લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૬ - ૧૧ નવેમ્બર ૨૦૨૩
હેલો મિત્રો કેમ છો બધા? આજે નવેમ્બર ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. અત્યારે દિવાળી ના દિવસો ચાલે છે આજે નાની દિવાળી અને કાલે શ્રી રામચંદ્ર જી ની અયોધ્યા વાપસી નો દિવસ એટલે કે દિવાળી તો આપ સૌ ને આ પ્રકાશ પર્વ ની ખુબ ખુબ શુભકામનાઓ અને આવનાર નવું વર્ષ આપ સૌ ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શુભેચ્છાઓ સાથે આપ ને અભિનંદન
રોકી બોમ્બે ની ચાલ માં રહેતો એક લુખ્ખો. દારૂ , જુગાર ,નશો એવા કોઈ પણ ખરાબ વ્યસન નહીં હોય જે એણે ના કર્યા હોય આ બધાની સાથે મારામારી , ગેંગ વોર આ બધા માં પણ એ અવ્વલ.. પણ આની સાથે સાથે એક શોખ પણ ખરો ડાન્સ નો . અને આ શોખ ના લીધે જ મહિને એક વખત એ ડાન્સ બાર માં જાય.
રિયા એક બાર ડાન્સર પહેલેથી જ અનાથ ના આગળ પાછળ નાનપણ થી લોકો ના ઘરે કામ કરીને મોટી થઇ અને પછી શહેર ના એક ડાન્સ બાર માં જોડાઈ અને રોજીંદુ જીવન ગુજારે એક દિવસ રોકી અને રિયા ની મુલાકાત થઇ. રિયા ને બાર ના મલિક સાથે પેમેન્ટ લઇ ને ઝઘડો થયો અને એ જ સમયે રોકી ત્યાં હાજર હતો એણે આ બધું જોયું અને રિયા નો પક્ષ લઈને મેનેજર સાથે એણે પૈસા અપાવ્યા.
આ બાદ બંને ની મુલાકાત વધતી ગઈ અને આખરે પ્રેમ પણ થઇ ગયો. બંને અનાથ હોવાથી બંને એ સાથે જીવન ગુજારવાનો નિર્ણય લીધો. અને બંને દિવાળી પછી કારતક મહિના ના શુભ દિવસો માં એક થવા ના હતા. આ સમયે રોકી રિયા ને એક રિંગ આપવા માંગતો હતો અને એ રિંગ લઈને ખુશી માં આવતો હતો ત્યાં જ સામે એણે રિયા ને જોઈ અને એ જોયા વગર જ રોડ ક્રોસ કરીને આવતો હતો.
રિયા પણ એને જ જોઈ રહેલ અને એ જ સમયે બંને એક બીજા માં ખોવાયેલ હતા પણ ત્યાં જ અચાનક એક ટ્રક આવી અને રોકી ને ઉંડાઇ ગઈ અને રોકી ત્યાં જ મૃત્યુ પામ્યો આ બધું રિયા ની સામે જ હોવા છતાં રિયા કઈ જ ના કરી શકી અને એની જિંદગી ફરી એકલી રહી ગઈ
તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી , આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment