મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ- ૪૦ - ૦૬ મે ૨૦૨૩



હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના મહાન મે ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા?  મહાન મે હા આ એ જ મહિનો છે જયારે દરેક લોકો વેકેશન માં જાય ખાસ કરી ને બાળકો . સ્કૂલ એન્ડ કોલેજ ના તમામ વિદ્યાર્થીઓ બસ ફક્ત નોકરી કરતા લોકો ને આ વેકેશન નહીં મળે . આજ નો આ અંક શરુ કરતા પહેલા આપ સૌ ને હું દિલ થી આભાર માનું છું લાસ્ટ ટાઈમ મેં કહેલ કે SGMF એ પાંચ વર્ષ પુરા કરી રહ્યું છે અને ત્યાં તો આપ સૌ એ આપ ના આશીર્વાદ અને શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી દીધો એ બદલ હું આપનો દિલ થી આભારી છું. એવો જ પ્રેમ આજીવન મળે એવી આપ સૌ ને મારી દિલથી પ્રાર્થના અને હવે વધુ સમય ના લેતા આજની વાત શરુ કરીયે.


લાસ્ટ ટાઈમ આપણે જોયેલ કે મારી અંદર એક આગ લાગેલ અને હું પોતે જ અજાણ હતો કે આ આગ મને સફળતા અપાવશે કે પછી હું પોતે જ આ આગ માં ભષ્મ થઇ જઈશ. સવાલો ઘણા હતા અને દિલ અને દિમાગ પણ કામ કરવાનું બંધ કરી રહેલ ક્યાંય જવાબ નહોતો મળતો. અત્યારે  સામે એક જ વાત હતી કે પ્રિલીમ પરીક્ષા માં આ આગ ને ઠાલવી ને એમાં જ બધું ઊંચું કરી દઉં પણ હરિ ઈચ્છા ઓલ્વેઝ બળવાન . હું પ્રિલીમ ની પરીક્ષા માં બધાની સામે અલગ થવા તૈયાર હતો અને મારા સપનાની દોટ ને પણ ખુબ નજીક થી જોવા મથતો હતો. આજ દોટ અને આગ મને આગળ લઇ જઈ રહેલ. ઘણું ના હોવા છતાં પણ ઘણું વધુ થયું હોય એમાં લાગતું હતું 


આખરે પ્રિલીમ શરુ થઇ ગઈ અને હવે ફરી એજ કુરુક્ષેત્ર ની દોડ પણ .. હું મન માં ચાલી રહેલ શ્વાસ ને મારા મગજ માં ચાલી રહેલ અભ્યાસક્રમ ના એ શબ્દો થી તોલી રહેલ . પરીક્ષા સિવાય ના સમય માં  પણ મારા હાથ ની આંગળીઓ માં જાણે પેપર લખતો હોવ એમ આંગળીઓ રમતી હતી. ધીમે ધીમે એક પછી એક પેપર પતવાની સાથે બોર્ડ નો નજીક આવતો સમય તો મારા સપનાને હું ખુબ નજીક થી જોઈ રહેલ હોય એમાં લાગતું હતું હવે ફરી ધીમે ધીમે એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક શરુ થઇ ગયેલ અને આજ મ્યુઝિક મને ક્યારેક હિંમત આપતું તો મારા સપનાની બાકી રહેલ દોટ ની યાદ અપાવતું.


હવે ફક્ત ૨ જ પ્રિલીમ પેપર બાકી હતા અને હું ભાગી રહેલ . હું એ સમયે યુધિષ્ઠિર ની જેમ બધું જ દાવ પર લગાવી દેવામાં હતો કેમકે મારી સામે હસ્તિનાપુર ની જગ્યે સપનાની એ નગરી હતી. જ્યાં મારુ પૂરું થતું સપનું હું જોઈ રહેલ અને હું ભાગી રહેલ કે આ પળ ને જીવી લાઉ. કાલે જયારે હું લોકો ની વચ્ચે થી નીકળું તો લોકો મને એક અલગ નજરે જોવે , મારા થી ગર્વ લે નહીં કે આ પેલો સુઈ જાય છે એ જાય છે . ધૂમ ફિલ્મ યાદ હશે તમને એમાં પણ પેલો સીન જોન અબ્રાહમ ને પકડવા ઉદય ચોપરા અને અભિષેક બચ્ચન જાય છે પણ જોન ની બાઈક ૩૦૦ ની સ્પીડ પર છે અને આ લોકો ૧૫૦ માં જ અટકી જાય છે બસ એવું જ કઈ મારી જોડે પણ થવાનું હતું પણ હું અજાણ હતો .


એક એક પરીક્ષા ને મેં દિલ અને દિમાગ થી આપી અને હવે ૨ દિવસ બચ્યા હતા ઉતરાયણ ને અને પરીક્ષા પણ પુરી હતી . હવે અસલી ખેલ હતો . વાતાવરણ પણ થોડું રિલેક્સ થઇ ગયેલ પણ મારુ મગજ હજી પેલા વિચારો માં જ જુમતું હતું. હજી પણ હું વાંચી રહેલ અને હજી પણ હું એજ વિચારો ને લઇ ને ફરી રહેલ તો બીજી બાજુ ફરી મારુ મન ખોવાઈ રહેલ. ધીમે ધીમે ફરી એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મને બેકાબૂ કરી રહેલ અને હવે તો ઉતરાયણ નો પવન પણ આવી રહેલ હા કદાચ આ મારી લાસ્ટ એવી ઉતરાયણ હશે કે જયારે મેં દિલ થી આ ઉતરાયણ ને મનાવી હશે કે જીવી હશે 


ફાઈનલી ઉતરાયણ આવી ગઈ . દસમા ધોરણ ની ઉતરાયણ મન માં ઘણા સવાલો હોય છતાં એ ઉત્સવ ને મનાવી લેવા ના હરખ સાથે શરુ થઇ ગયેલ રંગબેરંગી પતંગો નો ઉત્સવ. સવાર ની એ ઠંડી , એ પવન અને એ ઉગતો સૂર્ય અને એના કિરણો મારી અંદર જાદુ કરી રહેલ.  જાણે મને એક અલગ આશીર્વાદ આપતું હોય એમ લાગતું હતું. અને હું પતંગ ને દોરી બાંધી ને આકાશ માં શરુ થતા યુદ્ધ સાથે જોડાઈ ગયો. આ યુદ્ધ એક સાથે અસંખ્ય લોકો ની જોડે રચાઈ રહેલ અને હું આમાં પાક્કો યોદ્ધા હતો અને મેં મારી પતંગબાજી શરુ કરી અને ડાબે થી જમણે આખું આકાશ ખાલી કરવાનું શરુ કર્યું. અને એ સમયે નવી ફિલ્મો ૩ ઇડિયટ , દે દના દન ના સોન્ગ મને કઈ વધુ જ જોશ ચડાવી રહેલ. હું ધીમે ધીમે એક પછી એક પેટચ કાપતો હતો અને આ ઉત્તરાયણ ને મન માં વસાવી રહેલ.


ઉતરાયણ હોય અને કઈ બબાલ ના હોય એ પણ કેમ બને . પહેલો દિવસ નીકળી ગયો બીજા દિવસ ની આથમતી સાંજે સોસાયટી માં જ બે જૂથ વચ્ચે મારામારી થઇ અને આખી ઉતરાયણ એક બાજુ રહી ગઈ . અને હું પણ ઉતરાયણ મૂકી ને એમાં જોડાઈ ગયો ના ઝઘડવા નહીં ફક્ત જોવા અને પછી ધીમે ધીમે ઉતરાયણ પુરી અને બીજા દિવસ થી એ જ દોડ શરુ થવાની હતી પણ હવે સમય પણ ઓછો હતો અને વધુ હિંમત અને મહેનત કરવાની હતી તો બસ હું પણ એમાં જ જોડાઈ ગયો પણ કઈ મનગમતું થવાનું હતું હવે જે કદાચ ના ધારેલ પણ સૌથી સુંદર હતું . શું હતું એ જોઈશું આવતા મહિને.


આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.


 


 


 


 


 


 


 


 


 


https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform


 


 


 


 


 


 


 


 


ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial


 


 


 


 


 


ટિવટર : https://twitter.com/ManthanVThakkar






ઇન્સ્ટાગ્રામ : https://instagram.com/ManthanVThakkar

Comments