રુદન



 રુદન એક તળપદો શબ્દ જેનો અર્થ થાય છે રડવું પણ ફિલ્મ અને એમાં રડવાનું? ટ્રેલર જોઈને એટલો તો ખ્યાલ આયો હશે કે ફિલ્મ માં એક મર્ડર મિસ્ટ્રી છે અને ઘણા બધા સસ્પેક્ટ લોકો. પણ ફિલ્મ માં એક્ચ્યુઅલ શું છે? કોનું મર્ડર થાય છે? કોણ કરે છે અને કેમ કરે છે? આ બધા સવાલો નો જવાબ મળશે ફિલ્મ જોયા પછી. આ શુક્રવારે રિલીઝ થયેલ ૪ ગુજરાતી ફિલ્મો માંથી એક સસ્પેન્સ એન્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ રુદન નું ગઈ કાલે પ્રીમિયર હતું અને ગુજરાતી ફિલ્મો માં આવા સબ્જેક્ટ પર ફિલ્મ એ ખરેખર અલગ વાત છે સાઉથ ફિલ્મો ની જેમ મારફાડ ફિલ્મો હવે ગુજરાતી માં પણ આવી રહી છે.


જીતેન્દ્ર ઠક્કર રંગભૂમિ , ટેલિવિસન , ફિલ્મો અને કલાપ્રવૃત્તિ માટે જાણીતું નામ હજી કદાચ કોઈને યાદ ના આવ્યું હોય તો છેલ્લો દિવસ ના વિકીડા ના પપ્પા જે આખી ફિલ્મ માં થપ્પડ મારે છે એ જ આમાં એક બિઝનેસ આઇકોન છે અને પોતાના છોકરા ને કેમ્બ્રિજ માં ભણવા મોકલેલ છે . બીઝ્નેસ્સ માં પોતાનું સામ્રાજ્ય કઈ રીતે કરવું અને કેટલા હરીફો છે એની સાથે ૨ પત્ની પણ છે . એમની અગાઉ ની તમામ ફિલ્મો ના કોમેડી કે સિરિયસ રોલ કરતા આમાં કમ્પ્લીટ અલગ જ રોલ છે.


ભાવિની જાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું જાણીતું નામ જે ટેલિવિઝન ની ધારાવાહિકો માં પણ કામ કરી ચુકેલ છે અને વર્ષો પહેલા ની ફેમસ ધાર્મિક ધારાવાહીક શ્રી કૃષ્ણ માં પણ કામ કરેલ છે તે આમાં એક અલગ જ રોલ કરેલ છે આખી ફિલ્મ માં ભગવાન નું નામ લે છે પણ સેકન્ડ હાલ્ફ અડધો પતે ત્યાં થી એન્ડ સુધી માં દર્શકો ને બહુ મોટો ઝટકો આપશે અને લોકો ને છેલ્લે સુધી જકડી રાખશે.


ચેતન દૈયા એક પછી એક એમ લગભગ છેલ્લા એક વર્ષ માં જ ૨૦-૨૫ ફિલ્મો આપી હશે આમાં એક પોલીસ ઇન્સ્પેકટર ના રોલ માં છે . ક્રાઇમ સ્પોટ થી લઇ ને જેલ સુધી ના દરેક સીન ને એક કાબિલ પોલીસ ઓફિસર ની જેમ તપાસ કરે છે તો ક્યારેક ધારદાર ડાયલોગ પણ મારે છે . કે.પી.અજ્વાળીયા એ પણ એક બિઝનેસ મેન છે અને બિઝનેસ માં પોતાના હરીફ ને કઈ રીતે ટાર્ગેટ કરવો , એની હિલચાલ પર કઈ રીતે નજર રાખવી અને બિઝનેસ આગળ વધારવામાં કેટલું ટેંશન હોય એ સ્પષ્ટ શો  કરેલ છે 


આ સિવાય ફિલ્મ માં ઘણા સહકલાકારો છે અને ઘણા નવા કલાકારો પણ છે પુષ્પરાજ ગુંજન , નિશા નિહલાની , મનાલી ચારોલીયા , જીલ શાહ , કે.કે.રાજા ,ઉજ્જવળ તિલ્વાની , નિકુંજ દવે ,અને એક સીન માં જિમી અડવાણી પણ છે. તમામ કલાકારો એ પોતાનો રોલ પુરી મહેનત થી નિભાવેલ છે અત્યારે આ નામ કદાચ જાણીતા નહીં હોય પણ આવનાર સમય માં આ લોકો ની આજ મહેનત લોકો સુધી એમને જાણીતા કરશે. 


અખિલ કોટક ફિલ્મ ના દિગ્દર્શક , લેખક અને એક ગીત માં પોતાનો કેમિયો પણ છે . એમની ફર્સ્ટ ફિલ્મ થી હું ઓળખું છું પણ દર વખતે એમના દિગ્દર્શન માં કઈ અલગ જોવા મળે છે ખાસ કરીને એમની હમણાં ની અમુક ફિલ્મો સાઉથ ની ફિલ્મો ની જેમ લાસ્ટ સુધી જકડી રાખે છે. આમ તો આ મલ્ટી ટેલેન્ટ છે જે એમને ફર્સ્ટ ફિલ્મ માં જ સાબિત કરી દીધેલ પણ દર વખતે કઈ નવું આપવા માટે હંમેશ રેડી હોય છે અને હાજી આવનાર સમય માં એમની બીજી ફિલ્મ ફ્લોર પર જઈ રહી છે. આ ફિલ્મ માં એમની મહેનત દરેક જગ્યે જોવા મળશે . પહેલા તો ગુજરાતી માં ક્રાઇમ ઝોન ની ફિલ્મ બનાવી એ જ મોટી વાત છે પણ ક્રાઇમ ને લઇ ને નાની નાની વાત પર પણ એમણે પોતાનું ફોક્સ કરેલ છે એ બહુ મોટી વાત છે ગ્રેટ બડી. આવી જ બીજી ફિલ્મો બનાવતા રહો.


ગુજૉત્સવ પ્રોડક્શન અને રમેશ પ્રજાપતિ પ્રોડ્યૂસર છે એમને ફિલ્મ ને એન્ટરટેઇન બનાવ માટે અને શૂટિંગ માં કરેલી મહેનત દેખાય છે. ખર્ચો સાઈડ માં મૂકી ને લોકો ને એન્ટરટેઇન કરવા પર ફોક્સ કરે છે. પુષ્પરાજ ગુંજન આસી.ડિરેક્ટર છે એમનો પણ કેમિયો છે.


ફિલ્મ નો મહત્વનો ભાગ એટલે કે મ્યુઝિક. મ્યુઝિક ઉત્પલ જિવરાજાણી નું છે . લિરિક્સ નીરજ મેહતા ના છે અને સિંગર માં નેહા સોલંકી જેમણે ટાઇટલ સોન્ગ ગાયું છે અને એ સિવાય ગણેશ નું સોન્ગ અરવિંદ વેગડા નું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંદીપ મિશ્રા નું છે. સિનેમેટ્રોગ્રાફી હરીશ ગોહિલ ની છે જે રાજકોટ ના અમુક સીન માં તમને ખુબ નજીક લઇ જશે.


છેલ્લે એટલું જ કહીશ કે ગુજરાતી માં આવી સપ્સેન્સ ફિલ્મ બહુ ઓછી મળે છે તો જરૂર આ ફિલ્મ જોજો અને ફિલ્મ જેવી પણ લાગે એ જરૂર થી શેર કરજો. જો કોઈ ને ડાયરેક્ટ સ્ટારકાસ્ટ ને કોઈ મેસેજ આપવો હોય તો મારો સંપર્ક કરે હું જરૂર થી એમને તમારો મેસેજ આપીશ.

Comments