત ની જોડે રહ્યો . સંકેત પરીક્ષા ની તૈયારી કરતો અને હું ત્યાં એજ રીતે બાલ્કની માં રહીને જૂની મેમરી યાદ કરતો. પછી એજ રીતે ધીમે ધીમે આજનો દિવસ પાસ થઇ ગયો અને હવે હતો બેસણા નો દિવસ.

 

સવારે વહેલા નાહીને હું પાછો ઘરે પહોંચ્યો. મંડપ તૈયાર હતો અને ફોટો પણ મૂકી દીધેલ. ઘર માં મહિલાઓ માટે અને પુરુષ માટે બહાર ની જગ્યા માં બેસવાનું હતું, બધા એક એક કરીને ધીમે ધીમે  આવા લાગ્યા. કલાક માં ૧૫૦-૨૦૦ માણસ આવી ગયા અને હવે બહારગામ થી મહેમાનો પણ શરુ થઇ ગયા. રાજકોટ થી મમ્મી ના ફેમિલી અને નડિયાદ , આણંદ, બરોડા, વિરમગામ થી પણ લોકો આવી રહેલ તો પપ્પા ના ગ્રુપ અને દાદા ના રેલ્વે ના લોકો પણ આવી રહેલ. હું એક એક કરીને બધા ની સેવા માં લાગી ગયો. સંકેત પણ લગભગ ૧૨ વાગ્યા સુધી માં પરીક્ષા આપીને આવી ગયો. ખરેખર જો સમયે હું સંકેત ની જગ્યે હોત તો ટોપ કરવું તો દૂર પાસ પણ ના થાત પણ સંકેત આવી હાલત માં પણ ટાઈમે ટોપ કર્યું.

 

બહારગામ થી આવેલ મહેમાનો માટે જમવાની વ્યવસ્થા કરેલ અને બાકી લોકલ માટે પણ ચા ની વ્યવસ્થા કરેલ અને બધા પોતાની રીતે ધીરે ધીરે કરીને આગળ વધી રહેલ. બપોરે લગભગ બધા ને જતા વાગી ગયેલ તો હવે અમે ઘર ના લોકો હતા અને અમે પણ જમીને થોડી વાર લાંબો વાસો કર્યો અને લગભગ વાગ્યા હશે ને અમે જાગીને ફરી અમારા કામ માં લાગ્યા કેમકે હજી મહેમાનો નું અવાનૂ ચાલુ હતું. દિવસો આમ પસાર થઇ રહેલ અને ૧૨ માં ની વિધિ માં લાગી ગયેલ.  આગળ ની વાત જોઈશું આવતા મહિને.

 

આવતા મહિના  સુધી આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

 

 

Comments