Skip to main content
લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૨ - ૦૮ જુલાઈ ૨૦૨૩
હેલો મિત્રો
કેમ છો
બધા? આજે જુલાઈ
૨૦૨૩ નો
બીજો વિકેન્ડ
પણ એના
કરતા પણ
મહત્વની વાત
એ કે બીજા
વીકએન્ડએ આપણે
વાત કરીયે
છીએ એક
લવસ્ટોરી ની.
જુલાઈ મહિનો
આમ તો
વરસાદ નો
મહિનો છે
અને વરસાદ
હોય ત્યાં
રોમાન્સ અને
રોમાન્સ હોય
તો પ્રેમ
તો થવાનો
જ તો
ચાલો બહુ
સમય ના
લેતા ડાયરેક્ટ
પ્રેમ ની
વાત પર
આવીએ
હાલ માં
જ ગૌરી
વ્રત પૂર્ણ
થયા અને
જનરલી આ
દિવસો માં
છોકરીઓ ઉપવાસ
કરે અને
પૂજા પાઠ
કરે સાથે
સાંજે બધા
ફરવા પણ
જાય , આજે પણ
લોકો સ્કૂલ
ની છોકરીઓ
અને કોલેજ
ની પણ
ફ્રી ટાઈમ
હોય તો
મંદિરે કે
પછી કોઈ
નજીક માં
બગીચા માં
બેસે બધી
સહેલીઓ મળે
અને આ
જ સમયે
છોકરાઓ પણ
પોતાની ગમતી
છોકરીઓ ને
જોવા જાય
બસ આ
જ એક
રોમેન્ટિક પળ
હોય છે
કોઈને જોતા
રહેવાની , કદાચ આમાંથી
ઘણા લોકો
એ આ
મોમેન્ટ ને
જીવી પણ
હશે ખરું
ને? હા એકદમ
ક્રિશ્ના પણ
એમાં ની
જ એક
છોકરી . ૧૨માં ધોરણ
માં હશે
અને એ
પણ આ
રીતે જ
બધી ફ્રેન્ડ
સાથે નજીક
ના ગાર્ડન
માં જતી
અને ઘણા
બીજા લોકો
પણ ત્યાં
આવતા , જાણે માનવ
મહેરામણ જ
જોઈ લો
અને આની
સાથે બધા
ત્યાં મજાક
મસ્તી કરે
તો કોઈ
ગેમ પણ
રમે. બીજી બાજુ
છોકરાઓ નું
ગ્રુપ પણ
ત્યાં આવતું
અને એમાં
યુવા દિલો
ની ધડકન
એટલે કે
પ્રેમ રાઠોડ
પણ ત્યાં
આવેલ . એ ના તો કોઈ
છોકરી માટે
આવેલ પણ
એ તો
ફક્ત દોસ્તો
ની સાથે
ફરવા આવેલ
અને મસ્તી
કરવા આવેલ
.
આ બાજુ ક્રિશ્ના એની
ફ્રેન્ડ સાથે
દોડ પકડ
રમતી હતી
અને આ
બાજુ થી
પ્રેમ ની
એન્ટ્રી થઇ
દોડવામાં અચાનક
જ આ
બને ટકરાયા
અને પ્રેમ
ને ફર્સ્ટ
નજરે જ
ક્રિશ્ના ગમી
ગઈ. આ બાજુ ક્રિશ્ના પણ
એક જ
નજરે પ્રેમ
ને જોઈ
રહેલ પણ
તોય એ
સમયે નજર
નીચી રાખીને
એ ત્યાં
થી નીકળી
ગઈ અને
આ બાજુ
પ્રેમ એને
જોતો જોતો
નીકળી ગયો
પણ પ્રેમ
નું દિલ
હવે એના
કંટ્રોલ માં
નહોતું એના
મન અને
દિલ પર
ક્રિશ્ના નો
જાદુ ચાલી
નીકળેલ હવે
એ ક્રિશ્ના
ને જાણવા
માંગતો હતો
એટલે એ
ફરી થી
ત્યાં થી
નીકળ્યો અને
આ વખતે
એ લોકો
આંધળો પાટો
રમતા હતા
અને ફરી
એક વાર
ક્રિશ્ના પ્રેમ
સાથે અથડાઈ
જોકે આ
સમયે પ્રેમ
પણ ઈચ્છતો
હતો કે
એ અથડાય
અને વાત
આગળ વધે
આ ટાઈમે પ્રેમ એ
હિંમત કરીને
કીધું કે
તો આપણે
બીજી વખત
મળ્યા આઈ
થિન્ક વી
વોન્ટ ટૂ
બી એ
ફ્રેન્ડ્સ. આઈ એમ
પ્રેમ . અને પછી
એ ક્રિશ્ના
ની આંખો
માં જોઈ
રહેલ ક્રિશ્ના
ને પણ
પ્રેમ ગમી
રહેલ એને
પણ પોતાનું
નામ કહ્યું
અને પછી
જતી રહી.
