મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૨ - ૦૧ જુલાઈ ૨૦૨૩

 



હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના જાજરમાન જુલાઈ  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા?  જાજરમાન જુલાઈ હા મહિના ની સ્ટાર્ટિંગ એટલી જોરદાર હોય છે આકાશ માં વીજળીઓ ના ગડગડાટ અને એની સાથે વરસતો વરસાદ , રોમાન્સ ને એક નવા દોર પર લઇ જાય છે , ભીની માટીની મહેક અને વરસાદ નો આનંદ એક પળ માં નજર સામે અસંખ્ય યાદો જોડી દે છે. સ્કૂલ અને કોલેજ માં ના જવા ના બહાના તો ક્યારેક પલળતા વરસાદ ની મજા લેવાની અને ચાની ચુસ્કી પણ કદાચ જોબ માં મજા ના પણ મળે તોય મેં તો જોબ દરમ્યાન પણ મજા ખુબ લુટેલ . કદાચ સીઝન એક અલગ યાદ અપાવે છે પણ વાત ને પછી ક્યારેક કરીશું કેમકે અત્યારે વરસાદ ની વાત શરુ કરીશું તો મૂળ વાત સાઈડ માં રહી જશે અને વરસાદી કોલમ બની જશે. હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી હવે વાત શરુ કરીયે.

 

લાસ્ટ ટાઈમ આપણે જોયેલ કે ટ્યૂશન માં ટેલેન્ટ નું આયોજન થયેલ અને પછી મારી લાઈફ માં ખુબ કઈક અવિશ્વસનીય અને જોરદાર થવાનું હતું અને હું મારી ધૂમ માં મસ્ત હતો . આખરે દિવસ આઈ ગયો ટેલેન્ટ નો જોરદાર દિવસ , સાંજે વાગ્યે થી હું , ચેતન , બોબી અને બીજા બધા મિત્રો પહોંચી ગયેલ અને દિલ માં એક અલગ ઉમંગ હતો , મમ્મી પપ્પા પાછળ થી અવાના હતા અને ત્યાં સુધી અમે બધા મિત્રો ખુબ મજા કરી રહેલ અને ડિનર નો ટાઈમ પણ થઇ ગયેલ અમે બધા સાથે ડિનર કર્યું અને બધા ની વચ્ચે અમે લોકો અમારી મસ્તી પણ કરી રહેલ તો આંખો માં કઈ અલગ મસ્તી પણ ચાલી રહેલ અને એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ચાલી રહેલ અને પોસ્ટર માં નેક્સટ યર માં મારો ફોટો આવે એવું હું સ્વપ્ન પણ જોઈ રહેલ ત્યાં અર્પણ સર આયા અને એક ગ્રુપ ફોટો માટે અમને બોલાય અને પછી અમે એક ગ્રુપ ફોટો પણ લીધો અને પછી થોડી વાર માં ટેલેન્ટ શરુ થયો . સ્ટાર્ટિંગ માં ગણેશ વંદના અને પછી થી નાનો સન્ની દેઓલ આયો અને ધીમે ધીમે એક પછી એક પરફોર્મન્સ શરુ થયા પણ મારુ મન કોઈ ખાસ પરફોર્મન્સ ની રાહ જોઈ રહેલ અને પછી પણ આવ્યું ગજબ આજે પણ ફ્રી ટાઈમ માં મારા લેપટોપ માં જોઈને ઘણી યાદો તાજી કરું છું અને દિલ માં પણ યાદ ફરી જીવંત બની જાય છે જાણે હું આજે પણ એજ જગ્યે બેઠો છું અને મારી સામે ભજવાઈ રહેલ હોય હા ત્યારે હું એક ઓડિયન્સ હતો , કલા , એક્ટિંગ , ડિરેક્શન કે ડાન્સ બધા થી હું ખુબ દૂર હતો જોવા જઇયે તો આજે પણ હું ડાન્સ થી તો દૂર રહુ છું પણ અંદર થી રંગમંચ ની સફર ને દૂર નહીં કરી શકતો પણ ત્યારે તો મારા દિલ માં કઈ અલગ હતું

 

