પટકથા


 

પટકથા , વાર્તા , કહાની, સ્ટોરી બધા નો મીનિંગ એક જ પણ ભાષા મુજબ અલગ અલગ નામ. અને આ બધા અલગ અલગ નામ સાથે અલગ ભાષાઓ માં પણ સમાનાર્થી શબ્દ ને લઈને ફિલ્મો બની છે પણ અસલી મજા ત્યારે આવે જયારે આ ફિલ્મો વાસ્તવિકતા સાથે જોડાયેલી હોય ,સસ્પેન્સ હોય અને સૌથી મહત્વની વાત આપણી માતૃભાષા માં હોય. આ શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ પટકથા એ આનું જ એક દ્રષ્ટાંત છે. શુક્રવારે રિલીઝ થયેલી ૨ ફિલ્મો હરિ ૐ હરિ અને પટકથા બંને મારા ખાસ મિત્રો ની ફિલ્મો અને બંને ફિલ્મો ના પ્રીમિયર શો પણ કામ ને લીધે મેં ના જ પાડી દીધેલ પણ જેમાં થી એક ફિલ્મ પટકથા ગઈકાલે પ્રીમિયર માં જોઈ અને બીજી કદાચ આજે સ્પેશ્યલી જોવા જોઇશ.


પટકથા ગુજરાતી ફિલ્મ એનું ફર્સ્ટ પોસ્ટર લૂક જોયું ત્યારે એકદમ કૃષ્ણ અવતાર માં લીડ એક્ટ્રેસ નો લૂક જોઈને મનમાં ઘણા સવાલ આવે કે શું ઓએમજી ટાઈપ ફિલ્મ હશે પણ ટૂંક જ સમય માં બીજા પોસ્ટર માં તમામ કેરેક્ટર ને જોઈને કદાચ ફિલ્મને લઈને એક નવો સવાલ આવે પણ ત્યાં જ ટ્રેલર લોકો ને વિચારતા કરે અને થ્રિલર જોવા ઉત્સુક કરે.


અખિલ કોટક દિગ્દર્શક, સ્ક્રિનપ્લેય અને એક્ટિંગ એક સાથે ઘણી જવાબદારી હંમેશા નિભાવે જ છે પણ આ ટાઈમે વિલન બનેલ છે . કદાચ એનિમલ જેવી સ્ટ્રોંગ ફિલ્મ ના વિલન સામે જો આ ફિલ્મ ને પેન ઇન્ડિયા નો ચાન્સ મળે તો આ વિલન અને ખાસ કરીને એના ટર્નિંગ પોઇન્ટ લોકો ને વિચારતા કરે.  ફિલ્મ માં એન્ટ્રી માં તો ખ્યાલ પણ ના આવે કે આ વિલન હશે. પણ ગ્રેટ જોબ દરેક ફિલ્મ માં કઈ નવું લાવવા બદલ હેટ્સઓફ્ફ. ૪ વર્ષમાં ૯ ફિલ્મો રિલીઝ થઇ ને હાજી બીજી ફિલ્મો ઓન ફ્લોર અને પોસ્ટ પ્રોડક્શન માં હોય એ પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માં એ બહુ મોટું સાહસ છે આ બદલ દિલ થી અભિનંદન .


કશિશ રાઠોર આમ તો અમે લાંબા સમય થી ફ્રેન્ડ છીએ પણ ઘણા ટાઈમ થી મળવાનું પોસિબલ નહોતું થતું.કાલે પણ હું નહોતો જવાનો પણ સાંજે ૭:૩૦ ના શૉ માટે ૬ વાગે વાત થઇ ને એણે મને આવવા માટે મનાવ્યો થેંક્યુ ડિયર. એની અગાઉ પણ અખિલ ભાઈ જોડે ફિલ્મો આવી છે દર વખતે કઈ અલગ જ રોલ હોય , એક સિંગર , મોડેલ અને એક્ટ્રેસ તરીકે એ પોતાના દરેક કામ ને પૂરતો ન્યાય આપે છે પણ પટકથા ના લીડ એક્ટ્રેસ માં એક સ્વીટ છોકરી ક્યારે ખૂંખાર બની જાય એ લોકો ને વિચારતા કરશે. ફિલ્મ માં એનું સોન્ગ હોત તો વધુ મજા આવત પણ એ સિવાય પણ ફિલ્મ ને આગળ લાવવા માં એની મહેનત દેખાય છે. ગ્રેટ જોબ . કીપ ઈટ અપ.