પણ આજે
બંને માં
થી કોઈ
ને પણ
ચેન નહોતું
પડતું બંને
ને એક
બીજા ગમી
રહેલ અને
બંને બીજી
સાંજ ની
રાહ જોઈ
રહેલ અને
આખરે બંને
બીજા દિવસે
મળ્યા અને
અહીં થી
વાત શરુ
થઇ. બંને આજે
એક બીજા
જોડે વાત
કરીને ખુબ
ખુશ હતા
અને ધીમે
ધીમે એમની
મુલાકાતો વધવા
લાગી અને
બંને ને
પ્રેમ પણ
થઇ ગયો
.
હવે બંને
કલાકો સુધી
એક બીજા
જોડે વાત
કરતા અને
રોજ એકબીજા
ને મળતા.
કદાચ બંને
ની જોડી
સ્વર્ગ માં
થી જ
આવી હોય
. પણ કહેવાય
છે ને
ક્યારેક હસવું
પણ કંટ્રોલ
માં નહીં
તો કોઈ
ને આપણા
હસવાની પણ
નજર ચડી
જાય. અને થયું
પણ એવું
જ આ
બંને ના
પ્રેમ ને
કોઈ ની
નજર લાગી
ગઈ. ક્રિશ્ના ના
ઘરે આ
વાત ની
જાણ થઇ
અને આ
બાજુ પ્રેમ
એ પણ
પોતાના ઘરે
આ વાત
કરી દીધી
બંને ના
ઘર વાળા
પણ રાજી
થઇ ગયા
.હવે બંને
પરિવાર એ
નક્કી કર્યું
કે આ
બંને ના
લગ્ન કરાવશે
અને નક્કી
થયેલ મુજબ
પ્રેમ ના
ઘરવાળા ક્રિશ્ના
ના ત્યાં
શગુન લઇ
ને જવા
નીકળ્યા . પ્રેમ ખુબ
ખુશ હતો
અને આ
બાજુ ક્રિશ્ના
પણ . બંને ની
ફોન પર
વાત ચાલી
રહેલ અને
અચાનક જ
ગાડી ની
બ્રેક ફેલ
થઇ અને
પ્રેમ ની
ગાડી રોડ
પર થી
નીચે ખાઈ
માં પટકાઈ
અને પ્રેમ
અને એનો
આખો પરિવાર
એક જ
મિનિટ માં
ખતમ થઇ
ગયો.
આ બાજુ બંને ના
વિડિઓ કોલ
ચાલુ હતો
આ જોઈ
ને ક્રિશ્ના
પણ મનોમન
તૂટી ગઈ
અને અચાનક
જ એને
હાર્ટ એટેક
આવ્યો અને
એ પણ
મૃત્યુ પામી.
ન જાણ્યું
જાનકીનાથે કે
સવારે શું
થશે . જે હાથ
માં મહેંદી
રચવાની હતી
, જે હાથ
માં મીંઢળ
બાંધવાનું હતું
એ હાથ
રાખ માં
બળી રહેલ
. જેમ અમુક
જોડીઓ ઉપર
થી બની
ને આવતી
હોય એમ
જ અમુક
જોડી ઉપર
પણ જોડે
જ જાય
છે આ
પણ એનો
જ એક
ભાગ હતી
.
આવતા અઠવાડીએ
ફરી મળીશું
અને આજ
ના આ
બ્લોગ , આ વાર્તા ને લઇ
ને તમારા
કોઈ કમેન્ટ
કે સજેશન
હોય તો
મને જણાવી
શકો છો.
નીચે મારા
સોશ્યિલ મીડિયા
ની લિંક્સ
છે જેમાં
પણ તમે
ડાયરેક્ટ મને
મળી શકો
છો. આપ નો
પ્રતિભાવ હંમેશા
મને આવકાર્ય
રહેશે. ત્યાં સુધી
હેપી વિક
અગેઇન અને
વાંચવા બદલ
સૌ મિત્રો
નો આભાર
. મારા સોશ્યિલ
મીડિયા પાર્ટનર
નો પણ
દિલ થી
આભાર કેમકે
એ ટીમ વગર
હું કદાચ
ફરી લખવાનું
સાહસ ના
કરી શકતો
હોત.
ફેસબુક :
https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
ઇન્સ્ટાગ્રામ :
https://instagram.com/ManthanVThakkar
Comments
Post a Comment