લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૭ - ૦૯ ડિસેમ્બર ૨૦૨૩




હેલો મિત્રો કેમ છો બધા? આજે ડિસેમ્બર ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. અત્યારે ફૂલટૂ શિયાળો ચાલુ છે અને એમાં પણ સવાર ની ગુલાબી ઠંડી આંધળા ને પણ રોમાન્સ કરાવે એવી છે. બીજી ખાસ વાત કાલે મારા ૨ ખાસ મિત્રો અને પરિવારજનો ની ફિલ્મ રિલીઝ થઇ છે પટકથા અને હરિ ૐ હરિ તો આપ સૌ આ બંને ફિલ્મો જોવો અને એનો રીવ્યુ જોયા પછી મને જરૂર જણાવજો.


દિવ્યાંગ એક મોટો બિઝનેસમેન . બાળપણ થી જ એને જે ગમે એ વસ્તુ આસાની થી મળી જતી એટલે દરેક ને પોતાના બનવાનો પાગલપન હંમેશ માથે જ રહેતું. બિઝનેસ માં પણ ક્યારેય હાર નહોતી માની એના માટે બેજ વસ્તુ મહવટની હતી એક એની જીત અને બીજી એની મા ની ખુશી. આ સિવાય ત્રીજી કોઈ પણ વાત આવે તો એ બધાને માત આપી દે.


મનીષા દિવ્યાંગ ના મમ્મી ની ફ્રેન્ડ ની છોકરી. શહેર માં ભણવા આવેલ અને સાથે જ પાર્ટ ટાઈમ જોબ પણ શોધી રહેલ . દિવ્યાંગ ની પહેલી જ નજર માં બંને એકબીજા ના વિરોધી બની ગયા પણ એની મમ્મી નું માન રાખી ને એ જતું કરતો પણ મન માં એને ઝુકવાનો રંજ હતો. પાર્ટ ટાઈમ માટે દિવ્યાંગ ના મમ્મી એ કીધું એટલે દિવ્યાંગે એને પોતાને જ ત્યાં પગાર થી નોકરી પણ રાખી પણ એની નજર હંમેશ એની ઉપર જ રહેતી અને એ મોકો શોધતો ક્યારે બદલો લઇ શકે.


મનીષા એ પોતાની સુઝબુઝ અને મિલનસાર સ્વભાવ થી આખી કંપની ને બદલી નાખી અને પોતાનો પરિવાર કરી દીધો. ધીમે ધીમે એ દિવ્યાંગ ની પણ ફ્રેન્ડ બનતી ગઈ અને બંને ની દુશમની લગભગ અંત આવા લાગી અને બંને ની વચ્ચે પ્રણય જંગ શરુ થઇ ગયો. બંને એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા.  આ બાજુ કોલેજ પુરી અને મનીષા પોતાના ઘરે પછી જઈ ને એના લગ્ન માટે જાણ કરવાની હતી આ બાજુ દિવ્યાંગ ના મમ્મી પણ બધું જાણતા હતા પણ વિધાતા ને કઈ અલગ જ મંજુર હતું.


દિવ્યાંગ અને એના મમ્મી મનીષા ના ઘરે સગુન લઈને જઈ રહેલ એ જ સમયે અચાનક એક ટ્રક આવી આમની સામે અથડાઈ.અને આ એક જ અકસ્માત માં તેઓ મૃત્યુ પામ્યા. મનીષા ને આ વાત ની જાણ થઇ અને એ જ સમયે તેને પણ હાર્ટ એટેક આવ્યો અને એ પણ મૃત્યુ પામી.


તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી , આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.








 








 








 








ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial








 








 
















ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar








 








 








 








ઇન્સ્ટાગ્રામ :  https://instagram.com/ManthanVThakkar


Comments