લવડોઝ અનલિમિટેડ - ભાગ ૪૦ - ૧૩ મે ૨૦૨૩



હેલો મિત્રો કેમ છો બધા? આજે મે ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . ૨૦૨૩ ના બીજા લવ વિકેન્ડ અને એમાં પણ ગઈ કાલે મારી એક મસ્ત ગુજરાતી લવસ્ટોરી ફિલ્મ અનોખી રિલીઝ થઇ એનો રીવ્યુ પણ હું લખીશ પણ એ પહેલા એની પહેલા આજે આપણે આજની વાત શરુ કરીયે.


શ્રેયા અમેરિકા માં જન્મેલી અને ડોકટરી માં ભણતી પણ એનો પરિવાર પહેલા ઇન્ડિયા માં હતો અને એટલે જ  એને પહેલેથી ઇન્ડિયા ની દરેક વાતો માં ખુબ રસ પડતો અને લાસ્ટ યર ના પ્રોજેક્ટ માં એને ભારત ની પ્રાચીન આયુર્વેદિક ઔષધિ ને રિસર્ચ માં લીધી અને એ માટે ઇન્ડિયા આવી . પણ ભારત માં બહાર ના લોકો ને જોઈ ને કા તો લોકો ગાંડા થઇ જાય અને સેલ્ફી લે છે અથવા તો એને બેવકૂફ બનાવે છે હા દરેક લોકો એવું ના કરે પણ ૯૦% લોકો તો આજ કરે છે અને આજ શ્રેયા સાથે પણ થયું.


શ્રેયા એરપોર્ટ થી બહાર આવી અને ત્યાં જ ૨ લોકો એ એનો સામાન લઈને ભાગ્યા , શ્રેયા પાછળ બૂમો પડતી જતી હતી પણ કોઈ હેલ્પ નહોતું કરતુ બસ બધા તમાશો જોઈ રહેલ એજ સમયે એકદમ ફિલ્મી સ્ટાઇલ માં એક કાર આવી અને પેલા ચોર ની આગળ રોહિત શેટ્ટી ની ફિલ્મ ની જેમ ગોળ ફરવા લાગી અને ચાલુ ગાડી એ એક લાત આવી અને બંને ચોર પડી ગયા અને એક નવજવાન ગાડી માં થી બહાર ઉતર્યો. અને આ ચોર ને પકડ્યા આ બાજુ શ્રેયા પણ આવી પહોંચી અને એને એનો સામાન મળ્યો અને એણે આ નવજવાન ને થૅન્ક્સ કહ્યું. નવજવાન એ કહ્યું કે મેડમ ભારત માં આવ્યા છો તો આ બધી આદત રાખજો દરેક વખતે રોકી તમને નહીં બચાવે.


શ્રેયા એ થૅન્ક્સ કહ્યું અને કહ્યું કે તમે મને હેલ્પ કરશો હું અહીં ન્યૂ છું અને મારે એક હોટેલ માં સ્ટે જોઈએ છે ૧ મહિના માટે અને રોકી એ કહ્યું કે તમને હોટેલ ની જગ્યે કોઈ ના ઘરે સ્ટે મળે તો જે તને ઘર ની ફીલિંગ અપાવશે. અને વાત કરતા કરતા તેઓ રોકી ના ઘરે આવ્યા અને અહીં જ શ્રેયા ને રોકાવાનું કહ્યું થોડું ઓકવર્ડ હતું , બહુ ઓળખ તોય અજાણ ને ઘરે રોકવાનું પણ અહીં થી જ આ લોકો ના દિલ ના કનેક્શન શરુ થઇ રહેલ અને ધીમે ધીમે બંને મિત્રો બની ગયા 


આ મિત્રતા ધીરે ધીરે પ્રેમ માં બદલાઈ ગઈ અને પ્રેમ નો ઈઝહાર પણ કર્યો બંને ના પરિવાર પણ તૈયાર હતા અને બંને ભવ ભવ ના સાથી બનવા પણ તૈયાર હતા પણ કુદરત ને કઈ અલગ જ મંજુર હતું.. બંને બાજુ ખુશી નો પ્રસંગ હતો બંને ના દિલ માં પણ પ્રેમ હતો અને બંને થોડા જ દિવસો માં એક બીજા ના થઇ જવાના હતા . મહેમાનો પણ આવા લાગેલ અને આ બાજુ બધી તૈયારી મુજબ પ્રસંગ પણ શરુ થઇ ચૂકેલ .


કહેવાય છે કે હાથે મીંઢળ બાંધ્યા પછી ઘર ની બહાર નીકળવું મુસીબતો નોતરે છે બસ અહીં પણ કઈ આવી જ મુસીબત આવી રહેલ. બંને જણા લગ્ન ના આગળ ના  દિવસે પોતાની બેચલર પાર્ટી માં છુપાઈ ને ગયેલ અને રાતે લગભગ ૨:૩૦ વાગતા સુધી બંને એ પોતાની લાઈફ એન્જોય કરી અને પછી બંને ઘરે આવા નીકળ્યા પણ એટલા દિવસ નો થાક , બેચલર પાર્ટી નો નશો  અને પ્રેમ નું ભૂત એમાં થી કોઈ એક પણ વસ્તુ હોય તો માણસ ગાંડો થાય પણ આ ૩ વસ્તુ જોડે લઈને ફરતા હતા અને same થી એક ટ્રક આવ્યો અને આમની કાર ની જોડે જોરદાર ટક્કર મારી અને ઘટના સ્થળે જ બંને નું મૃત્યુ થયું.


સવારે બંને ના પરિવાર માં જયારે જાણ થઈ તો બન્ને પરિવાર પોતાના શોક માં જતા રહ્યા અને લગ્ન મંડપ ની જગ્યે આખી જાન સ્મશાન ગઈ. તો મિત્રો આ હતી આ વખત ની અને આઠમી અધૂરી લવસ્ટોરી 


આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.










ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 


 


 


 


ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar


 






ઇન્સ્ટાગ્રામ :  https://instagram.com/ManthanVThakkar

Comments