લવડોઝ અનલિમિટેડ - ભાગ ૩૭ - ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩
હેલો મિત્રો કેમ છો બધા? આજે ફેબ્રુઆરી ૨૦૨૩ નો બીજો વિકેન્ડ પણ એના કરતા પણ મહત્વની વાત એ કે બીજા વીકએન્ડએ આપણે વાત કરીયે છીએ એક લવસ્ટોરી ની . ૨૦૨૩ ના બીજા લવ વિકેન્ડ અને એમાં પણ અત્યારે જયારે પ્રેમ ના દિવસો ચાલી રહેલ હોય ત્યારે એક રંગીન લવસ્ટોરી સાથે આજ ની વાત શરુ કરીયે
જય એક હેન્ડસમ , દિલદાર અને ફુલ ટૂ રોકિંગ બોય .જ્યાં જાય ત્યાં નું વાતાવરણ ૧૦-૧૫ મિનિટ માં જ પોતાના રંગે રંગી દે એક હરતું ફરતું કોમેડી મશીન જ જોઈ લો. બગીચાના કરમાયેલા ફૂલોને પણ આને જોઈને એક નવી વસંત મળતી . જયારે જોવો ત્યારે એના ચહેરા પર એક હાસ્ય હોય જ અને આજ સ્માઈલ સાથે લોકો ના દિલ ને પણ જીતી લેનાર બાજીગર.
નિશા એક આદર્શ વ્યક્તિત્વ , શરમાળ પણ તોય આજ ના જમાનાની છોકરી . બાળપણ થી એને ખુબ પ્રેમ મળેલ માટે પહેલાથી જ એ લવ લફડા થી દૂર રહેનાર પણ જય ને જોઈને એ ક્યારે એના રંગ માં છવાઈ ગઈ અને જય ક્યારે એના મન નો માણીગર બની ગયો એજ ના ખ્યાલ આયો.
બંને જણા કોલેજ માં એક જ બસ માં જતા હતા અને હમેશા નિશા જય ની રાહ જોવે પણ ક્યારેય જય ને નિશા માટે લાગણી નહીં કે નહીં તો એની સામે જોયેલ. નિશા જય ને જોવા અને એની સાથે વાત કરવા દરેક મોકો જોતી જય ના અવાના સમય પહેલા જ એ બસ સ્ટોપ પર પહોંચી જાય અને રાહ જોવે અને ઘણી વાર તો એની બાજુ ની સીટ પણ ખાલી રાખે કે જય ત્યાં બેસી શકે પણ ક્યારેય જય એ એની જોડે વાત જ ના કરી અને ધીમે ધીમે કોલેજ પુરી થવા આઈ એક દિવસ નિશા ની ફ્રેન્ડે કહ્યું કે જય એ એને પ્રપોઝ કરેલ બસ આ દિવસ થી જય ની સામે જોવાનું પણ એને બંધ કરી દીધું અને એનો ખ્યાલ પણ ના આવે એની રાહ જોતી પણ નાદાન દિલ એક વાર ભૂલ કરી જાય તો એ જ ભૂલ વારંવાર કરી બેસે છે એના પર આપનો કોઈ કંટ્રોલ નહીં રહેતો.
૬-૭ મહિના પછી જોબ જતી વખતે નિશા એ જય ને જોયો અને એના મન માં ફરી તરંગો જાગ્યા. અને ફરી એક વાર એ જય ની નજીક જવા ના પ્રયાસો કરવા લાગી અને એક વખત બસ માં ચડતી વખતે એ બંને ના હાથ અથડાયા અને જાણે નિશા ને એક કરંટ લાગ્યો હોય એવા હાલ થયા પછી એણે સામેથી જ હિંમત કરી ને વાત શરુ કરી અને જય નો મોબાઈલ નમ્બર પણ માંગ્યો અને જય ને કોલ કર્યો પણ ત્યારે જ સામે થી કહ્યું કે જય નથી એનો ફ્રેન્ડ બોલું છું અને બસ પછી બીજા દિવસે નિશા એ જય સાથે વાત ના કરી જયે કીધું કે મને ખ્યાલ જ નહીં મારા ફ્રેન્ડે કીધું જ નહીં અને પછી જય દર ૧૦ મિનિટે કોલ કરતો અને અહીં થી બંને ની વાત શરુ થઇ.
એક દિવસ નિશા ની મોટી બહેન નો બર્થડે હતો અને એના જીજાજી આ ભૂલી ગયેલ તો આ વાત ની જાણ જય ને થતા એણે નિશા ને કહ્યું કે શું એ ઘરે આવી શકે ? અને નિશા ના કહેવાથી એ ઘરે આયો પણ જાણે ખુશી નો ખજાનો લઇ ને આવ્યો અને પળ ભરમાં જ એની બહેન ની જોડે આખા ઘરમાં બધા ને પોતાની વાતો થી હસાઈ દીધા અને ખુશીઓ નું વાતાવરણ કરી દીધું અને હવે જય નિશા ના ઘર માં બધા ના પરિવાર જેવો બની ગયો.
હવે કહાની નો ટર્નિંગ પોઇન્ટ હતો નિશા ની ફ્રેન્ડે કહ્યું કે જયે એણે પ્રપોઝ મજાક માં કરેલ એ પ્રેમ નહીં કર્યો અને નિશા ને એક જેકપોટ લાગ્યો અને નિશા એ જય ને પ્રપોઝ કર્યો પણ આ બાજુ જયે કહ્યું કે એના બાલ મેરેજ થઇ ગયા છે એ ફક્ત મિત્ર થઇ ને રહી શકે છે પણ પ્રેમ કે મેરેજ શક્ય નહીં અને આ વાત પછી ફક્ત બંને એક મિત્ર જ રહી ગયા અને નિશા ની લવસ્ટોરી અહીં જ અધૂરી રહી ગઈ
તો મિત્રો હતી આ વખત ની અને પાંચમી અધૂરી લવસ્ટોરી. આવતા અઠવાડીએ ફરી મળીશું અને આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.
ફેસબુક : https://www.facebook.com/ManthanThakkarOfficial
ટ્વિટર : https://twitter.com/ManthanVThakkar
Comments
Post a Comment