મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૩ - ૦૪ ઓગસ્ટ ૨૦૨૩




હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના અફલાતૂન ઓગસ્ટ ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? આવતીકાલે ફ્રેન્ડશીપ ડે છે તો સૌથી પહેલા આપ સૌ ને હેપી  ફ્રેન્ડશીપ ડે અને બીજી ખાસ વાત આજ થી એક વર્ષ પહેલા મારી ફિલ્મ મને લઇ જ રિલીઝ થયેલી જેને આજે એક વર્ષ થયું છે તો આ ફિલ્મ શેમારૂ મી અને બીજા ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર પણ છે તો જેમને જોવા ની બાકી હોય એ જરૂર જોવે. હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી જ હવે વાત શરુ કરીયે.

 

લાસ્ટ ટાઈમ જોયેલ કે હું એક બહુ મોટી અસમંજસ માં હતો , કોઈ ને જવાબ આપવાનો હતો પણ એ જવાબ ગળા માં જ અટકી ગયેલ તો બીજી બાજુ મહાદેવ ના મંદિર નું નિર્માણ પણ પતવા આવેલ અને હું એજ ખુશીઓ માં આગળ વધી રહેલ , ધીમે ધીમે દિવસો પસાર થઇ રહેલ અને આખરે મહાદેવ ના મંદિર નો એ દિવસ આવી ગયો જયારે ૩ દિવસીય ઉત્સાહ અને પૂજન સમારોહ હતો પણ દસમા ધોરણ ની એ લાઈફ પણ મારી આંખો થી જ હું મહાદેવ ને વાત કરી રહેલ. અને કોઈ મારા જવાબ ની રાહ જોઈ રહેલ.


આખરે શિવરાત્રી નો એ દિવસ આવી ગયો અને હું મહાદેવ ના મંદિર માં મૂર્તિ પૂજા સમયે ગયો , બધા ની આંખો બંધ અને કાચ તૂટી ને એ મૂર્તિ પૂજા થઇ રહેલ ગજબ ના વાઇબ હતા અને મન ને એક અલગ જ અહેસાસ થઇ રહેલ , એક પળ માટે તો મને જ નહોતી ખબર કે હું ક્યાં છું પણ ધીમે ધીમે હું ફરી વાતાવરણ માં આવી રહેલ અને આંખો ખોલતા જ મારી સામે ફરી એ ચહેરો આવી રહેલ , હું મૂર્તિ પૂજા પછી અંદર દર્શન કરવા ગયો અને પ્રદક્ષિણા કરતી વખતે મારી નજર એકાએક એ ઘર પર પડી અને હું નિસ્તબ્ધ થઇ ગયેલ અને મેં મહાદેવ ના આશીર્વાદ માનીને આગળ વધવાનું વિચાર્યું. 


સાંજે મહાપ્રસાદ પછી બીજા દિવસ થી હું અને બીજા મિત્રો રેગ્યુલર પણે મોર્નિંગ ટ્યૂશન બેટચ પતાઈને સવારે ૭ વાગ્યા માં રિટર્ન થઇ ત્યારે આ મંદિરે જવા લાગ્યા અને બીજા દિવસે મેં મારો જવાબ પણ આપ્યો , લાઈફ માં બધું જ સેટ થઇ ગયેલ હોય એમ લાગતું હતું મારી આંખો થી જોયેલ એક સપનું જે પૂરું થઇ ગયેલ અને બોર્ડ ની એક્ષામ ના કુરુક્ષેત્ર ને હવે લડવાનું હતું , દિવસો પાણી ની માફક હાથ માં થી પાસ થઇ રહેલ અને દિલ જોર જોર થી ધડકી રહેલ , મન માં ઉમંગ હતો , થોડો ડર અને  બહુ બધા સપના અને ઘેલછાઓ મન માં વધી રહેલ પણ હવે હું બધી જ રીતે તૈયાર હતો , અડધી બાજી તો હું જીતી ગયેલ અને હવે વાર હતી તો અડધી બાજી ની .


અડધી બાજી ને હું દિલ થી જીતવા માંગતો હતો પણ મને નહોતી ખબર કે આ અડધી બાજી મને કેટલો પરિશ્રમ અને રાહ જોવડાવશે કે કદાચ જીતી પણ શકીશ કે નહીં એ પણ નહોતી ખબર પણ હું મક્કમ રીતે આગળ વધી રહેલ અને દિવસો જેમ જેમ જતા હતા એમ એમ હું મારા મન ને અને દિલ ને મજબૂત કરી રહેલ તો બીજી બાજુ મારુ ડિસ્ટ્રેક્શન પર અટ્રેક્શન હાવી થઇ રહેલ , ક્યારેક હું સમજુ એ પહેલા જ બધું થઇ જતું તો ક્યારેક મને સમજવા ફક્ત સેકન્ડ જ મળતી. આ બધા ના ચકરાવે ચડેલ  હું ધીમે ધીમે પણ મક્કમ ગતિ એ આગળ વધી રહેલ.


બસ હવે ફક્ત ગણતરીઓ ના દિવસો જ બાકી રહેલ અને ઘરે લોકો ના વિશિંગ માટે ફોન તથા પર્સનલ વિઝિટ પણ ચાલુ થઇ ગયેલ , એક રાજાશાહી ની ફીલિંગ આવી રહેલ અને હઝારો સપનાઓ પણ બની રહેલ , ઘર માં પ્રથમ હું જ હતો જે બોર્ડ ની પરીક્ષા આપવાનો હતો અને મોસાળ પક્ષ માં પણ હું જ હતો , લોકો ની ઘણી અપેક્ષાઓ મારા થી હતી અને લોકો ને ખુબ આશાઓ હતી અને મને પણ મારા પોતાના થી . હું ભગવાન ના ભરોસે નહીં પણ મારા ભરોસે મારા કિસ્મત ની બાજી રમી રહેલ અને મન માં કોઈ ખૂણે ધીમે ધીમે એક અભિમાન પણ વધી રહેલ અને આ મારા પતન ની શરૂઆત હતી જે હું સમજી શકું એ રીતે નહોતો કદાચ આ મારી ભૂલ પણ હતી અને નાદાનિયત પણ . 


આજે પણ જયારે એ એરિયા થી પાસ થવું છું તો હઝારો યાદો જોડાયેલી છે અને હઝારો સપનાઓ પણ અધૂરા લાગી રહેલ છે , આજે પણ આંખો કોઈને શોધી રહી છે તો દિલ માં એક પૂર આવી જાય છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ . ઘણું બધું એક પળમાં જ મારી સામે આવી જાય છે અને ઘણું બધું એક સેકન્ડ માં જ લાઈવ બની જાય છે . આ બધા નો ખાસ રીઝન આવતા સપ્ટેમ્બર માં જોઈશું . 

આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

 

 

 

 

 

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments