લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૫ - ૦૭ ઓક્ટોબર ૨૦૨૩



હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓક્ટોબર ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. ઓક્ટોબર મહિના માં આમ તો માં જગદંબા ની આરાધના અને દિવાળીના દિવસો હોય છે પણ આ વખતે પવિત્ર અધિક માસ ના લીધે ટૂંક સમય માં જ નવરાત્રી શરુ થશે. આજે ફરી એક નવરાત્રી સ્પેશ્યલ લવસ્ટોરી ને લઈને વાત કરીએ.


શિવાની જેના નામ ના અર્થ માં જીવન અને મૃત્યુ સમાવેલ હોય તેવી બેફિકર અને બિન્દાસ્ત છોકરી. બાળપણ થી જ ગરબા માં પ્રિન્સેસ બને પણ હવે એને ફર્સ્ટ ટાઈમ કોઈ ગરબા કોમ્પિટિશન માં નંબર વન આવતા રોકવાનું હતું. અને એ હતો કાઠિયાવાડી જેના સૂર થી આખું સૌરાષ્ટ્ર ઝૂમી ઉઠે અને એના ગરબા ના તાલે સૌના પગ ઝૂમવા લાગે. ફર્સ્ટ ટાઈમ બંને રંગતાળી ગરબા માં અથડાયા અને બંને ને એક બીજા ગમી ગયા પણ આ તો ગરબા હરીફાઈ બંને ને મન જીતવાનું ઘેલું લાગેલ અને આખરી ૩૦ મિનિટ હતી સૌ પોતાના દિલ થી રમી રહેલ.


હવે જે આખરી ૩૦ મિનિટ સુધી ટકી રહેલ એવા ૨ જ લોકો હતા બંને જણા પરસેવા થી રેબઝેબ અને બને આમને સામને અને આખરે શિવાની ના પગ અટકી ગયા અને આખરે આપણો કાઠિયાવાડી જંગ જીતી ગયો. ફર્સ્ટ ટાઈમ દરબાર છોકરી ને કોઈ કાઠિયાવાડી હરાવી ગયો. ગુસ્સો તો બહુ આવ્યો પણ બંને ની નજરો કઈ કહી રહેલ અને રનર અપ હોવાના લીધે સોહમ પણ એને અભિનંદન કહી ને નીકળ્યો. ગરબા પુરા થઇ ગયા હવે ઘરે જવાનું હતું.


સોહમ ની બાઈક માં પન્ચર હતું અને એ રાહ જોતો હતો કે કોઈ મળે તો લિફ્ટ મળે તે જ સમયે શિવાની પોતાની કાર લઈને આવી અને લિફ્ટ નું પૂછ્યું બસ અહીં થી જ એમની ન્યુ જર્ની શરુ થઇ. બંને એ કાર માં ખુબ વાતો કરી અને મિત્રતા પણ થઇ ગઈ અને નવરાત્રી પછી પણ બંને મળવા લાગ્યા. લગભગ એક જ વીક માં બંને એ પોતાના પ્રેમ નો ઈઝહાર કર્યો અને બંને એ નવા વર્ષ માં સગાઇ નું પણ નક્કી કરી લીધું. 


હવે દિવાળી ના દિવસો આવ્યા અને બંને જણા પોતાની સગાઇ નું શોપિંગ કરવા પણ સાથે જતા . પણ ધનતેરસ ના દિવસે સોહમ ને કામ હોવાથી એ ના જઈ શક્યો અને શિવાની એકલી જ ગઈ. શહેર ના સૌથી મોટા મોલ અને સિનેમા માં . કહેવાય છે કે થવાનું હોય એને કોઈ રોકી શકતું નહીં બસ એ થઇ જ જાય છે અને કોઈ ને પણ નિમિત્ત બનાવે છે . શિવાની પોતાના માટે શોપિંગ કરતી હતી અને એજ સમયે સોહમ નો કોલ આયો અને બંને જણા વાત કરી રહેલ ત્યારે જ અચાનક સિનેમા માં આગ લાગી અને એ આગ મોલ સુધી પણ પહોંચી બધા આમ તેમ દોડી રહેલ અને આ જ આગ થી બચવા શિવાની પણ ભાગી પણ એનો પગ સીડી પરથી સ્લીપ થતા એ નીચે પટકાઈ અને આ બધું જ સોહમ વિડિઓ કોલ માં જોઈ રહેલ. એની આંખ સામે બધું થઇ રહેલ હોવા છતાં એ કઈ ના કરી શક્યો હાજી શિવાની થોડી પણ સ્ટેબલ થઈને બચે ત્યાં તો આગ ની અંદર એ હોમાઈ ગઈ. 


સોહમ આ બધું જોઈને ભાગ્યો પણ ત્યાં એના હાથ માં ફક્ત શિવાની ની ડેડ બોડી જ આવી અને એની લવસ્ટોરી અહીં જ અધૂરી રહી ગઈ.


તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી , આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


 


 


 


ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial


 


 




ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar


 


 


 


ઇન્સ્ટાગ્રામ :  https://instagram.com/ManthanVThakkar

Comments