મનન દવે આમનું તો મેં નામ જ હવે બદલી નાખ્યું છે . આ માણસ ઇન્ડસ્ટ્રી ના સૂર્ય કુમાર છે એની જેમ ૩૬૦ માં ફેલાયેલા છે. વર્ષો પહેલા એ થિયેટર કરતા હતા પછી પી.આર.ઓ. માં ડંકો જમાવ્યો વચ્ચે ડિરેક્શન પણ કર્યું. બસ હવે ભાઈ સિંગિંગ અને ડાન્સિંગ પણ કરી લો . ન્યુઝ એન્કરિંગ પણ કરી જ લીધું છે. ફર્સ્ટ ટાઈમ એમને મેં આટલા લાંબા રોલ માં જોયા. કોમેડી અને નેચરલ એક્ટિંગ નું મિશ્રણ. અને હા મારો બઁગલો ભૂલતાં નહીં.  :) 


શૌનક વ્યાસ રંગભૂમિ , સિનેમા અને ટેલિવિઝન નું જાણીતું નામ પણ જ્યાંથી જીફા હોસ્ટ કર્યો છે ત્યારથી એમની કોમેડી વધી ગઈ છે . ફિલ્મ માં પોલીસ ના રોલ માં સારી કોમેડી કરી છે બીજી વાત કે એક ફિલ્મી પોલીસ છે જે દરેક વાત ને ફિલ્મ ના મુખડા સાથે જોડેછે અને સેવા શુલ્ક વાહ લાયા બાકી.


નિશિથ બ્રહ્મભટ દિગ્દર્શક, કલાકાર અને એક સારા માણસ. એમની સાથે ઘણી ફિલ્મો કરી આમાં એકદમ શોર્ટ રોલ અને પૈસા ના ભોગ બનેલ કે કોઈ ખોટી સંગત માં કેટલું મોટું પરિણામ આવે એ બહુ સરળ રીતે રજૂ કર્યું છે. 


ભાવિની જાની આ નામ જ કાફી છે. ભાવિની આંટી ને હું નાનો હતો ત્યારથી જોતો આયો છું અને દરેક રોલ માં મેં એમને જોયા છે . એ મહાદેવ ના ભક્ત છે અને આમાં રામાયણ અને મહાભારત ના પાઠ ને જીવેલ છે અને રાક્ષસ નો વધ કરવા કેવી રીતે માં દુર્ગા વિકરાળ રૂપ લે છે એ યાદ કરાવે છે.


આ સિવાય અન્ય સહકલાકાર બિરવા પરીખ, પુષ્પરાજ ગુંજન ,અરવિંદ વેગડા અને બીજા અન્ય કલાકારો નાનો રોલ પણ સારી છાપ છોડી જાય છે. ફિલ્મ માં એક સોન્ગ છે આવ મારી જિંદગી ચાહું તને જે મયુર ભાઈ ના અવાજ માં ખુબ જ સાંભળવું ગમે છે. લિરિક્સ રઈશ મનીઆર ના છે એમને લાંબા સમય થી મળવાનું નહીં થયું પણ એમના વોટ્સએપ રેગ્યુલર મળે છે.


ફિલ્મ થ્રિલર અને ટર્નિંગ પોઇન્ટ લે છે. એક પારિવારિક ફિલ્મ અને ક્રાઇમ સસ્પેન્સ ફિલ્મ છે જે ગુજરાતી માં ખુબ ઓછું જોવા મળે છે . ફિલ્મ ના બેસ્ટ પોઇન્ટ માં ટૂ લાઈનર માં બહુ જોરદાર લાઈન છે કે ઈશ્વર ની લખેલી પટકથા પર જો ચાલીશું તો ખાવા અને સુવા સિવાય કઈ જ નહીં મળે એના માટે આપણે આપણી પોતાની પટકથા લખવી પડે. અને બીજી બેસ્ટ લાઈન પ્રકૃતિ નો નિયમ છે કે કોઈ પડશે તો જ કોઈ ચડશે.


લાસ્ટ માં દરેક ગુજરાતી ને એક અપીલ કે ગુજરાતી માં ફિલ્મ છે અને ગુજરાતી ફિલ્મ બનાવી એ જ બહુ મોટી સાહસ ની વાત છે તો આપ સૌ લોકો આ સાહસ ને વધાવો જેથી વધુ ને વધુ ફિલ્મો બને અને ગુજરાતી ફિલ્મો પણ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં નામચીન બને.


Comments