પછી થોડી વાર માં ટોપર્સ ને એવૉર્ડ આપ્યા અને પછી ભાસ્કર ગ્રુપ ના ફાઉન્ડર પોતાનો ડાન્સ શરુ કર્યો સારું હતું પણ અમે એમાં એક અલગ કોમેડી શોધી લીધેલ અને ધીમે ધીમે એક પછી એક મિત્રો ના પરફોર્મન્સ આવ્યા તો અમુક ખાસ પરફોર્મન્સ શોકિંગ હતા આજે પણ યાદો મારી વચ્ચે છે રાતે લગભગ એકાદ વાગે ફંક્શન પત્યું અને પછી અમે ઘરે જઈ રહેલ કેમકે બીજે દિવસ સવાર માં ૧૦ વાગ્યે અમારે સાયન્સ ની પરીક્ષા હતી અલર્ટ આવીને સુઈ ગયેલ અને પછી બીજે દિવસે સવારે ઉઠીને હું અને ચેતન, બોબી અમે ટ્યૂશન પહોંચ્યા પરીક્ષા આપવા પણ મારા મગજ માં સાયન્સ ની જગ્યે સાહિત્યિક રચના ચાલી રહેલ વખતે હું લખી નહોતો શકતો કે સાહિત્ય જગત સાથે પણ એટલો સંપર્ક માં નહોતો પણ તોય ખબર નહીં દિલ માં ઘણી યાદો અકબંધ રહી ગયેલ અને રચનાઓ ના વમળ સ્વરૂપે મારા માનસપટ માં છવાઈ રહેલ અને હું સાયન્સ ની પરીક્ષા આપી રહેલ આજે એક અલગ જોશ હતો અને મેં આખું પેપર ૧૫ મિનિટ પહેલા પૂરું કરી દીધું અને એક જોશ સાથે બહાર આયો અત્યારે કદાચ હું ફરી સપનાઓ ના સાતમા આકાશ માં ઉડી રહેલ મને ડર પણ નહોતો કે જો મારી પાંખો કપાઈ ગઈ તો હું શું કરીશ? પણ હું ઉડી રહેલ મને મારા મન નું આકાશ મળ્યું હોય એવી ફીલિંગ સાથે , હકીકત માં તો મારુ આકાશ મારા થી કોશો દૂર હતું પણ મને ક્યાં ખબર હતી કે વિઝયુલાઇઝ પાવર , ડેસ્ટીની રુલ , દિવ્ય શક્તિ , ચેતના ચક્તિ બધા શબ્દો સાંભળેલા પણ એની શક્તિ નહોતી ખબર માટે કહેવાય છે કે હમેશ માટે સારું વિચારવું અને સારું બોલવું કોને ખબર આપણા એજ વિચાર ને પરમાત્મા તથાસ્તુઃ કઈ દે અને જીવન બની જાય મારી સાથે પણ આજ થઇ રહેલ પણ હું નહોતો સમજી શકતો

 

હું મારી મસ્તી અને સ્વપનાઓ ની દોડ સાથે આગળ વધી રહેલ ખુશીઓ ની લહેર માણી રહેલ અને દોડ માં ભરતી થવાની હતી જેનાથી હું અજાણ હતો . ધીમે ધીમે દિવસો અવાના હતા જેની રાહ હર કોઈ જોતું હોય છે અને હું મારા સપનાઓ ને માટે કદાચ આની રાહ જોવાનો હતો પણ મારુ સપનું એટલું જલ્દી પૂરું થશે નહોતો જાણતો . ક્યારેક દિલ ની ધડકન બહુ જલ્દી વધી જતી તો ક્યારેક લાંબી વાર સુધી ધડક્યાં વગર રહી જતી . કોઈને જોઈ ને એક મિનિટ માટે સ્તબ્ધ થઇ જવાતું તો સામે પણ કઈ અવાજ હાલ હતા કોણ સમજી શકે અને કોણ સમજાવી શકે બધા સવાલો થી હું દૂર રહી ગયેલ હું ક્યારેક સપનાની  પાછળ દોટ મુકતો તો ક્યારેક ખોવાઈ જતો ધીમે ધીમે કોઈ પાવર મને પોતાની તરફ ખેંચી રહેલ મને નહોતું સમજાઈ રહેલ કે શું થઇ રહ્યું છે અને બધા ની વચ્ચે રોમાન્સ ની સીઝન પણ શરુ થઇ ગયેલ અમે બોબી ને ચીડવી રહેલ પણ મન ના કોઈ ખૂણે મારો રોમાન્સ શરુ થઇ ગયેલ જે છાનો હતો અને એને હું ડિક્લેર કરવા પણ નહોતો માંગતો

 

એક પછી એક દિવસો જઈ રહેલ અને આજ દિવસો માં ખોવાઈ જવાનું મન થઇ રહેલ. બોર્ડ ની પરીક્ષા નજીક આવી રહેલ, બીજી બાજુ મારા અધૂરા સપનાઓને પોતાનું આકાશ મળ્યું હોય એવી ફીલિંગ , ક્યાંક અંદર થી એક ધીમો ડર તો બીજી બાજુ હાથી ને પણ તાંડવઃ કરાવે એવો આત્મવિશ્વાસ બધા ની સાથે હું આગળ જઈ રહેલ પણ કોઈ નજીક આવી રહેલ કદાચ આંખો ની ભાષા કોઈ સમજી રહેલ તો બીજી બાજુ દિલ ના શબ્દો ને પણ કોઈ કલમ બની ને બહાર લાવી રહેલ. ધીમે ધીમે દિવસ આવી ગયો જયારે બધું સાઈડ માં રહી ગયું અને કઈ અલગ થયું , કોઈ અજાણી વ્યક્તિ અચાનક જાણીતી થવાની હતી સામે આવી ગઈ અને શ્વાસ એક પળ માટે રોકાઈ ગયેલ બસ ફક્ત આંખો એક બીજા ની સામે જોઈ રહેલ તો બીજી બાજુ રોકાયેલ શ્વાસ ૧૦૦૦ કી.મી ની સ્પીડે શરુ થઇ ગયેલ , હાર્ટ એટેક ફક્ત નામ સાંભળેલ પણ શું હોય કે કઈ રીતે આવે નહોતી ખબર પણ દિવસે કદાચ આવી જાત. સોરી નીકળે  પહેલા કાન પર કોઈ મેજીકલ શબ્દો પડ્યા અને આંખો ખુલી રહી ગઈ , ક્યાં છું પણ ખબર ના પડી જાણે શિયાળે વરસાદ પડી ગયો હોય એવું લાગતું , એક અલગ ખુશ્બુ આવી રહેલ . હોઠો શબ્દો શોધી રહેલ , ઘણું કહેવાનું હતું પણ કહી ના શક્યું અને આંખો જોતી રહી ગઈ અને કોઈ સ્માઈલ આપીને ચાલી ગયું .

 

ત્યારે હજી નહોતી ખબર કે સત્ય છે કે ખુલ્લી આંખે સપનું જોઈ રહેલ હું પણ કોઈ હોર્ન તો બીજી બાજુ પાછળ થી આવી ને એક જોરદાર ધબ્બો અહેસાસ આપી ગયો કે ના સત્ય હતું પણ હજી પોતાના પર વિશ્વાસ નહોતો કે મન માં બીજું બધું ભુલાઈ ને આંખો અને દિલ માં આજ રમી રહેલ લાઈફ માં આવો સમય પણ બહુ જોરદાર હોય છે જે આપણે ઇચ્છતા હોય એક પળમાં મળી જાય અને આપણે એટલી જલ્દી કલ્પના પણ ના કરી હોય ખરેખર હું ટાઈમે નિશબ્દ હતો બસ કઈ જોઈ રહેલ, મારી આજુબાજુ ખુબ શોર હતો પણ મને તો શોર માં પણ એક વાયોલિન કે ગિટાર ની ધૂન સાંભળી રહ્યા હોવાનું ફીલ થઇ રહેલ અને સમયે મહાદેવ જી ના મંદિર ના પાયા ખોડેલ ત્યાં મારી નજર પડી , મંદિર અલમોસ્ટ પતવા આવેલ કેમકે માથે શિવરાત્રી હતી એટલે મેં વગર મૂર્તિ પૂજા મહાદેવ જી ને માથું ઝુકાવ્યું અને થેન્ક્સ કહ્યું પણ હજી કોઈ ને જવાબ આપવાનો બાકી હતો અને દિલ માં વિચાર ચાલી રહેલ કે શું જે પણ થઇ રહેલ છે ઓકે  છે બહુ જલ્દી તો નહીં ને?

 

આવા ઘણા સવાલો મારી આંખો માં હતા તો મારા દિલ માં પણ હઝારો સવાલ હતા અને હું જવાબ આપું કે નહીં , ઘર માં વાત કરું કે નહીં એવા હઝારો સવાલ હતા અને બધા સવાલો ના જવાબ તમને મળશે અફલાતૂન ઓગસ્ટ અને પવિત્ર શ્રાવણ માસ માં મહાદેવ જી ની આરાધના ની સાથે તો મળીયે આવતા મહિને ત્યાં સુધી મહાદેવ હર

 

આવતા મહિના  સુધી આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

 

 

 

 

 

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

 

 

ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments