લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૩ - ૧૨ ઓગસ્ટ ૨૦૨૩


હેલો મિત્રો કેમ છો બધા? આજે ઓગસ્ટ ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. ઓગસ્ટ મહિના માં આમ તો શ્રાવણ ની શરૂઆત થઇ જ જાય છે આ સમયે અધિક માસ ને લીધે થોડો લેટ છે તો પણ શરુ થઇ જ જશે અને આ ટાઈમે જ ઘણા તહેવારો પણ આવે રક્ષાબંધન , જન્માષ્ટમી અને જયારે ભક્તિ નો મહિમા હોય તો મહાદેવ ને કઈ રીતે ભુલાય? તો આવો આજે મહાદેવ ના મંદિર થી શરુ થયેલ એક લવસ્ટોરી ને જોઈએ 


રુદ્ર મહાદેવ નું જ નામ અને ભક્ત પણ , આખો શ્રાવણ માસ કરે અને નિત્ય શિવાજી ની પૂજા કરે આમ તો એક બિઝનેસમેન હતો પણ ભગવાન ની પૂજા સિવાય કોઈ પણ અગત્યનું કામ કેમ ના હોય એ ના જ કરે. તો બીજી બાજુ માહી એક ચંચળ અને મસ્તી ખોર છોકરી જ્યાં પણ જાય ત્યાં મોજ પડી જાય , આખું વાતાવરણ બદલી નાખે અને એની વાતો નો એક અલગ જ નશો ચડાઈ દે.


રુદ્ર ને બિઝનેસ માટે બહાર જવાનું થયું અને એ જ સમયે એની ફ્લાઈટ માં બાજુ ની સીટ માં માહી હતી. બંને ની આ પ્રથમ મુલાકાત હતી. રુદ્ર ને શાંત રહેવું ગમતું તો બીજી બાજુ માહી ને વાતો. બસ અહીં થી જ શરુ થઇ એમની જર્ની , હેપી જર્ની.  માહી એ વાત ચાલુ કરવાની શરુ કરી પણ આ વાત જ ના કરે ફક્ત બીઝ્નેસ્સ ટાઈમ્સ વાંચે અને પછી કઈ દીધું કે તું શાંત નહીં રહી શકતી? માહી એ કહ્યું હા પણ તમે કેમ એટલા શાંત છો લોકો ના કપડાં ઈસ્ત્રી કરેલ હોય તમારો તો ચહેરો પણ .. પછી હસતા જ એ શાંત થઇ ગઈ. આખરે બેંગ્લોર આવી ને રુદ્ર ને થયું કે હાશ.


રુદ્ર એની કંપની ની ગાડી માં નીકયો ત્યાં જ અચાનક માહી એની ગાડી જોડે અથડાઈ અને એની પાછળ ગુંડાઓ હતા , આમ તો રુદ્ર ગુસ્સા માં આવી ને બહાર નીકળ્યો પણ ત્યાં જ માહી રુદ્ર ની પાછળ છુપાવા લાગી અને પછી ગુંડા એ કહ્યું ઓ હીરો હટી જ તું અમને ઓળખતો નહીં અમે અહીં ના પોલિટિશ્યન છીએ બસ આ એક શબ્દ જ એને હેરાન કરી ગયો એણે કહ્યું આના થી તો હું એમ પણ કંટાળી ગયો છું ૩ કલાક માં તો આને બચાવાની મારે કોઈ જરૂર નહીં પણ અત્યારે તો તને તોડવાની પણ મજા છે આખરે તે મને એક મોકો આપી દીધો જુના ગુસ્સા નો અને પછી એ ગુંડાઓ ને ખુબ મારે છે અને પછી માહી થેંક્યુ કહે છે પણ રુદ્ર પૂછે છે ઓ બકબક કવીન કોણ હતું આ?


માહી આખરે પોતાની બધી હકીકત કહે છે કે એના જબરદસ્તી એક ગુંડા સાથે મેરેજ કરે છે એટલે એ ભાગી રહેલ અને આ એના જ માણસો હતા આ જાણી ને રુદ્ર નો ગુસ્સો શાંત થઇ ગયો અને એણે લિફ્ટ આપવાનું કહ્યું તો માહી ને અહીં કોઈ હતું નહીં એટલે રુદ્ર એ કહ્યું કે મારા કંપની ના ક્વાર્ટર માં તમને રૂમ મળશે તમે ત્યાં રહો અને સ્ટાફ પણ હશે તો તમને કોઈ જરૂર પડે તો એમને કેહજો એ હેલ્પ કરશે. માહી એ પણ હા કઈ ને જોડે ચાલી.


રુદ્ર અહીં મિટિંગ માટે એક વીક રહેલ અને આ સમય માં માહી ની જોડે એની સારી દોસ્તી થઇ ગયેલ અને હવે રુદ્ર ને પાછું જવાનું હતું એણે કહ્યું કે હું પાછો જઈ રહેલ છું અને માહી એ એને પોતાના દિલ ની વાત કરી અને આ બાજુ રુદ્ર ને પણ માહી ગમવા લાગેલ એણે પણ હા પાડી બંને જણા ખુબ ખુશ હતા અને બંને ફરી પાછા આવી રહેલ એ જ સમયે ગુંડાઓ એ ફરી હુમલો કર્યો અને માહી ને ગોળી વાગી અને એ ત્યાં જ મૃત્યુ પામી અને આ બાજુ રુદ્ર એ પણ ત્યાં જ એ ગુંડાઓ ની હત્યા કરી , રુદ્ર આમતો મહાદેવ નું જ નામ હતું તો મહાદેવ નો પણ પ્રેમ અધૂરો રહેલ તો અહીં તો એ મનુષ્ય હતો અને રુદ્ર પણ પોતાના પ્રેમ વગર અધૂરો રહ્યો 


તો મિત્રો આ હતી આ વખત ની લવસ્ટોરી , આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 


ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

 

 

 

ઇન્સ્ટાગ્રામ :  https://instagram.com/ManthanVThakkar

Comments