લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૮ - ૧૦ માર્ચ ૨૦૨૩

 

 

 

હેલો મિત્રો કેમ છો બધા? આજે માર્ચ ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત કે  બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . ૨૦૨૩ ના બીજા લવ  વિકેન્ડ અને એમાં પણ અત્યારે ફાગણ લહેરાઈ રહ્યો છે અને હમણાંજ  રંગો નો તહેવાર હોળી ગયો પણ પ્રેમ નો રંગ દરેક રંગ થી ઉપર છે  પણ શું ક્યારેય પ્રેમ ના રંગ ને પણ બીજા રંગ ની નજર લાગી શકે? પ્રેમ ના રંગ કરતા પણ નફરત નો રંગ ક્યારેય વધી શકે? આવો આજે એવી એક લવસ્ટોરી ની વાત કરીયે

 

માર્મિક નામ જેવું ધાર્મિક એવો પણ ધાર્મિક અને સ્ત્રીઓને હમેશા માન આપે ક્યારેય કોઈ પણ સ્ત્રી સાથે અન્યાય થતો જોવે એટલે આના હાથ માં થી સીધું સુદર્શન ચક્ર છૂટી જાય પણ સુદર્શન ચક્ર ધરાવનાર ના બીજા હાથ માં પણ વાંસળી હતી અને એજ વાંસળી તો એને રાધાની નજીક લઇ ગયેલ તો કેમ બાકી રહે આની લાઈફ માં પણ તપસ્યા આવી .

 

તપસ્યા નામ એવો ગુણ. લોકો ની ખ્વાહિશ હતી . શ્રીમંત કુટુંબ ની પણ સંસ્કારોમાં હંમેશા પ્રથમ.  જ્યાં પણ જાય ત્યાં લોકો ની ચડતી શરુ થઇ જાય અને એક દિવસ માર્મિક અને તપસ્યા બંને મુવી ટિકિટ ની લાઈન માં મળ્યા અને એક ટિકિટ વધેલ પણ બંને ને જોતી હતી અને બંને ની ઝપાઝપી માં કોઈ ત્રીજો ફાયદો ઉઠાઈ ગયો બસ પછી શું બંને એક બીજા થી ઝઘડી ને છુટા પડ્યા પણ માર્મિક એની ધૂન માં વાંસળી વગાડતો જતો હતો અને વાંસળી ની ધૂન તપસ્યા ને પણ ગાંડી કરી અને ધીમે ધીમે આની પાછળ આવા લાગી અને બંને જણ ફરી મળ્યા પણ વખતે તપસ્યા ની આંખો માં એક ગુસ્સા ના બદલે કઈ અલગ ખુશી હતી

 

માર્મિક આંખો ને જોઈ રહેલ અને લગભગ ૪૮ સેકન્ડ જોયા પછી માર્મિક ને એવું લાગ્યું કે એની વર્ષો ની તપસ્યા છે અને બાજુ તપસ્યા પણ માર્મિક ની વાંસળી ના સૂર ની સાથે માર્મિક ની અંદર ખોવાવા લાગી અને બંને પછી એક બીજાને ફ્રેન્ડ્સ બનાયા અને કેફે માં ગયા ત્યાં બંને એક બીજા ને વધુ જાણ્યા અને આખરે પ્રેમ થઇ ગયો .

 

બંને વારંવાર મળવા લાગ્યા અને બંને ના જીવન નો રસ્તો જાણે એક થઇ ગયો હોય એમ બંને દરેક તહેવાર સાથે ઉજવવા લાગ્યા અને આખરે રંગો નો તહેવાર હોળી પણ આવ્યો . તપસ્યા કહ્યું કે એની પાસે પાર્ટી પ્લોટ ના પાસ છે તો જઇયે માર્મિક ની પણ તપસ્યા જોડે હોળી માણવાની ઈચ્છા હતી તો બને જણા ગયા અને ત્યાં ખુબ એન્જોય કરવા લાગ્યા પણ એમના જીવન નો સૌથી અઘરો ટર્નિંગ પોઇન્ટ હશે એની એને ક્યાં જાણ હતી . અહીં હોળી મનાવા અમુક નબીરાઓ પણ હતા અને લોકો દરેક સ્ત્રી ની મજાક ઉડાવતા કોઈને પણ પરાણે રંગ લગાવતા તો બહાને ગમે ત્યાં અડપલાં પણ કરતા .

 

માર્મિક જોઈને અંદર દુઃખી થઇ રહેલ અને એનું લોહી ઉકલી રહેલ એને તપસ્યા ને કહ્યું કે ચાલ અહીં થી જઇયે અને પછી બંને ત્યાં થી નીકળતા હતા ત્યાં માર્મિક ની સામે પેલા નબીરાઓ એક છોકરી ની રંગ લગાવાના બદલે શારીરિક અડપલાં કર્યા અને જોઈને માર્મિક લોક ને ખુબ માર્યા અને લગભગ અધમૂવા કરી નાખ્યા અને પછી તપસ્યા જોડે જવા લાગ્યો પણ સમયે એક જણે બંદૂક કાઢી ને ગોળી છોડી અને તપસ્યા આની વચ્ચે આઈ ગઈ અને એનો જીવ ગયો . ક્યાં પ્રેમ નો રંગ હતો અને ક્યાં રક્ત નો રંગ થઇ ગયો. ત્યાં ઉપસ્થિત તમામ લોકો રંગો ની હોળી ની જગ્યે રક્ત ની હોળી જોઈ અને માર્મિક પણ ત્યાં અવાચક બની ગયો અને એને પેલા લોકો નો જીવ પણ લઇ લીધો પણ આખરે તપસ્યા તો એના થી દૂર જતી રહી હતી અને એની લવસ્ટોરી પણ અહીં અધૂરી રહી ગયેલ

 

તો મિત્રો હતી વખત ની અને છઠ્ઠી અધૂરી લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના બ્લોગ , વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

 

 

 

 

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

 

 

 

 

 

 

 

ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar

Comments