મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૬ - ૦૪ નવેમ્બર ૨૦૨૩




હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના ન્યુ નવેમ્બર ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? ન્યુ નવેમ્બર હા કેમકે આ મહિના માં દિવાળી ના તહેવારો આવે છે અને ગુજરાતી કેલેન્ડર મુજબ નવા વર્ષ ની શરૂઆત થાય છે આની સાથે શિયાળો પણ . શિયાળા માં ઘણા લોકો નવા નિયમો બનાવે છે તો આ બધા ની શુભકામના અને આવતા અઠવાડિયા થી શરુ થતા આ પ્રકાશ પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.  હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી જ હવે વાત શરુ કરીયે.


લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે હું ગણિત ના પેપર માં ૧૦૦ પુરા લાવવાની તૈયારી સાથે પેપર પૂરું કરીને એક જંગ જીતવા મુજબ બહાર આવી ને ઘર તરફ પ્રયાણ કરેલ. અને હવે બીજા બાકીના પેપર ને જીતવા માં હું જોડાવાનો હતો. બીજા દિવસે સવારે હું મંદિર માં દર્શન કરી ને બહાર આયો અને ખુશીઓ ની લહેર સાથે હું આગળ વધી રહેલ અને એજ સમયે હું અચાનક એક કારમી ઘટના બની જે કદાચ આ જીવન મારા થી જોડાયેલ રહેશે. હું મારી સામે એક નિર્દોષ એ જીવ ગુમાવ્યો અને પથ્થર ની મૂર્તિ ની જેમ જ ઉભો રહીને જોઈ રહેલ ના હું કઈ કરી શક્યો ના હું એને બચાવી શક્યો આજે પણ એ ઘટના મારા આંખ ની સામે આવે છે તો મારા રુવાડા ઉભા થઇ જાય છે. હું ઉભો હતો પણ મારા પગ ની નીચેની જમીન નહોતી રહી .


હું માંડ માંડ ઘર તરત આગળ વધી રહેલ પણ મારા નજર સમક્ષ એ જ ઘટના રિપીટ થઇ રહી હતી. હું મારા બાકી ના પેપર નું ધ્યાન ફોક્સ કરી રહેલ પણ આ જ નજર સમક્ષ આવી રહેલ આખરે બીજો દિવસ આવી ગયો હું બહાર થી સ્વસ્થ નહોતો છતાં હું સ્વસ્થ હોવ તેમ આગળ વધી રહેલ અને ધીમે ધીમે એક પછી એક પેપર પુરા કરી રહેલ અને હવે આખરે યોગ સ્વસ્થ શિક્ષણ નું છેલ્લું પેપર હતું જે હું પૂરું કરવાનો હતો  અને પછી વેકેશન માણવાનો હતો. બસ આ વેકેશન ની ફોલ્સ ખુશીઓ ને હું લઇ ને આગળ વધી રહેલ.


આખરે બધી જ પરીક્ષાઓ પુરી અને હવે ફાઈનલી હું આગળ વધી ને મારી લાઈફ ને જીવવાનો હતો અને રાજકોટ પણ જવાની તૈયારી કરી રહેલ તો બીજી બાજુ ટ્યૂશન માં ૮-૯ ની પરીક્ષાઓ ચાલી રહેલ અને મારે વોલ્ન્ટર માં જવાનું હતું ,ખુશ હતો આખરે ૨ કલાક માટે તો મારે નિરીક્ષક બનવા મળશે અને હવે ધીમે ધીમે હું આની સાથે આગળ વધી રહેલ તો બીજી બાજુ કોમ્પ્યુટર માં ગેમ રમી રહેલ અને બાકી રહેલ તમામ ફિલ્મો જોઈ રહેલ. ફિલ્મો નું લાબું લિસ્ટ હતું કેમકે એ સમયે ઓ.ટી.ટી. નહોતા અને ઇન્ટરનેટ પણ ખુબ મોંઘુ હતું. આ બધા ની સાથે મારુ વેકેશન શરુ થઇ ગયેલ અને ૧-૨ દિવસો માં હું રાજકોટ જવાનો હતો. 


આ બધા ની જોડે મારી લાઈફ માં હજી એવું કઈ થવાનું હતું જે હું અજાણ હતો. અને મને હજી માનસિક રીતે હલાવી દેત.એ આપણે જોઈશું આવતા મહિને. ત્યાં સુધી આપ સૌને દિવાળી ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ.

આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.








 








 








https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform








 








 








 








 








 








 








 








 








 








 








 








ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial








 








 








ટિવટર : https://twitter.com/ManthanVThakkar








 








 








ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments