મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૭ - ૦૨ ડિસેમ્બર ૨૦૨૩




હેલો કેમ છો મિત્રો ,૨૦૨૩ ના દમદાર ડિસેમ્બર  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? આ મહિના ક્રિસ્મસ અને ન્યુ યર ની ઉજવણી તો છે જ સાથે જ અન્ય ફેસ્ટિવલ સેલ્સ પણ છે તો દમદાર તો થયું જ ને અને હવે વધુ ટાઈમ ના લેતા આજના દમદાર એપિસોડ ની શરૂઆત કરીયે


લાસ્ટ ટાઈમે જોયેલ કે કઈ રીતે મારી લાઈફ માં એક દમદાર ટર્ન આવેલ અને એ બધાની સાથે વેકેશન પણ શરુ થઇ ગયેલ. અને આ વેકેશન મારા માટે કઈ ન્યુ જ ટર્ન આપવાનો હતો હું અજાણ હતો વેકેશન ની મજા માનવામાં હું મસ્ત હતો પણ આગળ શું થવાનું હતું એ મારા માટે એકદમ ન્યુ જ હતું. હું નહોતો જાણતો કે આગળ દિવસો માં શું થશે.


હું રાજકોટ જવાની તૈયારી સાથે રેડી હતો આગલે દિવસે જલ્દી સુઈ ગયેલ અને બીજા દિવસે પપ્પા ના રિલેટિવ સાથે હું રાજકોટ જવાનો હતો. એમની કારમાં . પપ્પા મને એસ.જી. હાઇવે પર મુકવા આવેલ અને ત્યાં થી પછી હું પપ્પા ના એ રિલેટિવ સાથે રાજકોટ જવા નીકળ્યો આમતો આખા રસ્તે હું એકદમ સાઇલેન્ટ થઈને બેથેલ. તો વચ્ચે હું સુઈ પણ ગયેલ અને આખરે રાજકોટ આવી પણ ગયું અને હું રાજકોટ ની હવા માં એક અલગ મહેક મહેસુસ કરી રહેલ. આખરે અમે બપોરે ૨-૩ વાગ્યે એમના ઘરે પહોંચી ગયો અને ત્યાં જમીને ટી.વી. પણ જોઈ રહેલ.


લગભગ એકાદ કલાક ટી.વી. જોયા પછી એ મને મારા નાના ના ઘરે મુકવા આવી રહેલ ત્યારે રસ્તામાં મેં એક નવીન ઘટના જોઈ અને મનોમન જ હું હસ્યો અને કહ્યું કે વાહ અભી તો કદમ રખા હૈ ઓર અભી હી શુરુઆત હો ગઈ પછી હું ૧૦ મિનિટ માં જ ઘરે પહોંચ્યો અને ત્યાં માસી ,નાના નાની ને મળીને ખુબ મજા આઈ.તો બીજી બાજુ થોડી જ વાર માં મિત્રો પણ મળવા આઈ ગયા અને હું એમની સાથે ગપ્પા મારવા લાગ્યો તો એક મેજર પ્રશ્ન દરેક ના મોઢે આવી રહેલ કે કેવી રહી એક્ઝામ અને કેટલા આવશે? આ બે પ્રશ્નો મને એવું થતું કે છાતી પર પાટિયું લગાવી દઉં પણ આ બંને જ સવાલો મારી લાઈફ ની એ ઘટના સાથે જોડી દેતા કે જે મીડ માં થઇ હતી અને એક ક્ષણ માટે હું શૂન્ય થઇ જતો પણ પછી મારી એક્સપેક્ટેશન મુજબ હું કઈ દેતો કેમકે અગાઉ હું મારી ધારણા મુજબ જ મેળવી રહેલ પણ આ વખતે બધું જ ન ધારેલું થઇ રહેલ અને જે મને દરેક ક્ષણે એક ઝટકો આપી રહેલ આખરે એ ટાઈમે મારી માથે સદા સતી ચાલી રહેલ અને હું એમાં એ ટાઈમે વિશ્વાસ પણ કરી રહેલ .


રોજ લેટ નાઈટ સુધી હું બહાર રમતો અને રાતે ઘરે જઈને સ્ટાર પ્લસ કે સોની ની સિરિયલ પણ જોતો તો સવારે લેટ મોર્નિંગ સુધી આરામ કરવાનો અને પછી રમવા જવાનું અને આખી બપોર દુકાન માં રહી ને પિક્ચર જોવાની . શું મજા આવતી લાઈફ માં ખરા અર્થ માં મોટો થઇ રહેલ એવું લાગતું તો વચ્ચે વચ્ચે દિલ શાંત પણ થઇ જતું . જે ઘટના ભૂલવા માંગતો એ પળે પળે યાદ આવતી અને કદાચ હું સાઇલેન્ટ પણ થઇ જતો. આ બધા ની સાથે પણ જીવન ની મસ્તી માં હું આગળ વધી રહેલ તો બીજી બાજુ મારા સપના ને પાંખો ઉગી રહેલ અને આવનાર દિવસો માં હું સાઇન્સ લઈને ગુજરાત ટોપ કરવાના સપના પણ સેવવા લાગેલ પણ કહેવાય છે ને સમય થી પહેલા અને ભાગ્ય થી વધુ નહિ મળતું. ગુજરાત ટોપ કરવું એ સપનાનું બીજ ૨૦૧૦ માં ફૂટેલ પણ ક્યારે એ ઝાડ બન્યું એ મારા માટે પણ એક આશ્ચર્ય હતું.


કહેવાય છે કે બુદ્ધિ અને નસીબ માં નસીબ હંમેશ બાજી મારે છે મારા માટે પણ નસીબ રોજ નવી ગેમ પાથરતું અને મારા સપના તથા મહત્વાકાંક્ષા ને ફેરવી નાખતું . એક પછી એક દિવસો પસાર થઇ રહેલ અને હું બિન્દાસ્ત પણે મારા વેકેશન ને માણી રહેલ પણ હવે કઈ એવું થવાનું હતું જેના માટે હું માનસિક રીતે તૈયાર પણ નહોતો કે સક્ષમ પણ નહોતો અને અચાનક જ બની રહેલ એવું લાગતું. એવું શું થવાનું હતું જે મને આના કરતા પણ હચમચાઈ દેશે અને મારી લાઈફ ને એક રૉન્ગ ટ્રેક ને લઇ જશે અને પછી એ રોન્ગ ટ્રેક થી રાઈટ માં જવા કેટલો સમય આપવો પડશે એ બધું જોઈશું આવતા વર્ષે.


આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
















 
















 
















https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
















 
















 
















 
















 
















 
















 
















 
















 
















 
















 
















 
















ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial
















 
















 
















ટિવટર : https://twitter.com/ManthanVThakkar
















 
















 
















ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments