મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૩૭ - ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૩




હેલો કેમ છો મિત્રો , ૨૦૨૩ ના ફન ફેબ્રુઆરી ના પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતા આનંદ અનુભવું છું.  કેમ છો બધા? ૨૦૨૩ ના આ પ્રથમ વીકએન્ડએ આપ સૌ ને આવકારતાં આજ ના મેરી કહાની મેરી ડીજીટલી ઝુબાની ની શરૂઆત કરીયે પણ એના થી પહેલા આપ સૌ માટે એક ખાસ ન્યુઝ કે હું થોડા સમય માટે કેનેડા જઈ રહ્યો છું અને ત્યાં એક ખાસ ટોલ્ક શૉ શરુ કરવાનો છું જેની બધી જ ડિટેઈલ્સ આપને મારા ટીમ તરફ થી મળી જશે અને બીજી એક ખાસ વાત મારા આંત્રપ્રિન્યોરશિપ પ્રોજેક્ટ અંતર્ગત જોડાયેલા તમામ યુવકો ને પણ એક ખાસ થાઈલેન્ડ ની ટ્રીપ મળી રહી છે માર્ચ એન્ડ માં તો હવે વધુ સમય ના લેતા આજ ની વાત શરુ કરીયે.


લાસ્ટ ટાઈમે આપણે જોયેલ કે કઈ રીતે દિવાળી ની રાજાઓ પતવા આવેલ અને એની સાથે મારી જોડે કઈ એવું થવાનું હતું જેના થી હું અજાણ હતો અને લાઈફ ની એક નવી જ સફર પણ અહીં થી શરુ થાત , લોકો ની નજર માં બનેલ હીરો એક જ મિનિટ માં હું ઝીરો થઇ જવાનો હતો. એ દિવસો ૧૦ માં ની ફાઇનલ ની તૈયારી ના મહત્વના ૪ મહિના ના હતા અને હું વાંચવાની સાથે થોડો એન્ટરટેઇન પણ મેળવતો અને આજે ઘરે કોઈ નહોતું દિવાળી ના તહેવાર ને લીધે પપ્પા ના મિત્ર ને ત્યાં બેસવા ગયેલ અને રાતે લગભગ ૯:૩૦ નો સમય થયેલ હશે.હું વાંચવાનું સાઈડ માં મૂકીને બહાર બાલ્કની માં આવ્યો અને ત્યાં ફરી કોઈ મારા મગજ પર જાદુ કરી રહેલ.


હું ફરી મારા સપનાઓ માં ખોવાઈ રહેલ અને હું એ ભૂલી ગયેલ કે હું ઘરે એકલો છું પણ એ સમયે મારે યુવાની ના જોશ માં અને સપના પાછળ ની મારી મૃગજળ ની દોડ મને ક્યાંક ખોવાઈ દીધેલ હું અંદર આવી ને કોમ્પ્યુટર શરુ કરીને એમાં ગજીની મુવી જોવા લાગ્યો અને એમાં આમિર ખાન ની એ લક્સ્યુરીશ એન્ટ્રી જોઈને હું મારા મન માં પણ એજ સપના જોવા લાગ્યો બસ આમિર ખાન ની જગ્યે હું પોતે જ દેખાઈ રહેલ એ મારા પ્રાઇવેટ પ્લેન થી હું ઉતરું છું અને મારી પોતાની કંપની ના એમ્પ્લોયીઝ મને કાર માં લેવા આવ્યા છે અને હું એક સાથે ૪-૪ બી.એમ.ડબ્લ્યુ. માં મારી જોરદાર એન્ટ્રી સાથે ગર્વ થી આવી રહ્યો છું અને મારા કંપની માં એન્ટર થઇ રહ્યો છું અને એક જોરદાર સ્પીચ આપી રહ્યો છું અને લોકો એ જ તાળીઓના ગડગડાટ સાથે મને વધાવી રહ્યા છે બસ આ એક પાગલ સપનું મારા મન માં હેવી થઇ રહેલ એ વખતે ખબર નહોતી કે અજાણતા જોયેલ સપનાઓ  પણ ક્યારેક પુરા થાય છે પણ આજે એમનું ૯૦% સપનું પૂરું થઇ રહ્યું હોય એના એંધાણ આવી રહ્યા છે બસ એક ૧૦૦% ની રાહ જોવાઈ છે.


હું સામાજિક વિજ્ઞાન માં થી અર્થશાસ્ત્ર વાંચી રહેલ અને પછી એ સાઈડ માં રહી ગયું અને આ સપના ના ચક્કર માં હું ક્યારે મારા બેડ પર જ ખરા સપના જોતો ક્યારે સવાશન ની પોઝિશન માં આઈ ગયો એજ ના ખબર પડી અને લગભગ ૧૧:૩૦ એ હું જાગ્યો કોઈ અવાજ ને લીધે અને મેં દરવાજો ખોલ્યો તો બહાર લગભગ એક કલાક થી મારા માતા-પિતા અને સંકેત ઉભા હતા અને પપ્પા ફુલ ગુસ્સા માં હતા અને પછી મેં ફોન જોયો તો લઘભગ ૧૪૦+ મિસકોલ હતા કદાચ હું કઈ જવાબ આપી શકું એ હાલત જ નહોતી અને નીચે આજુ બાજુ ની સોસાયટી ના લોકો પણ ભેગા થઇ ગયેલ અને મારા ભાઈ ને ધાબે થી લટકાવી ને બાલ્કની માં થી અંદર લેવાની તૈયારી જ ચાલતી હતી અને દરવાજો તોડવાની પણ. મને જોઈને પપ્પા ગુસ્સા માં બોલ્યા કે ઐશ્વર્યા રાય ના સપના જોતો હતો પણ મારી પાસે કોઈ જવાબ જ નહોતો મને એક સાઈડ રડવું પણ આવતું હતું તો બીજી બાજુ મને શરમ પણ અને આ બધા માં કોઈ સામે હું મારી નજર મેળવી શકું એ હાલમાં પણ નહોતો. આજે પણ એ દિવસ અને એ ઘટના મારી આંખો ની સામે આવતા મને હજી શરમ આવે છે અને આજુબાજુ ના લોકો ના એ ચહેરા યાદ આવે છે . મારી એક ભૂલ જ મને આજીવન યાદ રહેશે અને મારી લાઈફ નો એક નવો ટર્નિંગ પોઇન્ટ લઇ રહેલ કઈ રીતે એ જોઈશું આવતા સમયે કેમકે આજે આનાથી વધુ નહિ લખી શકાય નહીં તો હું પાછો જુના સપના માં ખોવાઈ ને કદાચ સુઈ જઈશ 

આવતા મહિના  સુધી આજ ના આ બ્લોગ , આ વાર્તા ને લઇ ને તમારા કોઈ કમેન્ટ કે સજેશન હોય તો મને જણાવી શકો છો. નીચે મારા સોશ્યિલ મીડિયા ની લિંક્સ છે જેમાં પણ તમે ડાયરેક્ટ મને મળી શકો છો. આપ નો પ્રતિભાવ હંમેશા મને આવકાર્ય રહેશે. આવતા રવિવારે  લવ ડોઝ અનલિમિટેડ માં એક લવ સ્ટોરી સાથે મળીશું ત્યાં સુધી હેપી વિક અગેઇન અને વાંચવા બદલ સૌ મિત્રો નો આભાર . મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર નો પણ દિલ થી આભાર કેમકે એ ટીમ  વગર હું કદાચ ફરી લખવાનું સાહસ ના કરી શકતો હોત.

 

 

 

 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdZ6iTd9e1BiDgQ5uWN40Eof3UzbWx4Pe2RG-faaISA75Kd9w/viewform

 

 

 

 

 

ફેસબુક :  https://www.facebook.com/ManthanThakkarOfficial

 

 

ટિવટર : https://twitter.com/ManthanVThakkar

Comments