મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૯ - ૦૧ એપ્રિલ ૨૦૨૩
હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના અમૃત અને આશીર્વાદ એપ્રિલ ના પ્રથમ વીકએન્ડએ અને પ્રથમ દિવસે આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું. કેમ છો બધા? આજે બધા એક બીજા ને એપ્રિલ ફૂલ બનાવે પણ હું તમને એક ખુશખબર આપીશ. તમે વિચારતા હસો કે અમૃત એન્ડ આશીર્વાદ એપ્રિલ? હા મારા માટે આ મહિનો એક આશીર્વાદ રૂપ જ છે એમાં દરેક દિવસ મારા માટે ઘણૉ આશીર્વાદ અને અમરત્વ વાળો હોય છે આ મહિને મારો , સંકેત નો અને કેશવી નો બર્થડે છે , મારા એટલે કે આપણું પોતાનું SGMF આ ૧૫મીએ ૫ વર્ષ નું થશે. વીતેલા વર્ષોમાં આપસૌનો જે પ્રેમ મળ્યો એ જ પ્રેમ આવનાર વર્ષમાં મળે અને આપણી ઇન્ડસ્ટ્રી જ નહીં પણ દરેક ગુજરાતી આગળ આવે એ પ્રયાસ સાથે અમે આગળ વધી ને આ વર્ષે કઈ નવું કરવાનું વિચારી રહ્યા છીએ . એક શૉ માટે પૂર્વ તૈયારી થઇ ગઈ છે અને હવે બસ ધમાકેદાર લૌન્ચિંગ અને એની જોડે બીજું ઘણું બધું. અને હવે વધુ સમય ના લેતા આગળ વાત કરીયે જ્યાં થી અટકેલ ત્યાં થી
લાસ્ટ ટાઈમ જોયેલ કે કઈ રીતે ડિસેમ્બર એન્ડ અને એમાં પણ યર એન્ડ નું લોકો સેલિબ્રેશન કરી રહેલ અને સ્કૂલ માં પણ કોલેજ ના ટેલેન્ટનું આયોજન હતું અને એકદમ સાંસ્કૃતિક આયોજન પણ હતું અને એ મારી લાઈફ માં મોટો ટર્નિંગ પોઇન્ટ લેવાનો હતો. હું અને મારી ત્રિપુટી દસમા ની ફાઇનલ અને પ્રિલીમ ની તૈયારી માં મન થી અને દિલ થી પણ જોડાયેલ હતા મન માં અમને અર્જુન ની જેમ પક્ષી ની આંખ ને બદલે એક સ્કોર દેખાઈ રહેલ અને અમે એ ઝડપવાના ફૂલ મૂડ માં અને બધું જ ત્યજી દેવાના મૂડ માં હતા અને એમાં જ આ ટેલેન્ટ આયો . અમે ટિકિટ નહોતી લીધી પણ ૩ દિવસ ના આયોજન માં ૨ દિવસ નીકળી ગયેલ અને હવે આખરી દિવસ ૩૦ મી ડિસેમ્બર હતી અને અમને જવાની ઈચ્છા પણ ૮ વાગ્યા સુધી ટ્યૂશન હતા અને હવે એ પછી જાઉં તો કદાચ કલાક જ મળે પણ કઈ રીતે ટિકિટ નહોતી પણ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય અને મારી એક બહુ મોટી ખૂબી કે કમજોરી છે કે એક વાર દિલ માં ધરી લીધું કે આ કામ કરવું છે તો કોઈ પણ ભોગે ભલે કેટલી પણ કિંમત ચૂકવવી પડે એ કામ હું કરું જ છું .
એ દિવસે પણ એ જ થયું મેં વિચાર્યું ચાલને લાસ્ટ ટાઈમ જઈ આવીયે અને હું ગયો અને જોડે મારી ત્રિપુટી ને પણ લઇ ગયો . હવે ગેટ પર પહોંચ્યા તો પાસ ના હોવાને લીધે ના પડી પણ પછી જુગાડ જોયો કે બાજુ ની સોસાયટી વાળાએ જે બંધ કરેલ પડદા હતા એ કાઢી નાખેલ અને એ લોકો ધાબે થી જોઈ રહેલ બસ પછી એક આશિક ને પકડ્યો અને સોસાયટી ના ધાબા પર જવાનો જુગાડ કરી ને ધાબા પાર પહોંચી ગયા એ પછી જોયું કે શું જલસો જામેલ. મને થોડી જ વાર માં તાન ચડવા લાગ્યું અને મેં જોયું કે લોકો દીવાલો કૂદી ને અંદર પ્રવેશી રહ્યા છે નો એન્ટ્રી માં જ એન્ટ્રી કરી રહ્યા છે અને હું પણ આવા જ કોઈ જુગાડ ના મૂડ માં હતો. પણ સેટ નહોતું થતું આખરે એક મોકો જોઈને મેં છલાંગ લગાડી અને અંદર પ્રવેશી ગયો પછી એક સીટ પકડી અને ૧૦ વાગ્યા સુધી ત્યાં જે મજા કરી અને હવે હું અને સંકેત ઘરે જવા નીકળ્યા . સંકેત ત્યાં ટિકિટ લઇ ને પહોંચેલ જે મને પાછળ થી જ ખબર પડી . હવે અમે ઘરે જઈ રહેલ પણ મારા મન અને દિલ માં ભણવાની જગ્યે અહીં જોયેલ પરફોર્મન્સ અને બીજી હજારો યાદો અને સપનાઓ ફરી રહેલ ધીમે ધીમે ઘરે આવી ગયા અને મમ્મી -પપ્પા બહાર ગયેલ અને રાતે લેટ અવાના હતા અને અમને જમવાનું તૈયાર કરી ને ગયેલ એ પછી અમે લોકો એ જમ્યું અને હું અને સંકેત બેડ પર સુતા સુતા વાંચી રહેલ .
હું એક હાથ માં ચોપડી અને બીજા હાથ ને માથા નીચે રાખીને સપનાઓ માં ખોવાયેલ હતો અને આ જ ભૂલ મને ફરી ઇતિહાસ નું પુનરાવર્તન કરાવી રહેલ થોડી જ વાર માં હું સુઈ ગયો અને સંકેત ને મેં પહેલા જ સુવડાઈ દીધેલ કે હું જાગું છું કઈ ને અને અમે બંને જણા સુઈ ગયા અને પહેલી ઊંઘ તો એકદમ જન્નત હોય છે લગભગ એક આખી પહોર અને લગભગ ૨ ચોઘડિયા સુધી ની હોય જ છે અને બસ હું પણ એનો શિકાર બની ગયો . ફરી એક વખત મમ્મી - પપ્પા બહાર ઉભા રહી ને ડોરબેલ માર્ટા હતા અને અમે સુઈ રહેલ ભૂલ તો મારી જ હતી પણ આ વખતે સંકેત પણ મારી ભૂલ નો ભાગ બની ગયેલ લગભગ ૪૦-૪૫ મિનિટે પછી હું જાગ્યો અને દરવાજો ખોલ્યો અને બહાર નું વાતાવરણ જોઈને મારી પગ નીચે થી જમીન જ નહીં માથા પર ના વાળ પણ ખસી ગયા હોય એમ લાગ્યું અને લોકો ના ચહેરા સામે હું શરમ થી નીચે જોઈ રહેલ બસ આ એક બીજી ભૂલે મને લાઈફ નો બહુ જ મોટો ટર્નિંગ પોઇન્ટ આપ્યો.
એ રાતે લગભગ ૪ વાગ્યા સુધી હું જાગી રહેલ મારુ દિલ અંદર થી જ રોઈ રહેલ અને પોતાની જાત ને ધિક્કારી રહેલ અને લગભગ આગળ ૨ દિવસ સુધી હું કોઈ જ જગ્યે ફોક્સ નહોતો કરી શકતો પણ કહેવાય છે ને વિધાતા ને લેખ તો કોઈ બદલી શકતું નહીં બસ મારી લાઈફ માં પણ કદાચ કઈ સારું થવાનું હશે અને એ માટે જ મારે આ ભૂલ થઇ ગઈ પણ કહેવાય છે કે ભૂલ થાય તો સુધારવાની હોય એનું પુનરાવર્તન ના કરવાનું હોય કે એને ગિનિસ બુક માં નોંધવાની ના હોય પણ મેં તો બીજી વાર એજ ભૂલ કરીને રેકોર્ડ બનાવેલ અને હવે વારો હતો તો એ રેકોર્ડ બદલવાનો અને હું દિલ માં ધરીને બેથેલ કે આજે જે લોકો મારી ભૂલ પર હસી રહેલ છે જેમની સામે મને આંખો મેળવતા શરમ આવે છે કાલે એ લોકો ને મારા પર ગર્વ થશે અને હું એમની સામે આંખો માં આંખો મેળવી ને વાત કરી શકીશ પણ આગળ શું થશે એ માટે તો હું પણ અજાણ હતો અને મારી સાથે હવે તો મારી પોતાની હિંમત પણ પછી પડી ગયેલ તોય કહેવાય છે ને હિંમત એક દિવસ માં નહીં આવતી કે સફળતા પણ એક દિવસ માં નહીં મળતી એ રોજ ના પ્રયાસો પછી જ મળે.
હવે હું મારા તમામ પ્રયાસો લગાડવાના જોર માં હતો . કોઈ નું પ્રેમ માં દિલ તૂટ્યું હોય અને આશિક વીફરે એવી જ મારી હાલત હતી અને હવે મારી અંદર એક આગ હતી પણ અંદર એક ડર કે આ આગ મને જ સળગાવી ના નાખે શું થશે આગળ શું આ આગ મને સફળતા અપાવશે કે હું પોતે જ આ આગ માં મારી જાત ને બાલી નાખીશ? સવાલો ઘણા હતા અને જવાબ કોઈ જ નહીં પણ આ આગ માં હું સળગી રહેલ અને હવે આ આગ ને પવન લાગવાનો હતો અને એક દાવાનળ ફાટવાનું હતું . શું થશે એવું એ જોઈશું આવતા મહિને .
આવતા મહિના સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટિવટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment