Posts

Showing posts from June, 2023

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૨ - ૦૧ જુલાઈ ૨૦૨૩

Image
  હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના જાજરમાન જુલાઈ   ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું .   કેમ છો બધા ?   જાજરમાન જુલાઈ હા આ મહિના ની સ્ટાર્ટિંગ જ એટલી જોરદાર હોય છે આકાશ માં વીજળીઓ ના ગડગડાટ અને એની સાથે વરસતો એ વરસાદ , રોમાન્સ ને એક નવા દોર પર લઇ જાય છે , એ ભીની માટીની મહેક અને વરસાદ નો એ આનંદ એક જ પળ માં નજર સામે અસંખ્ય યાદો જોડી દે છે . સ્કૂલ અને કોલેજ માં ના જવા ના બહાના તો ક્યારેક પલળતા વરસાદ ની મજા લેવાની અને એ ચાની ચુસ્કી પણ કદાચ જોબ માં આ મજા ના પણ મળે તોય મેં તો જોબ દરમ્યાન પણ આ મજા ખુબ લુટેલ . કદાચ આ સીઝન જ એક અલગ યાદ અપાવે છે પણ એ વાત ને પછી ક્યારેક કરીશું કેમકે અત્યારે વરસાદ ની વાત શરુ કરીશું તો મૂળ વાત સાઈડ માં રહી જશે અને વરસાદી કોલમ જ બની જશે . હવે વધુ ટાઈમ ના લેતા લાસ્ટ ટાઈમ જ્યાં થી અટકેલ ત્યાં થી જ હવે વાત શરુ કરીયે .   લાસ્ટ ટાઈમ આપણે જોયેલ કે ટ્યૂશન માં ટેલેન્...