લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૯ - ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪




હેલો મિત્રો કેમ છો બધા? આજે જાન્યુઆરી ૨૦૨૪  નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. એમાં પણ જયારે પ્રેમ ની મોસમ આવી ગઈ હોય અને ચારેબાજુ પ્રેમ નો એ અહેસાસ છલકાઈ રહ્યો હોય ત્યારે પ્રેમ ની વાત કરવાની અને સાંભળવાની મજા જ અલગ હોય છે અને એ પ્રેમ કેટલીયે વાર અધૂરો જ રહી જતો હોય છે તો ક્યારેક એ પ્રેમ માં બલિદાન આપવું પડતું હોય છે પણ પ્રેમ માં બલિદાન આપવું એ પણ એક પ્રેમ જ છે.


કિશન એક બિન્દાસ્ત છોકરો અને આખી કોલેજ નો ફેનબોય. કોલેજ માં કોઈ પણ મુસીબત માં હોય અને આ મળે એટલે બધા જ પ્રોબ્લેમ સોલ્વ. બીજી બાજુ રાધિકા કિશાન ની બેસ્ટ ફ્રેન્ડ.  બંને આખો દિવસ જોડે જ હોય. બંને જણ વોલીબોલ ના શોખીન અને દર વખતે રાધિકા કિશન ને હરાવી જ જાય.બંને જયારે રમતા હોય ત્યારે મિત્રો ઓછા અને દુઃસ્મન વધુ લાગે પણ જેવી ગેમ પતે કે તરત જ બંને ની દોસ્તી પછી શરુ. આ દોસ્તી આમ જ ચાલતી રહેતી અને કદાચ બંને આજીવન જોડે પણ રહેત જો એ દિવસે ટ્વિન્કલ ની એન્ટ્રી ના થઇ હોત


ટ્વિન્કલ એક વિદેશ થી આવેલ છોકરી જે ડાઇરેક્ટ થર્ડ યર માં એડમિશન લીધું . આમ તો એ વિદેશ માં રહેલ પણ એના માં સંસ્કાર ભારતીય . એના આવાથી આખી કોલેજ માં અટેન્ડન્સ વધી ગઈ લોકો એને જોવા માટે ક્લાસ ભરતા અને કોલેજ આવતા. આમ તો કિશન જોડે પહેલા જ દિવસે એને ઝઘડો થઇ ગયો પણ તોય એની વાતો કિશન ને મલમ લગાઈ ને એને વિષે વિચારતા કરી ગઈ.


રાધિકા અને ટ્વિન્કલ બંને બાળપણ ના મિત્રો હતા અને બધી વાતો શેર કરતા ધીરે ધીરે આમાં કિશન પણ જોડાયો અને હવે કિશન અને ટ્વિન્કલ બંને એક બીજા ને પ્રેમ કરવા લાગેલ .આ બાજુ રાધિકા પણ કિશન ને પ્રેમ કરી રહી હતી અને વેલેન્ટાઈન પર એ વાત કહેવાની હતી પણ ટ્વિન્કલ એ આ વાત પહેલા કઈ દીધી અને રાધિકા શાંત જ રહી. કોલેજ ની ફાઇનલ પરીક્ષા પહેલા જ રાધિકા પોતાના શહેર જતી રહી કિશન અને ટ્વિન્કલ એ બહુ શોધી પણ ના મળી અને આખરે આ બંને એ મેરેજ કરી લીધા પણ એકાદ વિક માં જ એને ખબર પડી કે રાધિકા પણ પ્રેમ કરી રહી હતી ત્યારે તેને ખુબ અફસોસ થયો પણ હવે રાધિકા ક્યાં હતી એની કોઈને જાણ નહોતી.


ટ્વિન્કલ આ ચિંતા માં જ દુનિયા છોડી ને ચાલી ગઈ પણ જતા પહેલા એને કિશન ને બધી વાત કરી અને કિશન ને એને શોદવાની જવાબદારી આપી. શું લાગે છે કિશન શોધી શકશે? શું કિશન ફરી રાધિકા નો પતિ બનશે? સવાલો ઘણા છે પણ જવાબ નહીં તો આજ માટે આ અધૂરી સ્ટોરી જ. તમે પણ મને જણાવી શકો છો જો તમારી પાસે પણ આવી કોઈ સ્ટોરી હોય તો.


તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી , આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 


ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial


ટિવટર : https://twitter.com/ManthanVThakkar


ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments