લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૧ - ૧૦ જૂન ૨૦૨૩



હેલો મિત્રો કેમ છો બધા? આજે જૂન ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની. જૂન મહિનો આમ તો વરસાદ નો મહિનો છે અને વરસાદ હોય ત્યાં રોમાન્સ અને રોમાન્સ હોય તો પ્રેમ તો થવાનો જ તો ચાલો બહુ સમય ના લેતા ડાયરેક્ટ પ્રેમ ની વાત પર આવીએ 


કોશમ્પા એક પહાડી વિસ્તાર જ્યાં આર્મી કે જવાનો ની ટ્રેનિંગ ચાલતી હતી અને દેશ ના તમામ નવ જવાનો ત્યાં દેશ માટે ટ્રેનિંગ માં આવતા હતા એમાં જ એક અસલી વીર રામ નામ એવો જ મિજાજ , એકદમ શિસ્ત પાલન અને ચુસ્ત ન્યાયી પોતાનો વાંક હોય તો પોતે પણ સજા મેળવે અને ખરો યોદ્ધા ત્યાં લોકો ને ટ્રેનિંગ આપતો . રોજ સવારે ૪ વાગે ઉઠી ને શહેર માં દોડ લગાવે અને બીજા ને પણ જગાડે. આખો દિવસ ટ્રેનિંગ અને રાતે બધા મોજ મસ્તી કરે એકદમ એની આગેવાની માં રામ રાજ્ય જ લાગે. 


રવિવાર નો એક દિવસ સાંજે એ લોકો શહેર ની મુલાકાતે  ગયા ત્યાં એક શાંત ઝરૂખે એક નવવધૂ ને જોઈ જાણે સાક્ષાત દેવી અવતાર, એક પરિણીતા ના લૂક માં , એના હાથ માં મહેંદી હતી , એની આંખો માં એ કાજળ હતું , એની માથા ની સિંદૂર અને એના ગળા નો હાર એનું એ શરીર અને એની આંખો માં દેખાતો કોઈ નો ચહેરો , કોઈ ની વાટ જોવાતી એ નજર રામ ની આંખો માં વસી ગઈ અને પહેલી નજરે જ પ્રેમ થઇ ગયો , બેકગ્રાઉન્ડ માં જ એક મ્યુઝિક ચાલુ થઇ ગયું એ કલાકો સુધી એ ઝરૂખે જ બેઠો અને એને જોઈ રહેલ અને રાતે એ બધા પાછા ફર્યા પણ રામ ના દિલ માં અને આંખો માં એ ચહેરો ઉતરી ગયેલ.


બીજા દિવસ થી ફરી એ જ નિત્યકર્મ હતો પણ એની આંખો માં એ જ ચહેરો રમતો એને દરેક જગ્યે એ જ ઝરૂખો દેખાતો હતો  અને હવે એ આવનાર રવિવાર ની સાંજ ની રાહ જોવાતી હતી અને ફાઈનલી  રવિવાર ની એ રંગીન સાંજ આવી ગઈ અને ફરી એ જ જગ્યે પહોંચ્યો આજે એ પણ એ જ દ્રશ્યો રિપીટ થઇ રહેલ એ આંખો માં કોઈ નો ઇન્તેઝાર , એ એનું સ્મિત , એ એનો હસીન ચહેરો જાણે યૌવન ના એને આશીર્વાદ હોય , કોઈ એની સામે હસીને આવતું તો એ એનું એ શરમાવું .


આ બધું જ લગભગ એક મહિના ચાલ્યું અને હવે રામ ને ૬ મહિના માટે જવાનું હતું બીજે જગ્યે અને એ બીજી જગ્યે પોસ્ટિંગ માં ગયો અને ૬ મહિના પછી એ અહીં ફરી આવ્યો ત્યારે સૌથી પહેલા એ જૂની જગ્યે ગયેલ પણ આજે આ ઝરૂખો શાંત થઇ ગયેલ અહીં ના એ નજર હતી , ના કોઈ ઉમંગ હતો , ના કોઈ હર્ષોઉલ્લાસ હતો આજે બધું જ સૂનું સૂનું હતું અને એક ચુપકીદી હતી આખો ઝરૂખો શાંત થઇ ગયેલ ના કોઈ અવાર જવર હતી અને આ જોઈને રામ એકદમ શાંત હતો . એનું દિલ રડી રહેલ ખબર નહીં કેમ પણ બધું જ પતિ ગયું એમ લાગેલ.


હવે રામ નું દિલ પણ તૂટી ગયેલ અને હવે એની લવસ્ટોરી પણ અધૂરી રહી ગયેલ કદાચ દુનિયા માં પણ ઘણી લવસ્ટોરી આ રીતે જ અધૂરી રહી જતી હશે તો મિત્રો આ હતી આ હતી આ વખત ની અધૂરી લવસ્ટોરી.


આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial


 




 




 




 




ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar




 












ઇન્સ્ટાગ્રામ :  https://instagram.com/ManthanVThakkar

Comments