મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૧ - ૦૪ જૂન ૨૦૨૩




હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના જોરદાર જૂન  ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? જોરદાર જૂન હા આ એજ મહિનો છે જયારે સ્કૂલ અને કોલેજ ફરી શરુ થાય એક નવા વર્ષ ની , નવી યાદો અને નવા મિત્રો બનાવાની. આજે લાઈફ માં સ્કૂલ કે કોલેજ તો નહીં રહી મોટા થવાની ઘેલછા માં મોટા તો થઇ ગયા પણ આજે પણ એ દિવસો યાદ આવે છે જયારે ચોપડા ના નવા પેજ ની મહેક તો સ્ટેશનરીની ત્યાં ની નવી ચોપડીઓ લાવી ને એને પૂઠા ચડવાની એ તૈયારીઓ , નવો સ્કૂલ ડ્રેસ અને કોલેજ માં હોય તો નવા કપડાઓ , શૂઝ અને બીજી ઘણી બધી તૈયારીઓ અને આજ તૈયારીઓ ના ગણત્રીઓના દિવસ માં આવતો પહેલો વરસાદ એક નવો રોમાન્સ જગાવી જતો. મન્ડે મોર્નિંગ બોરિંગ હોવા છતાં પહેલો દિવસ અને એ દિવસ ની રાહ સાથે કઈ નવા સપનાઓ સેવતા એ બધું જ યાદ આવે છે  હશે પણ હવે આગળ ની વાત શરુ કરીયે જ્યાં થી અટકેલ ત્યાં થી.


લાસ્ટ ટાઈમ જોયેલ કે કેવી રીતે ઉતરાણ પુરી થઇ ગઈ અને હવે ફરી ગણત્રીઓના દિવસો હતા અને એમાં કુરુક્ષેત્ર ના મેદાન કરતા મોટો જંગ શરુ થઇ ગયેલ , એક એક મિનિટ નો હિસાબ રાખવા જેવો હતો અને હું મારી મસ્તી માં , દિલ ના કોઈ ખૂણે હઝારો સપનાઓ સેવતો નીકળી રહેલ અને દિવસો કપાતા જતા હતા. ઘણું બધું નજીક આવેલ અને હવે લાઈફ માં કઈ ખુબ જ સુંદર હતું જેની મને હંમેશા આશ હતી અને એ ધાર્યા જેટલું સરળ થઇ જશે મને નહોતી ખબર જાણે કે સાક્ષાત ચમત્કાર જ. ૧૬ જાન્યુઆરી થી શરુ થયેલ સફર માં હવે મારુ બધું જ ફોક્સ મારી માઈન્ડ માં ચાલી રહેલ માર્કશીટ પર હતું . લેટ નાઈટ ક્લાસ્સીસ હોય કે અર્લી મોર્નિંગ હું હંમેશા તૈયાર રહેતો જિંદગી માં કરેલ ભૂલો ને સુધારવાનો એક સુંદર મોકો જ મળેલ. હું મારી જાત ને દરેક પાસાઓ થી લાડવા માંગતો હતો મારી જાત ને મારી આશાઓ ના એ તમામ કિરણો સુધી ખેંચવા માંગતો હતો ક્યારેક એક એક મિનિટ લાંબી લગતી અને આજે એક એક દિવસ એક એક મિનિટ ની જેમ પાસ થતો હતો . બોર્ડ ની માર્કશીટ મારા મગજ માં ફરી રહેલ અને એની પહેલા ૨૬ જાન્યુઆરી આવી , આમ તો રજા પણ જે માણસ જંગ માં ઉતરેલ હોય એને કેવી રજા?


એના માટે તો બધા જ દિવસો એક જેવા જ હતા. લાઈફ માં જયારે બધું જ અટવાઈ જાય અને મગજ માં ફક્ત એક ધ્યેય ચાલતું હોય અને એમાં પણ ચિત્ત ના ચોંટે ત્યારે મદદ કરવા સાક્ષાત ભગવાન આવે છે મારી સાથે પણ આજ થઇ રહેલ પણ એ સમયે હું આ વાત ને સમજી નહોતો શક્યો કે મહાભારત નું યુદ્ધ એ એક ઇતિહાસ નહીં પણ એ તો રોજ બરોજ ની ઘટના જ છે અને એમાં કૃષ્ણ તમારી જોડે જ છે બસ તમને અર્જુન થતા આવડવું જોઈએ , તમે અર્જુન બની શકો તો કૃષ્ણ આપ મેળે જ તમારા સારથી બની જાય છે પણ ક્યારેક આપણે દુર્યોધન બની સેના માંગતા હોય છીએ મને નહોતી ખબર કે હું અર્જુન બની ગયેલ કે નહીં પણ મારા મન માં ચાલી રહેલ તમામ ઘટનાઓ એ સમયે સાચી પડી રહેલ. એક સપનું હતું કે જ્યાં ક્રિકેટ રમીયે છીએ ત્યાં વર્ષો પછી જાઉં તો એક મંદિર હોય અને એ જ ગ્રાઉન્ડ માં મારી યાદો ને વાગોળું અને બીજે દિવસે સવારે જ ખબર પડી કે ત્યાં મંદિર બને છે અને શિવરાત્રી ના પ્રાણ પ્રતિષ્ઠા છે. મોક ટેસ્ટ માં ૯૦+ માર્ક્સ ની ઈચ્છા પણ હતી અને સડન્લીજ બીજા દિવસે મારે ૯૨ આવી પણ ગયા આ બધું જ એક દિવ્ય સપના ની જેમ આગળ વધી રહેલ કે પછી કોઈ જાદુ હતો જે વાસ્તવિકતા માં મારી સાથે જોડાઈ રહેલ , શું આ એજ કોસ્મિક પાવર હતો જેના માટે હું આંધળુકિયા કરતો હતો દુનિયા બદલવા કે પછી કોઈ ના આશીર્વાદ હતા જે મારી સાથે જોડાઈ રહેલ.


લાઈફ ને એક પળ માટે કદાચ તથાસ્તુઃ ગણી બેથેલ જે પણ વિચારું સારું કે ખરાબ બધું જ તરત થઇ જતું . સમજી શકવું મારા માટે મુશેકેલ જ નહીં પણ અશક્ય હતું . આખરે ૩૧ મી જાન્યુઆરી આવી ગઈ. આખર તારીખ પણ ૧૦ માં ની ફાઇનલ પરીક્ષા ને ફક્ત ગણતરીઓ ના દિવસો બાકી હોય તો કેવી આખર તારીખ? હું અને મારી જોડે બીજા જોડાયેલ એ તમામ લોકો પરીક્ષા ની તૈયારી માં લાગેલ પણ તોય વચ્ચે કોઈ મારા મન અને દિલ પર એનો જાદુ કરી જતું હતું. પણ અત્યારે હું એક જ જાગ્યો મારુ મન પરોવી બેઠો હતો મારા માટે આ સૌથી મોટો જંગ હતો કેમકે એક જ હતું કે જો દસમા માં માર્ક્સ આયા તો જ જિંદગી છે બાકી કોમર્સ ની તો કોઈ લાઈફ જ નહીં . સાયન્સ છે તો જ બધું છે પણ એ સમય નું માઈન્ડ આ બધું એટલું દૂર સુધી વિચારી શકે એમ નહોતું. રોજ સવારે સૂરજ ઉગે અને મારી પોતાની સાથે ની રેસ શરુ થઇ જતી. આ રેસ માં હું મને પોતાને જ હરવા દોડતો હતો પણ હું એ નહોતો સમજી શક્યો કે દોડવા થી થાક જરૂર લાગે છે અને થાક લાગે તો બેસવું પડે કે ઉભા રહેવું પડે.


હું મારી દોડ લગાવી ને આગળ વધી રહેલ અને ત્યાં જ ટ્યૂશન માં ટેલેન્ટ નું આયોજન થયું. ૧૦ માં હોય તો થોડું મનોરંજન તો માંગે પણ આ દિલ ઓલ્વેઝ વધુ જ માંગે છે. યેહ દિલ માંગે મોર. અંદર થી એક ખુશી હતી કે એટલા બધા છોકરાઓ અને બીજા પણ ઘણા ખાસ લોકો ને મળવાનું થશે. એક અનેરો આનંદ દિલ માં છવાઈ રહેલ  અને એની જોડે દિલ માં પણ કઈ ખાસ તરંગો જામી રહેલ અને ભણવાની સાથે મગજ માં આ વિચારો પણ શરુ થઇ રહેલ અને દિલ માં એક અલગ જ ઉત્સાહ હતો અને આ ઉત્સાહ માં ચાર ચાંદ લાગવાના હતા હું જે જાણતો નહોતો. મને મારી સફળતાઓ ખુબ નજીક થી દેખાઈ રહેલ અને મારા પુરા થતા સપનાઓ પણ . હું મારી જાત ને એક અલગ જ આકાશ માં લઇ જય રહેલ પણ એક વાત ભૂલી ગયેલ કે તમે ગમે એટલા આકાશ માં ઉંડો પણ પગ હંમેશા જમીન પર જ રાખજો નહીં તો કદાચ આ પગ કપાઈ જાય તો નીચે પડવું બહુ ખરાબ હોય છે મારી સાથે ઘણું સારું થઇ રહેલ અને એક ખુબ જોરદાર થવાનું હતું પણ એની જોડે એક વસ્તુ બહુ ખરાબ પણ થવાની હતી. દરેક સિક્કાની ૨ બાજુ છે અને નસીબ ક્યારે ટોસ ઉછાળે અને કઈ બાજુ આપે એ કોઈ ને ખબર નહીં હોતી બસ હું પણ બીજી બાજુ નો ભોગ બનવાનો હતો પણ અત્યારે તો પ્રથમ બાજુ ની મજા લૂંટી રહેલ. 


વધુ આવતા મહિને વરસાદ ના એ રોમેન્ટિક મોસમ માં અને એ ભીની માટી ની મહેક સાથે.આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.




 




 




 




 




 




 




 




 




 




https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform




 




 




 




 




 




 




 




 




ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial




 




 




 




 




 




ટિવટર : https://twitter.com/ManthanVThakkar












ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments