મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૯ - ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪




હેલો કેમ છો મિત્રો ,૨૦૨૪ ના ફેન્ટાસ્ટિક ફેબ્રુઆરી  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? ફેબ્રુઆરી મહિનો જ લવ ની મોસમ અને કોલેજ દિવસો યાદ અપાવે છે કેમકે અહીં ડે  વધુ હોય અને ભણવાનું ઓછું પણ હવે લવ ની વાત કરીશું લવડોઝ માં આજે વાત કરીયે જ્યાંથી અટકેલ ત્યાં થી.


લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે હું રાજકોટ થી પાછો ફરેલ અને ઘર માં દાદી ના મૃત્યુ ની રોકકળ ચાલી રહેલ મારા માટે ઘણું બધું નવું હતું કેમકે આની પહેલા મેં ક્યારેય એવું કઈ જોયેલ જ નહીં હું નિશબ્દ હતો બીજી બાજુ સંકેત ને સ્કૂલ માં પરીક્ષા હતી. બધા સંજોગો વચ્ચે અને ઘણી પબ્લિક વચ્ચે હું વડીલો જેમ કહે એમ હું અને સંકેત બધી વિધિ માં હાજર રહ્યા અને હવે દોણી તૈયાર હતી તો આ બાજુ ઠાઠડી માં બોડી બાંધી ને લઇ જવાની તૈયારી ચાલી રહેલી અને બહારગામ થી બધા ગેસ્ટ આવી ગયેલ લગભગ ૨૦૦-૩૦૦ માણસ ને જોઈને હું અને સંકેત આવાચક બની ગયેલ અમે સમજી નહોતા શકતા કે શું થઇ રહેલ અને આગળ નું શું.


અમે ધીમ ધીમે બધી વિધિ પતાઈ ને બોડી લઈ જવાની તૈયારી માં હતા મને દોણી પકડવાની હતી એટલે મને આગળ લઇ ગયા અને સંકેત ને ઘરે રાખ્યો કેમકે એને પરીક્ષા આપવા જવાનું હતું. હું દોણી પકડી ને પાછળ જોયા વિના જ આગળ જઈ રહેલ અને મનમાં લખો સવાલો ઉભરી રહેલ. જોડે જોડે મને ડરાઇવર ની બાજુ માં બેસાડી દીધો ત્યાં લખેલ પુષ્પરથ.  બધું જ મારા માટે પ્રથમ વખત હતું. અને પછી પાછળ પપ્પા ,દાદા અને કાકાઓ બેઠા અને આ પુષ્પરાથ નીકળ્યો રસ્તા માં આવતા જતા દરેક લોકો નનામી ને જોઈને દર્શન કરી રહેલ અને લગભગ ૨૫-૩૦ મિનિટ માં જ અમે સ્મશાન પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો ત્યાં પણ ઘણી ડેડબોડી અને બીજા ઘણા લોકો અમારા જ ઓળખીતા ડાયરેક્ટ ત્યાં આવેલ.


અમે લાકડા અને બીજી વસ્તુ બુક કરાવી.અને ત્યાં જ પાછળ થી પપ્પા ના બધા ફ્રેન્ડ્સ આવ્યા અને કહ્યું કે રસ્તા માં અમારા પાડોશી બનતી ભાઈ અને જય ભાઈ  નો એક્સિડન્ટ થયેલ અને એમાં મારામારી પણ થઇ ગયેલ ત્યારે પરીંદ કાકા એ સામે વાળાને ખુબ માર્યા અને આ લોકો ને સેફલી બચ્યા. મને છેક ત્યારે ખબર પડી કે પરીંદ કાકા બ્લૅકબૅલ્ટ હતા મને ફક્ત પેઈન્ટર તરીકે નો જ ખ્યાલ હતો. એક બાજુ સ્મશાન યાત્રા બીજી બાજુ મારા મારી કદાચ આ ફિલ્મી સીન થી ઓછું નહોતું પણ મારા માટે બધું જ નવું હતું.


હવે બા નો વારો હતો એમને બાળવા ની તૈયારી કરી રહેલ . પપ્પા , દાદા અને બીજા બધા એ મળીને અગ્નિદાહ આપ્યો અને ત્યાં થી જ બેસણા ની તૈરખ નક્કી કરી અને પેપર માં પણ એડ આપી દીધી . અને હવે બધા જાય શ્રી કૃષ્ણ કરીને છુટા પડી રહેલ ત્યારે સામે ચા વાળા ને ત્યાં ચા પીધી અને પછી  હું  ખુલ્લા પગે જ આવેલ તો મને પપ્પા ને એક મિત્ર પોતાના બુલેટ માં લઇ આવ્યા એક બાજુ પગ ખુલ્લા બીજી બાજુ ઉનાળો માથે પગ બળતા હતા પણ મારી સાહિત્યિક સફર શરુ થવા ના અનેક શબ્દો આપી રહેલ. આની સાથે ઘણી વાત એક જ સમયે મગજ માં ચાલી રહેલ. આજે બસ આટલું જ વધુ આવતા મહિને.

આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar


Comments