લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૯ - ૦૭ એપ્રિલ ૨૦૨૩
હેલો મિત્રો કેમ છો બધા? આજે એપ્રિલ ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . ૨૦૨૩ ના બીજા લવ વિકેન્ડ અને એમાં પણ આજે ગુડ ફ્રાઈડે અને એક મોટા વિકેન્ડ ની શરૂઆત ત્યારે આ વિકેન્ડ ને થોડું રોમેન્ટિક બનાવતા આગળ વધીએ એ પહેલા આવતા અઠવાડિયે આપણું SGMF એ ૫ વર્ષ નું થઇ રહેલ છે અને આપ સૌ મિત્રો ના સાથ સહકાર વગર એ શક્ય જ નહોતું તો આપ સૌ મિત્રો આ ૫ વર્ષ ના સેલિબ્રેશન પર આપનો પ્રેમ આપો અને એની સાથે સંકેત ભાઈ નો જન્મદિવસ પણ છે તો ડબલ સેલિબ્રેશન માટે હું આપ સૌ ને નિમંત્રણ આપું છું અને હવે શરુ કરીયે આજની એક ટ્રેજિક લવસ્ટોરી ની કે જે અધૂરી પણ રહી અને તોય એક પરિવાર બનીને રહ્યા પણ ખરી .
આકાંક્ષા નામ એવો જ ગન દરેક બાબતે એની આકાંક્ષા ઉંચી જ હોય અને બધું જ પરફેક્ટ જોઈએ પણ કિસ્મત ક્યારેક અધૂરું જ આપે છે સેન્ટ મેરી કોલેજ ના સેકન્ડ યર માં આમ તો સ્કૂલ થી લઈને કોલેજ ના ફર્સ્ટ યર સુધી માં દર વખતે નોટિસ બોર્ડ પર એનું જ નામ હોય પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ એનું નામ બીજા નંબરે હોય એવું બનેલ તો ફર્સ્ટ કોણ હતું વિશ્વાસ . ..! હા વિશ્વાસ જ ના થાય એવી વાત સ્કૂલ થી કોલેજ ટોપર ને બીજા નંબરે જોઈને કોઈને વિશ્વાસ જ ના થાય અને ફર્સ્ટ નંબરે આવેલ વિશ્વાસ ભટ્ટ જે ન્યુ જોઈન થયેલ અમુક કારણોસર છેલ્લા ૬ મહિના માં જોઈન કરેલ અને બોર્ડ પર પ્રથમ નંબરે એનું નામ હતું.
બંને એક જ ક્લાસ માં હતા પણ આજસુધી બંને નો પરિચય એક બીજા ને નહોતો અને હવે બંને વચ્ચે એક અલગ જ નજરો થી જોઈ રહેલ આની જોડે કોલેજ ના બધા લોકો પણ જાણે ૨ ગ્રુપ માં વેચાઈ ગયેલ હોય એમ લાગતું હતું વિશ્વાસે બહુ પ્રેમ થી કહ્યું કે કોન્ગ્રેટ્સ તમે સેકન્ડ આવ્યા પણ આકાંક્ષા ને ગુસ્સો આવેલ બીજા નંબર માટે એને કહ્યું કે આ ફર્સ્ટ ટાઈમ થયું છે અને લાસ્ટ ટાઈમ આજે દિવસ તારો હતો પણ આખું આગળ નું વર્ષ મારુ હશે પણ વિશ્વાસ સમજી નહોતો શક્યો કે એવું તો શું થયેલ અને એ એક સ્માઈલ આપીને નીકળી ગયો
બીજા દિવસ થી આકાંક્ષા અને દરેક બાબતે ક્રોસ કરતી અને આ જ રીતે બંને વચ્ચે દુશમની વધતી ગઈ પણ જ્યાં નફરત છે ત્યાં જ પ્રેમ છે અને આમની દુશમની એક બંને ને એટલા નજીક લાવી કે બંને ની દુશમની માં બંને ને એકબીજા થી પ્રેમ થઇ ગયો પણ પ્રેમ નો ઈઝહાર કોણ કરે અને એમ પણ હવે તો એક જ મહિનો બચેલ પછી કોલેજ પુરી અને બંને પોતાના રસ્તે . બંને એક બીજા ને પ્રપોઝ કરવા જતા પણ બંને ને પોતાનો ઈગો વચ્ચે આવતો અને આખરે બંને પોતાના મિત્રો દ્વારા એકબીજા ની નજીક અવાનૂ વિચાર્યું પણ એમાં પણ એ બંનેના મિત્રો એક બીજા ની નજીક આવી ગયા અને આ જ્યાં હતા ત્યાં જ.
આખરે કોલેજ પુરી અને બંને ને એક જ વાત નો અફસોસ રહી ગયેલ કે કાશ હું વાત કરી લેટ , કાશ મારો ગુસ્સો અને ઈગો છોડી ને હું સામે થી કહી દેત તો વાત જ અલગ હોત પણ આખરે દિલ ની વાત દિલ માં જ રહી ગઈ બંને હજી પણ ઈચ્તા હતા કે બંને એક બીજા ને મળીને કહી શકે પણ આ બાજુ આકાંક્ષા ના લગ્ન ની વાત શરુ થઇ ગયેલ તો બીજી બાજુ વિશ્વાસ પોતાના બિઝનેસ માટે શહેર છોડી ને નીકળી ગયેલ અને આખરે ૬ મહિના પછી એ દિવસ આયો કોન્વોકેશન નો જયારે બંને મળવાના હતા અને બંને ને એવૉર્ડ પણ મળવાના હતા બંને જણા ખુશ હતા અને આખરે ફરી થી બંને એક બીજા ની સામે આવ્યા
આ વખતે બંને પોતાનો ઈગો ભૂલી ને સામેથી વાત કરવા આયા બંને એક બીજા ની આંખો માં જોઈ રહેલ અને બંને એક બીજાને સોરી કહીને વાત શરુ કરી એવૉર્ડ લીધા પછી વિશ્વાસે આકાંક્ષા જોડે સેલ્ફી લીધી અને કહ્યું કે આ સેલ્ફી આજીવન માટે જોઈએ છે અને આ બાજુ આકાંક્ષા એ કહ્યું કે હું પણ તને પ્રેમ કરું છું પણ હવે ઘણું લેટ થઇ ગયું છે મારી ભૂલ ની સજા મને મળી રહી છે મારા લગ્ન નક્કી થઇ ગયા છે અને હું તને ગુમાવી ચુકી છે. માફ કરજે આપણે આ જન્મે નહીં મળી શકીયે. આ સાંભળી ને વિશ્વાસ તૂટી ગયો પણ તોય એક જ વાત કહી આવતા જન્મે હું તને ઈગો મૂકીને પહેલા જ કઈ દઈશ એન્ડ હા આ જન્મ નું તો ખબર નહીં પણ જો ફરી મળીશ તો આપણે એક જ પરિવાર માં હોઈશું અને એ ચાલતો થયો
બંને ના દિલ ખુબ રડી રહેલ પણ બંને ની અંદર એક આગ હતી અને જયારે માણસ માં કોઈ આગ લાગે તો એ તૂટી જાય છે અથવા બધા જ પ્રોબ્લેમ ને તોડી ને સફળ થઇ જાય છે બસ અહીં થી આ બંને ની સફર થઇ શરુ . વિશ્વાસ કાયમ માટે એબ્રોડ ગયો ત્યાં જ મેરેજ કરીને મોટો થયો અને હવે એની દીકરી પણ યંગ થઇ ગયેલ અને કેમ્બ્રિજ માં ભણી રહેલ અને એની લાઈફ માં પણ એક ઇન્ડિયન છોકરો જ્યાં ભણવા આવેલ એની જોડે એને પ્રેમ થઇ ગયો અને એને ઘરે વાત કરી અને કોલેજ પછી વિશ્વાસ અને એનો પરિવાર આ છોકરા ને મળવા ઇન્ડિયા આયો. છોકરા એ પણ વાત કરી દીધેલ કે એને એક છોકરી થી પ્રેમ છે અને એના પરિવાર પણ તૈયાર હતો અને આખરે બંને પરિવાર ની મુલાકાત થઇ /
આમ તો આ બંને પરિવાર ની મુલાકાત હતી પણ કિસ્મત ફરી એજ ખેલ ખેલી રહેલ એક અધૂરી વાર્તા ને ફરી જોડવાના બદલે અધૂરી રાખવાનો હતો . વિશ્વાસ ની પત્ની નહોતી અને આ બાજુ પેલા છોકરા ની માં એ બીજું કોઈ નહીં પણ આકાંક્ષા હતી અને એનો પતિ પણ કાર અકસ્માત માં મૃત્યુ પામેલ બંને એક બીજા ને જોઈ રહેલ અને ફરી એજ કોલેજ ના દિવસો માં ખોવાઈ ગયા અને પછી વિશ્વાસે કહ્યું કે આપણા હક ની અને ખોવાયેલ ચીજ મળી જ જાય છે અને આકાંક્ષા એ ફક્ત માથું જ ધુણાવ્યું અને બંને એ પોતાના છોકરાઓ ના મેરેજ નક્કી કાર્ય અને વિશ્વાસે કહ્યું કે કીધું હતું ને આ જન્મે ફરી મળશું તો એક પરિવાર જ બનાઈશુ આખરે એ સમય આવી ગયો છે ચાલ આપણી અધૂરી કહાની ને આ લોકો ના રૂપ માં ફરી જીવી લઈએ. આપણે આ જન્મે નહીં તો આવતા જન્મે જરૂર પતિ પત્ની બનીશું પણ આ જન્મે તો આપણે આપણા છોકરાઓ ને જ એનો પ્રેમ આપીને આપણી લાઈફ ને એના માં જીવી લઈએ
તો મિત્રો હતી આ વખત ની અને સાતમી અધૂરી લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment